SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ ઉપદેશપદ : ભાગ-૧ समा नाम कालविभागः सुष्ठ-तीर्थकरजन्मादिमहामहसहायत्वेनातिशयवती समा सुषमा तस्यां, किं पुनरितरसमासु दुष्षमादिलक्षणास्वित्यपिशब्दार्थः, तत् सस्यं स एव धर्म एव विषयाकाङ्क्षाबुभुक्षाक्षयावहत्वेन सस्यं भवतीति । यथोक्तम् "नाकारणं भवेत कार्य, नान्यकारणकारणम् । अन्यथा न व्यवस्था स्यात्, कार्यकारणयोः क्वचित् I " રર૪ આ જ અર્થને વ્યતિરેકથી (-અભાવ દ્વારા) કહે છે– ગાથાર્થ– જેમ બીજની વાવણી ન કરી હોય તો સારો વરસાદ થવા છતાં ધાન્ય ન થાય, તેમ ધર્મબીજના અભાવમાં સુષમકાળમાં પણ ધર્મરૂપ ધાન્ય ન થાય. ટીકાર્થ– સારો વરસાદ થવા છતાં– જલ સમૂહથી પૂર્ણ ભરેલા વાદળોમાંથી પાણીની ધારાઓનો સમૂહ પડવા છતાં. ધર્મબીજ– સમ્યક્ત વગેરે ધર્મને ઉત્પન્ન કરનારાં ધર્મપ્રશંસા વગેરે કારણો. સુષમા- સુષમા એટલે સારો કાળ, અર્થાત્ ચોથો આરો. ચોથા આરામાં તીર્થકરોનો જન્મ વગેરે પ્રસંગે મહોત્સવો થતા હોવાથી ચોથો આરો સારો કાળ છે. ધર્મરૂપ ધાન્ય- જેમ ધાન્ય પેટની ભૂખનો નાશ કરે છે તેમ ધર્મ વિષયોની આકાંક્ષારૂપ ભૂખનો નાશ કરે છે. માટે અહીં ધર્મને ધાન્યની ઉપમા આપવામાં આવી છે. ધર્મબીજના અભાવમાં ધર્મરૂપ ધાન્ય ન થાય એ વિષે કહ્યું છે કે-“કારણ વિના કાર્ય ન થાય, તથા જે કાર્યમાં જે કારણ પ્રસિદ્ધ છે તેનાથી અન્ય–બીજા કાર્યના કારણોથી પણ પ્રસ્તુત કાર્ય ન થાય. અન્યથા (-જો વિના કારણ કે અન્ય કાર્યનાં કારણોથી પ્રસ્તુત કાર્ય થતું હોય તો) કાર્ય-કારણ ભાવની (નિયત થયેલી) વ્યવસ્થા ક્યાંય ન રહે” (૨૨૪) यस्मादेवं ततः किं कर्त्तव्यमित्याहआणापरतंतेहिं, ता बीजाधाणमेत्थ कायव्वं । धम्मम्मि जहासत्ती, परमसुहं इच्छमाणेहिं ॥२२५॥ आज्ञापरतन्त्रैः-सर्वज्ञवचनायत्तीकृतात्मभिः 'ता' इति तस्माद् बीजाधानं-जिनमुनिप्रभृतिपवित्रपदार्थकुशलचित्तादिलक्षणम्, अत्र-प्रस्तुते कर्त्तव्यं धर्मे-साध्यत्वेनाभिमते ૧. જ્યાં જયાં કાર્ય હોય ત્યાં ત્યાં કારણ હોય એ અન્વય છે. જ્યાં જ્યાં કારણ ન હોય ત્યાં ત્યાં કાર્ય ન હોય એ વ્યતિરેક છે.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy