SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ ઉપદેશપદ : ભાગ-૧ શિષ્યોને સૂત્ર-અર્થ આપવામાં થાકતા ન હતા. સંઘ વગેરેના કાર્યોરૂપ ભારને પાર પમાડવામાં વૃષભ સમાન હતા, તેમના દીક્ષિત બનેલા બીજા બંધુ હતાં, કે જે વિશિષ્ટ શ્રુતથી રહિત હતા, બેસવું, ઊંઘવું વગેરે ઇચ્છા મુજબ કરતા હતા, સ્વાર્થમાં તત્પર હતા. એક વખત તે આચાર્ય કોઈ કાર્ય કરી થાકી ગયા. પણ મુગ્ધબુદ્ધિ શિષ્યોએ આચાર્ય થાકી ગયા છે માટે હમણાં વાચના નહિ લેવી જોઈએ એ અવસરને જોયા વિના (ઓળખ્યા વિના) તેમની પાસે વાચના લીધી. ખૂબ જ થાકના કારણે વાચના આપવાને અસમર્થ હોવા છતાં શિષ્યોએ વાંચના લેવાથી આચાર્ય ખિન્ન બની ગયા. ખિન્ન બનેલા તેમણે વિચાર્યું કે- આ મારા ભાઈ ધન્ય છે, પુણ્યવાન છે. કારણ કે એ ગુણરહિત છે, એથી કોઈ જાતની પરાધીનતા વિના સુખપૂર્વક સૂઈ શકે છે. પણ હું અધન્ય છું. કારણ કે મારા પોતાના જ ગુણોએ મને પરાધીન બનાવી દીધો છે. આથી હું સુખે રહી શકતો નથી. તેમણે આવી વિચારણા કરીને જ્ઞાનની અવજ્ઞા કરવાથી ઘોર જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું. અશુભ વિચારણાની આલોચના કર્યા વિના મરીને દેવલોકમાં ગયા. ત્યાંથી ચવીને કોઇક સ્થળે સારા કુળમાં જન્મ પામ્યા. સમય જતાં સાધુનો સંપર્ક થવાથી જૈનધર્મ પામ્યા. સુગુરુની પાસે વૈરાગ્યથી દીક્ષા લીધી. પછી આચાર્ય મહારાજ પાસે સામાયિક શ્રુત ભણવાનું શરૂ કર્યું. પણ પૂર્વભવમાં બાંધેલું જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવવાથી એક પદ પણ ભણી શકતા નથી. શ્રુતજ્ઞાન ઉપર બહુમાન હોવા છતાં અને નિરંતર ભણવા છતાં એક પદ પણ યાદ રહેતું નથી. આથી આચાર્ય મહારાજે તે તપસ્વી સાધુને ભણવામાં (-કંઠસ્થ કરવામાં) અસમર્થ જાણીને મા ૪ષ્ય માં તુર્થ “રાગ અને દ્વેષ ન કર” એ પ્રમાણે સંક્ષેપમાં સામાયિક શ્રુતનો અર્થ કહીને મ ખ્ય મા તુ એ પ્રમાણે કંઠસ્થ કરવાનું કહ્યું. આથી તે મુનિ ભક્તિપૂર્વક મોટેથી ગોખવા લાગ્યા. પણ તેમાં પણ ભૂલી જાય છે. ઘણા પ્રયતથી તેને યાદ કરે. યાદ આવે એટલે આનંદમાં આવીને ગોખવા લાગે. આમ છતાં મા મા તુષ્ય ના બદલે માપ તુષ એમ ગોખવા લાગે. દરરોજ માપ તુષ એમ ગોખવાથી રમતિયાળ છોકરાઓએ તેમનું “માષતુષ” એવું નામ પાડી દીધું. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી માપતુષ એ પણ ભૂલી જાય ત્યારે ગોખવાનું બંધ કરીને શૂન્ય ચિત્તે બેસી રહેતા. તેમને આ રીતે બેઠેલા જોઇને બાળકો હસીને અહો ! આ માપતુષ મુનિ મૌન પણે બેઠા છે એમ બોલતા. આથી તે મુનિ બાળકોએ મને યાદ કરાવ્યું તે સારું કર્યું એમ માનતા. યાદ કરાવવા બદલ બાળકોનો ઉપકાર માની ફરી માષતુષ એ પ્રમાણે ગોખવાનું શરૂ કરી દેતા. તેમને માપ તુષ એમ ખોટું બોલતા સાંભળીને સાધુઓ આદરથી મા રુ માં સુષ્ય એમ ગોખો એ પ્રમાણે શીખવાડતા હતા.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy