SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૩ ઉપદેશપદ : ભાગ-૧ રૂપ લક્ષણના અભાવથી બંનેનું ભેદજ્ઞાન થયું. (૧૪૫) આમળું’ એ પ્રમાણે દ્વારપરામર્શ છે. કોઈક કુશલમતિવાળો કોઈક રાજસભાદિમાં કૃત્રિમ આમળાને લઈ આવ્યો. અત્યારે આમળાનો અકાલ છે એમ જાણી સભાલોક તર્કિત ચિત્તવાળો થયો. અહો ! અત્યારે આ આમળું કેવી રીતે ઉત્પન્ન થયું? પછી કોઈક એક પુરુષ તેની પરીક્ષા કરવા લાગ્યો. કેવી રીતે પરીક્ષા કરવા લાગ્યો? તે જણાવે છે– અત્યારે શિયાળાનો કાળ ચાલે છે અને શિયાળામાં આ આમળું ઉત્પન્ન થયું છે. તેથી અત્યારે આમળાને ઉત્પન્ન થવાનો કાળ નથી. પછી સ્વાભાવિક જુના આમળા સાથે નવા આમળાની સરખામણી કરી. સ્થિર ચિત્તથી વિચારણા કરી. તેનાથી જાતિ (સ્વભાવિક) આમળામાં જે રૂપ-રસ-ગંધ અને સ્પર્શરૂપ ચિહ્નો હતા તે નવા આમળામાં ન દેખાયા તેથી નક્કી કર્યું કે આ કૃત્રિમ આમળું છે. ભેદપારખુ નિપુણમતિઓ ભેદને જાણે છે. અહીં કહ્યું છે કે- પાંદડા અને ફૂલોના આકારો તે જ છે તથા ફળોના આકારો તે જ છે છતાં રસાસ્વાદમાં જે ભેદ પડે છે તે માવજત, ભૂમિના દળ અને જાત ઉપર આધાર રાખે છે. मणि पन्नग वच्छाओ, कूवे जलवन्न डिंभ थेरकहा । उत्तारणपयईए, णाणं गहणं च णीतीए ॥१४६॥ मणिरिति द्वारपरामर्शः । तत्र क्वचित् प्रदेशे 'पण्णग' त्ति सर्पः 'वच्छाओ' त्ति वृक्षाद् वृक्षमारुह्येत्यर्थः पक्षिणामण्डकानि भक्षयति । अन्यदा च गृध्रेण स नीडारूढो हतः । तस्य मणिस्तत्रैव नीडे पतितः । तत् किरणैरधोवर्तिनि कूपे 'जलवन्न' त्ति जलस्य सलिलस्य वर्णो रक्तलक्षणो जातः । स च 'डिंभ' त्ति डिम्भकैरुपलब्धः । ततस्तैः स्थविरकथा वृद्धपुरुषनिवेदना कृता । तस्य च उत्तारणप्रकृतौ कूलस्योत्तारणे कृते प्रकृतौ स्वभाववर्णत्वे जाते ज्ञानमुपलम्भः संपन्नः, यदुत औपाधिकोऽयं वर्णो न स्वाभाविकः, ग्रहणं च उपादानं पुनर्मणे त्योपायेन कृतं तेनेति ॥१४६॥ ગાથાર્થ– મણિ, સાપ, વૃક્ષ, ફૂલો, જળવર્ણ, બાળકો, સ્થવિર કથન, કૂવામાં ઉતરવું, સ્વભાવનું જ્ઞાન અને નીતિથી મણિની પ્રાપ્તિ. (૧૪૬) “મણિ' એ પ્રમાણે દ્વારપરામર્શ છે. તેમાં કોઈક પ્રદેશમાં સાપ એકવૃક્ષથી બીજા વૃક્ષ ઉપર ચડીને પક્ષીઓના ઇંડાનું ભક્ષણ કરે છે અને કોઈક વખત ગીધે માળામાં પ્રવેશેલા સાપને મારી નાખ્યો. સાપનો મણિ તે જ માળામાં પડ્યો. તેમાંથી નીકળતા કિરણોથી નીચે રહેલા કૂવામાં પાણીનો વર્ણ લાલ થયો. બાળકોએ કૂવાનું પાણી લાલવર્ણવાળું છે એમ જાણી વૃદ્ધને વાત કરી. તે વૃદ્ધ જ્યારે કૂવામાં ઊતર્યો ત્યારે તેને કૂવાના પાણીનો વર્ણ સ્વભાવિક છે કે કૃત્રિમ એવું જ્ઞાન
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy