SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૨ લાઘવનો વિચાર કરીને જેમ બને તેમ ઓછો દોષ સેવવો પડે તેવી સાવધાનીથી જે પ્રવૃત્તિ થાય તે યતના છે. આવી પ્રવૃત્તિથી પરિમિત દોષ સેવવા દ્વારા અપરિમિત દોષ સેવનરૂપ ઘણી અસ–વૃત્તિનું નિવારણ થઈ જાય, અને સમ્યગ્દર્શનાદિની આરાધના અટકી ન પડે પ્રશ્ન- અમુક પ્રકારના દ્રવ્યાદિમાં અમુક રીતે વર્તવું જોઈએ, અને અમુક પ્રકારના દ્રવ્યાદિમાં અમુક રીતે વર્તવું જોઈએ એમ કેવી રીતે જાણી શકાય ? ઉત્તર- રત્નશાસ્ત્રને જાણનારા રત્ન વેપારીઓ રત્નમાં રહેલી વિશેષતાઓને સારી રીતે જાણી લે છે, અને પછી તે જ પ્રમાણે તેનું મૂલ્ય નક્કી કરે છે. તે જ રીતે સર્વજ્ઞ વચનના અનુસાર વ્યવહાર કરતા ગીતાર્થો પણ વિષમ અવસ્થાને પામેલા હોય તો પણ સેવવા યોગ્ય દ્રવ્યાદિની વિશેષતાઓને જાણી શકે છે અને વર્તમાન સંયોગોમાં આ પ્રમાણે વર્તન કરવાથી સમ્યગ્દર્શનનાદિની વૃદ્ધિ થશે એવો નિર્ણય કરી શકે છે. ઉત્સર્ગ માર્ગે ચાલી શકાય તેવા દ્રવ્યાદિ છે માટે ઉત્સર્ગ માર્ગે ચાલવું જોઈએ, ઉત્સર્ગ માર્ગે ચાલી શકાય તેવા દ્રવ્યાદિ નથી માટે અપવાદ માર્ગે ચાલવું જરૂરી છે. ઈત્યાદિ નિર્ણય કરી શકે છે. માટે જ તીર્થકરોએ માસકલ્પ વિહાર વગેરે જે જે કરવાનું કહ્યું છે તે તે “કરવું જ” એવી એકાતે આજ્ઞા નથી કરી, અશુદ્ધ ભિક્ષા વગેરે જેનો જેનો નિષેધ કર્યો છે તે તે “ન જ કરવું” એમ એકાંતે નિષેધ કર્યો નથી, કિંતુ સમ્યગ્દર્શનાદિની આરાધનામાં અશઠ પરિણામવાળા (=સરળ) બનવું એવી આજ્ઞા કરી છે. (૭૬૯ થી ૭૭૯) ઉત્સર્ગ-અપવાદ જિનાજ્ઞાના પાલનમાં ધર્મ છે એમ પૂર્વે અનેકવાર કહ્યું છે. આજ્ઞાનું યથાર્થ પાલન થાય એ માટે બુદ્ધિશાળી પુરુષે ઉત્સર્ગ-અપવાદના યથાસ્થિત સ્વરૂપને જાણવામાં સૂત્રાનુસાર નયનિપુણ પ્રયત્ન કરવો જોઈએ. સામાન્યથી કહેલો વિધિ ઉત્સર્ગ છે. વિશેષથી કહેલો વિધિ અપવાદ છે. સઘળા નયોને માન્ય હોય તેવું ઉત્સર્ગ-અપવાદનું એક જ તાત્વિક સ્વરૂપ આ પ્રમાણે છે - ઉત્સર્ગરૂપ કે અપવાદરૂપ જે અનુષ્ઠાનના આસેવનથી દોષોનો નિરોધ થાય અને પૂર્વકર્મોનો ક્ષય થાય તે મોક્ષનો ઉપાય છે. જેનાથી રોગની શાંતિ થાય તે ઔષધ આરોગ્યનો ઉપાય છે. પર્વત વગેરે ઊંચી વસ્તુની અપેક્ષાએ ભૂતલ વગેરે વસ્તુ નીચી છે, અને ભૂતલ વગેરે નીચી વસ્તુની અપેક્ષાએ પર્વત વગેરે વસ્તુ ઊંચી છે. તે જ રીતે ઉત્સર્ગની અપેક્ષાએ અપવાદ છે અને અપવાદની અપેક્ષાએ ઉત્સર્ગ છે. આથી જેટલા ઉત્સર્ગ છે તેટલા જ અપવાદ છે અને જેટલા અપવાદ છે તેટલા જ ઉત્સર્ગ છે. આમ ઉત્સર્ગ-અપવાદની સંખ્યા સમાન છે. અનુકૂળ દ્રવ્યાદિથી યુક્ત સાધુનું જે ઉચિત અનુષ્ઠાન
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy