SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ ઉપદેશપદ : ભાગ-૧ ઉપાડીને જ્યાં બીજો કોઈ ન જુએ ત્યાં લઈ જઈને તારે હણવો. આ પ્રમાણે પરીક્ષા કરવાથી વેદના અર્થને સાંભળવાની કોની યોગ્યતા છે તે નક્કી થઈ શકે પછી તે પ્રમાણે આ ગુરુનું વચન અલંઘનીય છે એમ માનતા તેણે બકરાને લીધો અને નિર્જન શેરીના નાકે જઈને જેટલામાં હણ્યો તેટલામાં પર્વતક લાક્ષારસથી સર્વીગે લેપાયો. આને (લાક્ષારસને) લોહી માનીને સ્નાન કર્યું. વસ્ત્ર સહિત સરોવરે જઈને પિતાને નિવેદન કર્યું જણાવ્યું). પિતાએ તેને પુછ્યું. તેં આને કેવી રીતે હણ્યો ? કારણ કે સર્વત્ર સંચરતા ભગ દેવો અને આકાશમાં રહેલા તારાઓ આને જુએ છે. તું જ પોતે આને જોતો કેવી રીતે બોલે છે કે કોઈ વડે નહીં જોવાતો આ મારા વડે હણાયો. અહો ! તારી મહામૂઢતા કેવી છે? (૧૬) ત્યાર પછી વદ ચૌદશ આવી એટલે નારદને કહ્યું કે હે ભદ્રક! તારે પણ આ રીતે જ હણવો. ગુરુના વચન ઉપર બહુમાન ધરાવતો તે જંગલ દેવકુળાદિમાં જે જે સ્થાનોમાં જાય છે તે તે સ્થળોમાં વનસ્પતિ-દેવો આદિને જુએ છે. આ પ્રમાણે તેણે વિચાર્યું કે કોઇના વડે ન દેખાય એવું કોઈ સ્થાન નથી. તેથી ખરેખર આ અવધ્ય છે એવી ગુરુની આજ્ઞા છે. આવીને તેણે પોતાની સર્વ પરિણતિ ગુરુને જણાવી. તેની શ્રુતને ઉચિત પ્રજ્ઞાથી સંતોષ પામ્યા અને તેણે કહ્યું: બોલેલા અર્થને પશુઓ પણ સમજે છે, પ્રેરણા ન કરાયા હોય તો પણ ઘોડા અને હાથીઓ ભાર વહન કરે છે. પંડિત જન નહીં કહેવાયેલા અર્થને જાણે છે, કારણ કે બુદ્ધિઓ પરના ઇંગિત ઉપરથી જ્ઞાનના કાર્યને કરનારી છે. આ પ્રમાણે કહીને પછી કહ્યું કે તારે આ રહસ્ય કોઈને ન કહેવું, કારણ કે મૂઢ જીવો કહેલા પણ તત્ત્વપદની શ્રદ્ધા કરતા નથી. આ પ્રમાણે તે ગુરુએ અતિવિશેષથી જાણ્યું અને પુત્રને ભણાવવાનો નિષેધ કર્યો. બીજો નારદ ઉચિત પ્રજ્ઞાવાળો હોવાથી વેદ ભણવા અનુજ્ઞા અપાયો. ગાથા અક્ષરાર્થ– વેદના રહસ્યને ભણાવવામાં શંકા ઉત્પન્ન થયેલ અધ્યાપકે બંને છાત્રોની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તે પરીક્ષા તેમણે યુક્તિથી કરી એટલે કે તેને એક બકરાનું પુતળું આપી કહ્યું કે જ્યાં કોઈપણ ન જુએ ત્યાં તારે હણવો, આવી અધ્યાપકની ઉપદેશરૂપ ગુરુ આજ્ઞા છે. તેથી ગુરુ આજ્ઞા અલ્લંઘનીય હોવાથી તારે તેને પાર પાડવી જોઈએ. એમ બંને શિષ્યોને જણાવ્યું. (૧૬૯) લોકોની અવરજવર જ્યાં થતી હોય તે પ્રસર અને અવર જવર ન થતી હોય ત્યાં અપ્રસર અને આવો જે પ્રદેશ હોય ત્યાં શેરીના નાકું વગેરે ઉપર જઈ પર્વતકે ભાવથી (નિર્દયતાથી) બકરાને માર્યો. સર્વને અપ્રત્યક્ષ વધનો અસંભવ હોવાથી ગુરુના વચનનો અર્થ વધનો નિષેધ સૂચવે છે એમ બીજા નારદે જાણ્યું. આ હેતુથી તેણે સર્વથા બકરાને ન હણ્યો. (૧૭૦)
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy