SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૪૦૧ ગાંઠને ભેદવાના તીવ્ર વર્ષોલ્લાસને જ અપૂર્વકરણ કહેવામાં આવે છે. કારણ કે પૂર્વે અનેકવાર ગ્રંથિદેશે આવવા છતાં કયારેય તેવો તીવ્ર વર્ષોલ્લાસ જાગ્યો નથી. આથી તેનું અપૂર્વ નામ સાર્થક છે. રાગ-દ્વેષની ગાંઠને ભેદવાનો તીવ્ર વર્ષોલ્લાસ પ્રગટતાં જીવ તેનાથી એ ગાંઠને ભેદી નાંખે છે. માટે જ કહ્યું છે કે “ગ્રંથિને ભેદતાં બીજું અપૂર્વકરણ હોય છે” અનિવૃત્તિકરણ– અનિવૃત્તિકરણ એટલે સમ્યકત્વને પમાડનાર વિશુદ્ધ અધ્યવસાયો. આનું “અનિવૃત્તિ” એવું નામ સાર્થક છે. અનિવૃત્તિ એટલે પાછું ન ફરનાર. જે અધ્યવસાયો સમ્યકત્વને પમાડ્યા વિના પાછા ફરે નહિ–જાય નહિ તે અનિવૃત્તિ. અનિવૃત્તિકરણને પામેલો આત્મા અંતર્મુહૂર્તમાં જ અવશ્ય સમ્યક્ત પામે છે. આથી જ કહ્યું છે કે- “જીવ સમ્યક્તાભિમુખ થાય ત્યારે અનિવૃત્તિકરણ હોય છે.” અહીં અપૂર્વકરણના વર્ણનમાં આપણે જોયું કે યથાપ્રવૃત્તિકરણથી અનેકવાર ગ્રંથિદેશ સુધી આવી જાય છે. પણ પછી રાગ-દ્વેષની ગાંઠને છેદવાનો પુરુષાર્થ ન કરી શકવાથી ફરી કર્મની સ્થિતિને વધારી દે છે. પણ જે જીવ જે યથાપ્રવૃત્તિકરણ પછી અવશ્ય અપૂર્વકરણ વડે રાગ-દ્વેષની ગાંઠને ભેટે છે તે જીવનું તે યથાપ્રવૃત્તિકરણ ચરમયથાપ્રવૃત્તિકરણ છે. ચરમ એટલે છેલ્લું. છેલ્લું યથાપ્રવૃત્તિકરણ તે ચરમયથાપ્રવૃત્તિકરણ છે. એકવાર અપૂર્વકરણ થયા પછી જીવને ક્યારેય યથાપ્રવૃત્તિકરણ થતું નથી. પ્રશ્ન- જીવ ગ્રંથિદેશે કેટલો કાળ રહે ? ઉત્તર- જીવ જઘન્યથી એક અંતર્મુહૂર્ત જેટલા કાળ સુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્ય વર્ષો સુધી ગ્રંથિ દેશે રહે છે. આનો અર્થ એ થયો કે ગ્રંથિ દેશે આવેલા જીવનું યથાપ્રવૃત્તિ કરણ ચરમ હોય તો પણ યથાપ્રવૃત્તિકરણ કર્યા પછી તુરત જ રાગ-દ્વેષની ગાંઠને ભેદે એવો નિયમ નથી. પણ ભેદશે અને સમ્યકત્વ પામશે એ વાત ચોક્કસ છે. હવે તે ક્યારેય અંતઃકોડાકોડી સાગરોપમથી અધિક કર્મસ્થિતિને નહિ બાંધે. યથાપ્રવૃત્તિકરણથી જીવને આટલી અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. અહીંથી આગળ વધવા અપૂર્વકરણ આદિની જરૂર પડે છે. આનાથી એ પણ સિદ્ધ થયું કે જીવ પુરુષાર્થ વિના જ તેવી ભવિતવ્યતા આદિના બળે આટલી અવસ્થા (દેશોન એક કોડાકોડી સાગરોપમ સ્થિતિ) સુધી પહોંચી શકે છે. અહીંથી આગળ વધવા પુરુષાર્થ કરવો પડે છે. પુરુષાર્થ વિના અહીંથી આગળ ન વધાય. અભવ્યજીવો આટલી અવસ્થા પ્રાપ્ત કરવા છતાં પુરુષાર્થ ૧. જેમ અનિવૃત્તિકરણમાં આવેલા જીવો પાછા ફરતા નથી. એમ અપૂર્વકરણમાં આવેલા જીવો પણ પાછા ફરતા નથી.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy