SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ ઉપદેશપદ : ભાગ-૧ હવે આજ્ઞાને જ આગળ કરતા ગ્રન્થકાર દૃષ્ટાંતને કહે છે ગાથાર્થ-જે જીવ આજ્ઞાને બહુ માને છે, એટલે કે આજ્ઞાને આગળ કરે છે, તે તીર્થકર, ગુરુ અને ધર્મને બહુમાને છે, એટલે કે તેમના ઉપર બહુમાન ભાવ રાખે છે, તથા કલ્યાણકારી પુરુષાર્થને સાધે છે. અહીં ભીમનું દૃષ્ટાંત કહેવું. ટીકાર્થ-જે જીવ– આસન્નભવ્યજીવ. (આસન્નભવ્ય જ જીવને આજ્ઞા ઉપર બહુમાન હોય છે.) આજ્ઞાનેજિનવચનને. તે-આજ્ઞા ઉપર બહુમાનવાળો જીવ. ગુરુ– ધર્માચાર્ય. ધર્મ-શ્રુત-ચારિત્રરૂપ ધર્મ. અહીં તીર્થકર વગેરે પ્રત્યે બહુમાન થયા વિના આજ્ઞા પ્રત્યે બહુમાન ન જ થાય. આથી એ નિશ્ચિત થાય છે કે જે આસન્નભવ્ય જીવને આજ્ઞા પ્રત્યે બહુમાન છે તેને તીર્થકર વગેરે પ્રત્યે અવશ્ય બહુમાન છે. (અગ્નિ વિના ધૂમાડો ન જ હોય એવો નિયમ છે. એ નિયમથી એ નિશ્ચિત થાય છે કે જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ અવશ્ય હોય. એમ તીર્થંકર વગેરે પ્રત્યે બહુમાન થયા વિના આજ્ઞા પ્રત્યે બહુમાન ન જ થાય એવો નિયમ છે. આ નિયમથી એ નિશ્ચિત થાય છે કે જેને આજ્ઞા પ્રત્યે બહુમાન છે તેને તીર્થંકર વગેરે પ્રત્યે અવશ્ય બહુમાન છે.) અહીં– આશાં પ્રત્યે બહુમાનમાં. આજ્ઞા પ્રત્યે બહુમાનમાં રાજપુત્ર ભીમનું દષ્ટાંત છે.(૨૪૪) एनमेव भावयतितगराए रतिसारो, राया पुत्तो य तस्स भीमो त्ति । साहुसगासं णीओ, धम्मं सोऊण पडिबुद्धो ॥२४५॥ परमुवयारी ताओ, इमस्स सति अप्पियं ण कायव्वं । घेत्तूणऽभिग्गहं तो, सावगधम्मं सुहं चरति ॥२४६॥ वणिकन्न राय रागे, वरणं णो पुत्तरज न करेमि । तुह पुत्त न परिणेमी, कालेणं बंभयारित्ति ॥२४७॥ दिन्ना पुत्तो राया, भीमो गिहबंभ सक्कथुति आणा । देवाऽऽयल्लग गणिया, वावजति निक्किपाऽधम्मो ॥२४८॥
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy