SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૨૮૩ ઉત્તર- શુદ્ધ કર્મપરિણામનું કારણ તેવા પ્રકારના પુરુષાર્થથી યુક્ત તથાભવ્યત્વ છે. ભવ્યત્વ એટલે મોક્ષગમનની યોગ્યતા. ભવ્યત્વ એ જીવનો અનાદિ પારિણામિક ભાવ છે. (દરેક ભવ્ય જીવમાં ભવ્યત્વ=મોક્ષગમનની યોગ્યતા હોવા છતાં સમાન એક જ સરખી નથી હોતી. દરેક જીવમાં યોગ્યતા ભિન્ન-ભિન્ન હોય છે. દરેક જીવની વ્યક્તિગત યોગ્યતા જુદી જુદી હોય છે. દરેક જીવની મોક્ષ પામવાની વ્યકિતગત યોગ્યતા એટલે જ તથાભવ્યત્વ. દરેક જીવની મોક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા જુદી જુદી હોવાથી દરેકનું તથાભવ્યત્વ પણ જુદું જુદું હોય છે. આથી જ ટીકાકાર કહે છે કે, વિચિત્ર ભવ્યત્વ જ તથાભવ્યત્વ છે. આ તથાભવ્યત્વ દ્રવ્ય-ક્ષેત્ર આદિના ભેદથી જીવોના બીજાધાન આદિનું કારણ છે. તેવા પ્રકારના પુરુષાર્થની યુક્ત– અહીં તેવા પ્રકારનો એટલે અનંતર અને પરંપર આદિ ભેટવાળા ફલનો હેતુ. જીવ તેવા પ્રકારનો પુરુષાર્થ કરે છે કે જેથી તે પુરુષાર્થથી તેને અનંતર અને પરંપર એમ બે પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે. રાગાદિ દોષોની હાનિ વગેરે અનંતર ફળની અને સ્વર્ગાદિની પ્રાપ્તિ રૂપ પરંપર ફળની પ્રાપ્તિ થાય છે. માટે ટીકામાં તરોડનન્તરપરમ્પરાત્રિમાહિaહેતુર્થ એમ જણાવ્યું છે. (આદિ શબ્દથી આ ભવ સંબંધી અને પરભવસંબંધી ફળની પ્રાપ્તિ સમજવી.) પુરુષાર્થ એટલે જીવનો વર્ષોલ્લાસ. જીવનો વર્ષોલ્લાસ ચરમ પુદ્ગલ પરાવર્તમાં પ્રગટ છે. બધાય ભવ્યોનું તથાભવ્યત્વ છે જ. પણ તેવા પ્રકારના પુરુષાર્થથી રહિત તે પ્રસ્તુત કર્મપરિણામનું કારણ થતું નથી. માટે પ્રસ્તુતમાં તથાભવ્યત્વનું “તેવા પ્રકારના પુરુષાર્થથી યુક્ત” એવું વિશેષણ ગ્રહણ કર્યું છે. (૧૬૩) ननु कथमित्थं अनेककारणा बुद्धिर्जाता इत्याशङ्कय सर्वमेव कार्यमनेककालादिकारणजन्यमिति दर्शयन्नाह कालो सहावनियई, पुव्वकयं पुरिसकारणेगंता । मिच्छत्तं ते चेव उ, समासओ होंति सम्मत्तं ॥१६४॥ ૧. ગીવમવ્યાખવ્યત્વાલીનિ (તત્ત્વાર્થ. ૨-૭). ૨. બીજાધાન એટલે યોગબીજોનું ગ્રહણ કરવું. (યોગબીજના વિશેષબોધ માટે યોગદષ્ટિ સમુચ્ચય ગાથા ૨૨ વગેરે જુઓ.) કોઈ જીવ તીર્થંકરનું નિમિત્ત પામીને, કોઈ જીવ આચાર્યનું નિમિત્ત પામીને યોગબીજોને ગ્રહણ કરે છે. આ દ્રવ્યભેદ છે. કોઈ જીવ ભરતક્ષેત્રમાં તો કોઈ જીવ મહાવિદેહ ક્ષેત્રમાં યોગબીજોને ગ્રહણ કરે છે. આ ક્ષેત્ર ભેદ છે. કોઈ જીવ અવસર્પિણીમાં તો કોઈ જીવ ઉત્સર્પિણીમાં યોગબીજોને પામે છે. આ કાલભેદ છે. આવા ભેદનું કારણ તથાભવ્યત્વ છે.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy