SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૯ ઉપદેશપદ : ભાગ-૧ રહેલા સુહસ્તિ સૂરિએ બધા મુનિઓને કહ્યું. આજે લોકોની વસતિની અંદર સાધુજનને યોગ્ય વસતિની યાચના કરજો. તેમાનો એક સંઘાટક ભદ્રા સાર્થવાહીને ઘરે ભિક્ષા માટે ગયો. ગૌરવ સહિત તેણે અભુત્થાન કર્યું. વંદન કરી અને પુછ્યું: તમે કોના શિષ્યો છો? આર્યસુહસ્તિ અમારા ગુરુ છે અને તેના માટે અમે વસતિ શોધીએ છીએ. મુનિએ આ પ્રમાણે કહ્યું ત્યારે રોમાંચથી વિકસિત થયેલા શરીરવાળી પોતાને કૃતકૃત્ય માનતી ભદ્રા બોલી- મારે વપરાશમાં નહીં લેવાતી, ઘણાં પ્રકારના મુનિજનને સમુચિત યાનશાળાઓ છે તેને તમે ગ્રહણ કરો. પછી ઘણા ઉચિત અન્નપાનાદિથી પ્રતિલાલ્યા (વહોરાવ્યું). સાધુઓ પણ ગુરુ પાસે ઈરિયાવહી પ્રતિક્રમીને નિવેદન કરે છે કે હે ભગવન્! ભદ્રાને ઘરે ઉતરવા માટે યાનશાળાઓ પ્રાપ્ત થઈ છે. ભોજન કર્યા પછી સાંજે ઘણા બાળ, વૃદ્ધ તથા ભિક્ષામાં ફરી શકે તેવા અર્થાત્ સશક્ત સાધુ વગેરેના સમૂહથી યુક્ત આર્યસુહસ્તિસૂરિ વસતિમાં ગયા. ક્રમથી જીવંત સ્વામીની પ્રતિમાને વંદન કરીને અત્યંત મોહને નાશ કરનારી દેશના આપી. (૧૦) અને આ બાજુ સુભદ્રાને પ્રચુર ભોગ-વિલાસી સુકુમાલ પુત્ર છે. અવંતિદેશમાં તેનાથી બીજો કોઈ વધારે સુકુમાલ નહીં હોવાથી કોઈક વખત તેનું નામ અવંતિસુકમાલ પડ્યું. પછી સર્વત્ર અતિપ્રસિદ્ધ થયેલ હુલામણા નામે મૂળ નામને અંતરિત કર્યું. તે સમાન યૌવનવાળી, સમાન ધનવાળા પિતાના ઘરેથી ઘણું ધન લાવનારી, સમાન લાવણ્ય ગુણવાળી, સમાન દેહ પ્રમાણવાળી, સુપ્રસન્ન છે મુખરૂપી કમળ જેઓનું, પુણ્યના પ્રભારથી પ્રાપ્ત થનારી એવી બત્રીસ કન્યાઓને મહાવિભૂતિથી પરણ્યો. માતાવડે ચિંતવાતું છે ગૃહકાર્ય જેનું એવો તે દોગંદુક દેવની જેમ તેઓની સાથે શિષ્ટપુરુષોને અનુમત વિષયસુખોને ભોગવે છે. ક્યારેક વસતિના વિવક્ત પ્રદેશમાં રાત્રિના પ્રથમ પહોરે નવા વાદળના ગર્જારવ જેવા મનોહર શબ્દથી ભરી દેવાયો છે તે દેશનો વિભાગ જેનાવડે, એવા તે સુહસ્તી મુનીશ્વર નલિની ગુલ્મ વિમાનના વૃત્તાંતનું પરાવર્તન કરવા લાગ્યા. પછી પોતાના પ્રાસાદમાં રહેલા અવંતિસુકુમાલે તે નલિની ગુલ્મ અધ્યયન સાંભળીને વિસ્મિત થઈ વિચાર્યું કે શું કોઈ કિન્નર ગાય છે? મારા વડે ક્યાંય પણ આ જોવાયું છે એ પ્રમાણે ઊહાપોહ કરતો એકાએક જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. કોઇપણ તેને ન જાણી શકે તે રીતે ગુપચુપ સુહસ્તિગુરુ પાસે આવ્યો. સુહસ્તિસૂરિએ પણ જાણ્યું કે આ અવંતિસુકુમાલ છે. પછી પગમાં પડીને પુછ્યું: હે ભગવન્! આ વિમાનનો વ્યતિકર અહીં જાણવો દુષ્કર છે તેથી તમે તેને કેવી રીતે જાણ્યો ? સુહસ્તસૂરિએ કહ્યું. જિનેશ્વરના આગમથી જાણ્યું. અવંતિસુકમાલે કહ્યું હું ત્યાંથી આવેલો છું. પ્રાપ્ત થયેલો છે સર્વ ઈન્દ્રિયોના વિષયોનો સમૂહ જેને એવો પણ હું નલિનીગુલ્મ વિમાનને યાદ કરતો કોઈ પદાર્થમાં રતિ મેળવતો નથી. વિષ્ટાના કોઠારમાં રહેલો કૃમિ
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy