SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૩૫૩ (નમો નમઃ શારદાર્ય) સંગ્રહગાથાનો અક્ષરાર્થ– પૂર્વે બતાવેલ નામના આર્યમહાગિરિ અને આર્ય-સુહસ્તિ સત્ય સ્વરૂપવાળા બે શિષ્યો સ્થૂલભદ્રને થયા. તેમાં પ્રથમ મહાગિરિ અને બીજા આર્યસુહસ્તિ. ઇતિ શબ્દ પાદપૂરણ માટે છે. મહાગિરિએ આર્યસુહસ્તિને ગચ્છમાં નાયક બનાવીને જિનકલ્પ સંબંધી ક્રિયાને સ્વીકારી. ક્રિયા એટલે વચનગુરુતાદિ સામાચારી, ધર્મબિંદુ ગ્રંથમાં કહ્યું છે કે- વચન ગુરુતા, અલ્પ ઉપધિપણું, શરીરની અપરિકર્મતા, અપવાદનો ત્યાગ, ગ્રામ આકારાદિમાં વિહરવું, નિયતકાલે ચર્યા, મોટે ભાગે કાઉસ્સગ્નમાં રહેવું, દેશના ન આપવી, ધ્યાનમાં એકાગ્રતા, વચન ગુરુતા એટલે શાસ્ત્ર જ જેના ધર્મગુરુ છે તે વચનગુરુ અને તેનો ભાવ એટલે વચનગુરુતા. - એષણા સાત પ્રકારની છે. ભોજન સંબંધી અને પાન સંબંધી (૧) વહોરાવવાના દ્રવ્યને વહોરાવતી વખતે હાથ ન ખરડાય તેમજ માત્રક પણ ન ખરડાય તે પ્રથમ. (૨) વહોરાવતી વખતે હાથ ખરડાય અને પાનું ખરડાય તે બીજી એષણા (૩) વહોરાવવાના દ્રવ્યને રસોઈ સ્થાનથી ઉપાડીને બીજા સ્થાનમાં લઈ જવું તે ઉદ્ધતા નામની ત્રીજી એષણા. (૪) તે જ દેય દ્રવ્ય જે અલ્પ લેપવાળા વાલ ચણાદિનું ગ્રહણ કરવું તે ચોથી એષણા. (૫) દયદ્રવ્ય ભોજનશાળામાં રાખેલું હોય અને ત્યાંથી ભોજન કરનાર પાસે લાવેલું હોય તેમાંથી ગ્રહણ કરવું તે અવગૃહીતા નામની પાંચમી એષણા (૬) ભોજન કરનારના ભોજનમાં પીરસાયેલ દેયદ્રવ્ય સ્વરૂપ છઠ્ઠી પ્રગૃહીતા એષણા. (૭) ભોજનશાળા ચાલતી હોય ત્યારે ભોજન કરવા આવનારા લોક વડે નહીં ઈચ્છાતા અન્નપાનાદિને ગ્રહણ કરવા રૂપ ઉક્ઝિકા રૂપ સાતમી. તેમાં જિનકલ્પીને પ્રથમની બે એષણાનો અગ્રહ છે. પછીની પાંચ એષણામાંથી યોગ્ય હોય તે તે રીતે ગ્રહણ કરે પરંતુ બાકીની પાંચમાંથી બે એષણાનો અભિગ્રહ હોય. તેમાં એકથી ભોજન અને એકથી પાણી ગ્રહણ કરે, ક્યારેક એક જ એષણાથી ભોજન અને પાન બંને ગ્રહણ કરે. કહ્યું છે કે संसट्ठमसंसट्ठा, उद्धड तह अप्पलेवडा चेव । उग्गहिआ पग्गहिआ, उज्झियधम्मा य सत्तमिया॥ સંસ્કૃષ્ટ (ખરડાયેલ), અસંસ્કૃષ્ટ (નહીં ખરડાયેલ), ઉધૃત તથા અલ્પલેપકૃત, ઉગૃહીત પ્રગૃહીત અને ઉક્ઝિતધર્મા એ સાત એષણા છે. તથા પાંચ એષણામાં ગ્રહ છે અને બે ભિક્ષાનો અભિગ્રહ છે. અહીં પ્રથમ સંસૃષ્ટ પદ ગ્રહણ કર્યું છે તે છંદના ભંગના ભયથી ગ્રહણ કરેલ છે. પછી આ એષણાની શુદ્ધિ તથા આદિ શબ્દથી તપથી, સત્ત્વથી, એકત્વથી અને બળથી તુલના પાંચ પ્રકારે કહેલી
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy