SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૨૬૫ ફરી પ્રેરણા કરતો નથી. વિકાળકાળે તે ક્ષેપક બાકીના અપરાધોની આલોચના કરીને જેટલામાં બેઠો એટલામાં ક્ષુલ્લકે કહ્યું: પ્રમાદથી તારા વડે જે દેડકી હણાઈ છે તેને શું તું ભૂલી ગયો ? તે વખતે અત્યંત ક્રોધે ભરાયેલો ક્ષમક “આવું બોલતા ક્ષુલ્લકને હું મારું” એમ વિચારણા કરીને મારવા માટે ઊભો થયો અને અતિતીક્ષ્ણ ધારવાળા થાંભલાની સાથે તેનું માથું ભટકાયું. અશુભ ધ્યાનની પ્રધાનતામાં મર્યો. વ્રતોની વિરાધના થયે છતે જ્યોતિષ દેવોમાં ઉત્પન્ન થયો, ત્યાંથી Aવીને કણખલ પ્રદેશમાં પાંચશો તાપસીના કુલપતિની તાપસી પત્નીના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયો. ક્રમથી જન્મ થયો અને અતિક્રોધી સ્વભાવ હોવાના કારણે તેનું નામ કૌશિક પાડ્યું. બીજા પણ કૌશિક નામના ઘણાં મુનિઓ તે આશ્રમમાં છે તેથી તાપસોએ તેનું નામ ચંડકૌશિક પાડ્યું. કાળક્રમથી તે પણ કુલપતિપદ પર સ્થપાયો. આશ્રમના વનખંડમાં અત્યંત મૂચ્છિર્ત થયો. તાપસોને ફળફૂલાદિ લેવા દેતો નથી. ફળફૂલને નહીં મેળવતા તાપસો દશે દિશામાં ચાલ્યા ગયા અને જે કોઈ ગોવાળીયા વગેરે ત્યાં હતા તેઓને પણ મારીને દૂર કાઢે છે, જેઓ ફરી પાસે આવતા નથી. (૧૬) નજીકમાં શ્વેતાંબિકા નામની નગરી છે. ચંડકૌશિક આશ્રમમાં ન હતો ત્યારે ચંડકૌશિક પર રોષે ભરાયેલા ચિત્તવાળા રાજપુત્રો ત્યાં આવીને ઉદ્યાનને ભાંગ્યો. તે વખતે ચંડકૌશિક ઉદ્યાનની વાડ કરવા માટે કાંટા લેવા વનમાં ગયો હતો. ગોવાળીયાઓએ તેને આ ખબર આપી એટલે ક્રોધી થયો. કાંટાઓને છોડીને હાથમાં કુહાડો લઈ રોષથી ધમધમતો કુમારો તરફ દોડ્યો. યમ જેવા આકારવાળા તેને જોઈને સંતુષ્ટ મનવાળા રાજપુત્રો અતિવેગથી પલાયન થયા. હાથમાં કુહાડો લઈ ભાનભૂલો બનેલો ખાડામાં પડ્યો અને તે કુહાડો પોતાના માથા પર પડ્યો, માથાના બે ભાગ થયા અને તે જ વનખંડમાં દૃષ્ટિવિષ સાપ થયો. રોષથી અને લોભથી તે વૃક્ષોનું સતત રક્ષણ કરે છે અને જે કોઈ તાપસો ત્યાં હતા તેઓને બાળી નાખ્યાં. જે બીજા કોઈ હતા તેઓ પ્રાણ લઈને નાસી ગયા, તે પણ દિવસમાં ત્રણ સંધ્યાએ વનમાં ફરે છે અને ત્યાં જે કોઈ પણ પક્ષી આવે છે તેને દૃષ્ટિવિષરૂપી અગ્નિ ફેંકી ક્ષણથી બાળે છે. (૨૪). શ્રામસ્યપણાનો સ્વીકાર કર્યા પછી બીજા વરસે ભગવાન મહાવીર ઉત્તરવાચાલના મધ્યદેશમાં કણખલવનમાં આવ્યા. જગતના સર્વ જીવો વિષે કરુણા કરવામાં એક માત્ર તત્પર મનવાળા એવા મહાભાગ તેને બોધ પમાડવા માટે યક્ષમંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા. પછી દઢ ક્રોધભાવને ધારણ કરતા તેણે ભગવાનને જોયા. આ સર્વ વન મારું છે એમ તું નથી જાણતો ? સૂર્યને જોઈને સ્વામી ઉપર દૃષ્ટિ ફેંકે છે પછી જુએ છે કે હજુ બળતો નથી. પછી ત્રણવાર જોઇને ગુસ્સે થયેલો ત્યાં જ (પાસે જઈ જઈને સુદઢ-દાઢના વિષથી આકુલ ભગવાનના અંગમાં ડંસ મારે છે. આ મારા ઉપર ન પડે એમ માની પાછો સરકે છે. એ પ્રમાણે ત્રણવાર સે છે. એટલામાં ભગવાનને કિંઈ પણ થતું નથી તેટલામાં તીવ્ર આક્રોશના વશથી જિનેશ્વરને જોવા લાગ્યો. જગબાંધવ જગતના ગુરુનું શરીર અમૃતમય હોવાને કારણે પ્રભુના રૂપને જોતા ચંડકૌશિકની ઝેરવાળી
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy