SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૩૩૯ અનુચિત હોય તો નિષ્ફળ ચેષ્ટારૂપ દોષ થાય, અર્થાત્ તેમાં સફળતા ન મળે એ દોષ છે. કારણકે મહાપુરુષો જેમાં સફળતા મળે તેવા પ્રારંભને શ્રેષ્ઠ માનનારા હોય છે. આ વિષે- શક્તિ હોય તો ઉચિત પ્રવૃત્તિથી પ્રયત્ન કરવો જોઇએ એવો ઉપદેશ આપવાના વિષયમાં. કાળને આશ્રયીને જેમાં જિનકલ્પની પરિપૂર્ણ આરાધના કરવાને યોગ્ય જીવોનો વિચ્છેદ થયો છે તેવા દુષમકાળને આશ્રયીને. તાત્પર્યાર્થશક્તિ હોય તો તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવોથી બાધિત ન થાય તેવી પ્રવૃત્તિથી (ચારિત્રની આરાધનામાં) પ્રયત્ન કરવો જોઇએ. જો શક્તિથી ઉપરવટ થઈને અને દ્રવ્યાદિથી બાધિત થાય તેવી રીતે ચારિત્રની આરાધનામાં) પ્રયત્ન કરવામાં આવે તો તેમાં સફળતા ન મળે. મહાપુરુષો જેમાં સફળતા મળે તેવા પ્રારંભને જ શ્રેષ્ઠ માનનારા હોય છે. શક્તિ હોય તો ઉચિત પ્રવૃત્તિથી પ્રયત્ન કરવો જોઈએ એ વિષે આર્ય મહાગિરિસૂરિ અને આર્યસુહસ્તિસૂરિનું દૃષ્ટાંત છે. (૨૦૦૧) एतयोरेव वक्तव्यतां संगृह्णन्नाहपाडलिपुत्ति महागिरि, अजसुहत्थी य सेट्टिवसुभूती । वइदिस उज्जेणीए, जियपडिमा एलगच्छं च ॥२०२॥ पाटलिपुत्रे नगरे 'महागिरि अजसुहत्थि' त्ति आर्यमहागिरिरार्यसुहस्ती च द्वावाचार्यों कदाचिद् विहारं चक्रतुः। तत्र श्रेष्ठी वसुभूतिरार्यसुहस्तिना सम्बोधितः ततो वइदिस'त्ति अवन्ती विषये उज्जयिन्यां 'जियपडिम' त्ति जीवत्स्वामिकप्रतिमाया वर्द्धमानजिनसम्बन्धिन्या वन्दनार्थं गतौ । तत एलकाक्षं च दशार्णभद्रापरनामकं गतौ ॥२०२॥ - આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ એ બેની વ્યક્તવ્યતાનો સંગ્રહ કરતા કહે છે, અર્થાત્ આ બંને મહાપુરુષોના કથાનક જણાવે છે– ગાથાર્થ– પાટલિપુત્ર નગર આર્યમહાગિરિસૂરિ અને આર્યસુહસ્તિસૂરિ તથા શ્રેષ્ઠી વસુભૂતી અવંતિદેશ ઉજ્જૈની નગરી જીવિતસ્વામી પ્રતિમા અને એલગચ્છ નગર. (૨૦૨) ટીકાર્થ– આર્યમહાગિરિસૂરિ અને આર્યસુહસ્તિસૂરિ એ બંને આચાર્યોએ ક્યારેક પાટલીપુત્ર નગરમાં વિહાર કર્યો. ત્યાં શ્રેષ્ઠીવસુભૂતિ આર્ય સુહસ્તિસૂરિ વડે પ્રતિબોધ કરાયા. ત્યાંથી અવંતિદેશમાં જીવિતસ્વામી (વર્ધમાન સ્વામી) ની પ્રતિમાને વંદન કરવા માટે ગયા. ત્યાર પછી એલકાક્ષ નામના (જેનું બીજું નામ દશાર્ણભદ્ર છે) નગરમાં ગયા. (૨૦૨)
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy