SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૩૭૧ હણાયેલા અમે મરીને કઈ ગતિમાં જઇશું ? દુષ્ટ સ્વભાવથી અમે ઉભયલોકના વિરાધક થયા. આ પ્રમાણે સાધુનું જીવન નિર્મલ અને પાપથી રહિત છે. અમારું જીવન એમના જીવનથી વિપરીત છે. આથી અમારું કલ્યાણ ક્યાંથી થાય? બીજો મુનિ પ્રત્યે ઉદાસીન રહ્યો. એકે ગુણરાગથી બોધિબીજ પ્રાપ્ત કર્યું. બીજાએ પ્રાપ્ત ન કર્યું. તમે મરીને અહીં અનિંદિત આચારવાળા અને વેપારમાં તત્પર એવા આ વણિકપુત્રો થયા છે. તેથી આ એકને અહીં બીજનું સમ્બોધરૂપ ફળ મળ્યું. બીજો બીજ રહિત હોવાથી તેને સમ્બોધરૂપ ફળ ન મળ્યું. આ પ્રમાણે જિને વિસ્તારથી કહેલા પૂર્વભવના આચરણને સાંભળીને એકને ક્ષણવારમાં જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી (જિને કહેલા વૃત્તાંતની) ખાતરી થતાં તે સંવગેથી ભાવિત થયો. જિને કહેલાં શુભ શાસનને (=જિનાજ્ઞાને) ભાવથી સ્વીકાર્યું. જિનશાસનના સ્વીકારના સામાÁથી શુભકર્મનો અનુબંધ થવાના કારણે તે કાળે (=અવસરે) મોક્ષમાં જશે. બીજો સંસારમાં જ ભમશે. ગાથાઓનો અક્ષરાર્થ આ પ્રમાણે છે- કૌશામ્બી નગરીમાં પરસ્પર ગાઢ પ્રીતિવાળા શ્રેષ્ઠિપુત્રો હતા. ઘણીવાર વ્યવહારની પ્રવૃત્તિમાં (–વેપારમાં) સમાન ફળનો લાભ થાય તેમ પ્રવૃત્તિ કરે છે. કોઇવાર શ્રીવીર ભગવાનનું સમવસરણ થયું. તે બંનેએ ધર્મ સાંભળ્યો. એકને બોધિબીજ થયું અને એકને બોધિબીજ ન થયું. એમ તે બેના ચિત્તનો ભેદ થયો. (૨૨૭) ધર્મપાલને હર્ષ થયો, બીજાને મધ્યસ્થભાવ થયો. પરસ્પરના ચિત્તનું જ્ઞાન થતાં ચિત્તભેદનું જ્ઞાન થયું. મોટા શ્રેષ્ઠિપુત્રે ભગવાનની પાસે અબોધિ સંબંધી પૃચ્છા કરી. હે ભગવન્ ! અમારા બે વચ્ચે સ્નેહ હોવાથી એકચિત્તવાળા અમારા બેનો ધંધા આદિના કારણે સદા ઘણો સંબંધ હતો. તેથી મારો મિત્ર કયા કારણથી મુક્તિ રૂપી કલ્પવૃક્ષનું બીજ સમ્યકત્વ ન પામ્યો ? (૨૨૮) તેથી ભગવાને તે બેના પૂર્વના વૃત્તાન્તને કહેવાનું શરૂ કર્યું. તે આ પ્રમાણે- તમે પૂર્વભવમાં ગામમુખીના પુત્ર હતા. ક્યારેક તમે બેએ ગાયોની ચોરી કરી. તેથી કોટવાળોએ તમને ત્રાસ પમાડવાનું શરૂ કર્યું તેથી ભાગતા તમે બેએ પર્વતની ગુફામાં સાધુને જોયા. ત્યાં એકે ધર્મપ્રશંસા કરી. બીજો ઉદાસીન રહ્યો. તેથી તે બંનેને અનુક્રમે બીજની અને બીજના અભાવની પ્રાપ્તિ થઈ. (૨૨૯) अथ पूर्वोक्तमुदाहरणं निगमयन् बीजशुद्धिं दर्शयतिएवं कम्मोवसमा, सद्धम्मगयं उवाहिपरिसुद्धं । थेवं पणिहाणादिवि, बीजं तस्सेव अणहंति ॥२३०॥ एवं-द्रङ्गिकप्रथमपुत्रवत् कर्मोपशमाद्-बहलतमःपटलप्रवर्त्तकमिथ्यात्वमोहमान्द्यात् सद्धर्मगतं-शुद्धधर्मानुसारि, उपाधिपरिशुद्धम्-उपाधिभिः-उपादेयताबुद्धि
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy