SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ ઉપદેશપદ : ભાગ-૧ રહ્યો છો? તમે મારી સાથે દરરોજ મહેલમાં વિલાસ કેમ નથી કરતા? તમારા થોડા વિરહમાં પણ હે નાથ ! મારા પ્રાણો ઊડી જશે. તેથી ચાલો સાથે જ જઇએ અને દૂર દેશાવરોમાં રહેલા તીર્થોને વાંદીએ, આમ કરવાથી પણ તમારા અને મારા પણ સમસ્ત પાપો નાશ પામશે. મહેલમાં પાંચ ઈન્દ્રિયોના વિષયોના સુખો ભોગવશું. હે નાથ ! અહીં કોઈક રીતે જીવાશે, અર્થાત્ અહીં મહામુશ્કેલીથી જીવાશે. આ પ્રમાણે તેણીએ વિકાર સહિત મધુર વચનોથી હ્યું ત્યારે તે ક્ષોભિત થયેલો, ધૃતિને છોડીને પ્રવ્રજ્યાને છોડે છે. અત્યંત હર્ષિત મનવાળી તે વેશ્યા તેને લઈને રાજા પાસે આવી અને અશોકચંદ્રના પગમાં પડી વિનવે છે કે હે દેવ ! આ તે કૂલવાલક મુનિ મારા પ્રાણનાથ છે, આમની પાસે જે કરાવવા યોગ્ય હોય તે કરાવી શકાશે તેને આદેશ આપો. રાજાએ કહ્યું: હે ભદ્રક ! તેવી રીતે કરે જેથી આ નગરી ભાંગે. તે રાજાનું વચન સ્વીકારે છે અને ત્રિદંડીનો વેશ કરી નગરમાં પ્રવેશે છે અને સુંદર મુનિસુવ્રત સ્વામીના સ્તૂપને જોઈને વિચારે છે કે આ સ્તૂપના પ્રભાવથી આ નગરી ભાંગતી નથી તેથી હું તેવો ઉપાય કરું જેથી આ નગરવાસી મનુષ્યો આને ખોદીને દૂર કરે. આ પ્રમાણે વિચારીને તેણે કહ્યું: અરે ! લોકો જો આ સૂપને ઉખેડી નાખશો તો જલદી જ પરચક્ર સ્વદેશમાં જશે નહીંતર નગરીનો ઘેરો યાવજીવ સુધી નહીં હટે. રાજા પણ સંકેત કરાયો કે સૂપ ઉખેડી નંખાયે છતે તારે પણ પોતાનું સર્વ સૈન્ય લઈને પાછું ચાલ્યું જવું. હવે લોકે કહ્યું: હે ભગવન્! આની શું ખાત્રી છે? તેણે કહ્યું: પ થોડુંક કાઢશો કે તુરત જો પરચક્ર પાછું ફરવા માંડે તો તમારે સમજવું કે નગરી ઉપરનો ઘેરો સૂપને કારણે છે. આમ કહેવાય છતે લોકોએ સ્તૂપના શિખરનો અગ્રભાગ તોડવો શરૂ કર્યો. પાછા ફરતા શત્રુ સૈન્યને જોઈ વિશ્વાસ થયેથી સંપૂર્ણ સ્તૂપને કાઢી નાખ્યું. પાછા વળીને રાજાએ નગરી ભાંગી ત્યારે લોક વિડંબના પામ્યો. ચેટક રાજા જિનપ્રતિમા સ્વીકારીને (= લઈને) કૂવામાં પડ્યા. કૂલવાલક મુનિની આ પરિણામિક બુદ્ધિ દુર્ગતિમાં પડવાના ફળવાળી જ થઈ, જે સ્તૂપ ઉખેડવાના બાનાથી તે સુંદર નગરી નાશ કરાઈ. ગાથાક્ષરાર્થ– “તૂપેન્દ્ર’ એ પ્રમાણે દ્વારપરામર્શ છે. તે સ્તૂપ મુનિસુવ્રત સ્વામી ભગવાનનું છે જે બીજા સ્તૂપોની અપેક્ષાએ પ્રધાન (મુખ્ય) છે. અહીં ઉદાહરણ એક જ છે પણ બે નથી. કેવી રીતે ? કૂલવાલક નામનો પ્રત્યેનીક ક્ષુલ્લક હતો. આચાર્ય ગુરુએ આક્રોશ કર્યો ત્યારે તે તાપસ આશ્રમમાં ગયો. ત્યાર પછી વેશ્યા વડે સેવા કરાતા તેને કામરાગ ઉત્પન્ન થયો અને તે વેશ્યાને વશ થયો અને ક્રમથી તેના વડે વૈશાલી નગરી નાશ કરાઈ. (૧૪૯). आईसद्दा सुमती, अंधल निवमंतिमग्गणा सवणं । आहवणं वोरस्सेकन्ना माणादि वणियसुते ॥१५०॥
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy