SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૩૫૧ વિકુવને ભક્ષ્ય ભોજનનો થાળ લઈ આવી તેટલામાં તલ્લણ જ તે ભોજન કરવા પ્રવૃત્ત થયો એટલે તેની સ્ત્રીએ કહ્યું. પોતાના મુખથી લીધેલ પચ્ચકખાણને કેમ ભાંગો છો? આ તારા અસત્પ્રલાપથી સર્યું એમ જેટલામાં બોલે છે તેટલામાં દેવીએ તેને લપડાક મારી એટલે તેના બે ડોળા બહાર નીકળી ગયા. આ ઘણું અણઘટતું થયું એમ જલદીથી તે વિષાદ પામી. લોક મને જ દોષિત ઠરાવશે એમ ભાવના કરતી આ (શ્રાવિકા) શાસનદેવીને આશ્રયીને કાઉસ્સગ્નમાં રહી અને શાસનદેવી પ્રત્યક્ષ થઈ ત્યારે કહ્યું કેપ્રવચનનો દોષ ન થાય તેમ કરો. ત્યારે શાસનદેવીએ તત્ક્ષણ મરી રહેલા બકરાની આંખો જે હજુ સુધી સચિત્ત છે. તેને કાઢીને તેની આંખોમાં બેસાડી દીધી. પ્રભાતે લોક તેને બકરાની આંખવાળો જુએ છે ત્યારે વિસ્મય પામ્યો. ત્યારથી તે નગર એલગચ્છ તરીકે પ્રસિદ્ધ થયું. અને તે નગરમાં દશાર્ણકૂટ નામનો પર્વત છે જેની ટોંચથી સૂર્યનો માર્ગ ભેદાયો છે અને જેમ તે પર્વતનું નામ ગજાગ્રપદ થયું તેને તમે સાંભળો. (૧૪૮) એક વખત વીર જિનેશ્વર વિહાર કરતા તે નગરમાં પધાર્યા ત્યારે દેવોએ જીવોને શરણભૂત એવા સમોવસરણનું નિર્માણ કર્યું. વીર ભગવાનની પ્રવૃત્તિ જણાવવા નિયુક્ત કરાયેલા પુરુષોએ નગરમાં દશાર્ણકૂટ ઉપર દશાર્ણભદ્ર રાજાને વધામણી આપી. જેમકે– ભગવત્ (રાજન) ! સર્વશઠભાવથી મુકાયેલા અર્થાત્ વીતરાગ, સુદઢ-રૂઢ થયો છે પ્રૌઢ યશ જેનો એવા વીપ્રભુ સમોવસર્યા છે. તેઓને પારિતોષિક દાન આપીને વિચારે છે કે સુરાસુરને વંદનીય એવા વીરને મારે એવી રીતે વંદન કરવા, જેવી રીતે પૂર્વે કોઈએ ક્યારેય પણ વંદન ન ક્યું હોય. ઉદ્ઘોષણાપૂર્વક નગરલોક આજ્ઞા કરાયો તથા ચતુરંગ સેના તથા અંતઃપુર જણાવાયા કે સર્વઋદ્ધિથી જિનનાથને વંદન કરવું. તેઓ સર્વ વંદન માટે તૈયાર થયા ત્યારે તેણે સ્નાન કરી સર્વાલંકારો ધારણ કર્યા અને હિમાલય પર્વત જેવા ઊંચા હાથી ઉપર આરૂઢ થયો. શ્વેત છત્રથી ઢંકાયેલું છે આકાશ જેના ઉપર, હિમકણ અને રજત સમાન ઉજ્જવળ ચાર ચામરોથી વીંઝાતું છે શરીર જેનું, ગરુડ, મૃગરાજ (સિંહ) ગજ-શરમના ચિત્રોથી યુક્ત સેંકડો ધ્વજાઓથી શોભતો છે અગ્રમાર્ગ જેનો, હજારો ભાટ ચારણોથી ગવાતો છે હરહાસ ઘાસના સમાન ઉજ્વળ યશ જેનો, વાજિંત્રોના નાદથી પરિપૂર્ણ કરાયો છે દિશાઓનો અંત અને આકાશતળનો વિસ્તાર જેની આગળ, પ્રલયકાળના પવનથી સંક્ષોભિત કરાયેલા સમુદ્રના પાણીનું અનુકરણ કરનાર નગરના પરિજનો વડે સર્વાદરથી અનુસરાતો છે માર્ગ જેનો એવો તે ભાગ્યશાળી દશાર્ણભદ્ર રાજા નગરમાંથી વંદન કરવા માટે લીલાથી નીકળે છે ત્યારે છે તેના
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy