SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૨૫૭ તમે તીર્થાધિપ હોતે છતે જો પ્રવચનની લઘુતા થાય છે તો બીજો કોણ પ્રવચનની ઉન્નતિને કરનારો થશે ? આ પ્રમાણે ઘણાં પ્રકારે વિનંતિ કરાયેલા વજસ્વામી તે જ સમયે નર્મદા નદીના દક્ષિણ કાંઠે આવેલી શ્રેષ્ઠ મહેશ્વરી નગરીમાં પહોંચ્યા. અને ત્યાં માલવદેશમાં હુતાશન ઘરમાં સુંદર ઉદ્યાનથી યુક્ત વ્યંતરનું મંદિર છે. તે ઉદ્યાનમાં સુગંધના સમૂહથી આકર્ષિત થયેલા ભમરા અને પતંગિયાના સમૂહોથી મૃદિત કરાયો છે મધ્યભાગ જેનો એવા પુષ્પોનો દરરોજ એક કુંભ થાય છે. સાઈઠ આઢક પ્રમાણ જઘન્ય કુંભ થાય છે, એંસી આઢક પ્રમાણ મધ્યમ કુંભ થાય છે અને સો આઢક પ્રમાણ ઉત્કૃષ્ટ કુંભ થાય છે. વજસ્વામીને જોઈને સંભ્રાંત થયેલ પિતાનો મિત્ર તડિત નામનો માળી અભુત્થાન કરતો કહે છે કે હે આર્ય ! આપ કયા કારણથી અહીં પધાર્યા? વજસ્વામી કહે છે- આ પુષ્પોનું પ્રયોજન છે. આ મને અનુગ્રહ થયો એમ સ્નેહપૂર્વક કહીને માળીએ ફૂલો ધર્યા. વજસ્વામી– જે રીતે ઉપયોગી બને તે રીતે તમે ગુંથો. અગ્નિના ધૂમાડાની અસરથી પ્રાયઃ અચિત્ત થયેલા ફૂલો લઈને પાછા ફર્યા. ત્યાર પછી વજસ્વામી લઘુહિમવંત પર્વત ઉપર પદ્મ સરોવરમાં લક્ષ્મી દેવીની પાસે પહોંચ્યા. તે સમયે દેવની પૂજા નિમિત્તે લક્ષ્મી દેવી પાસે આવેલું હજાર પાંદડીવાળું, અત્યંત સુગંધવાળું, છેદાયેલું એક શ્વેત કમળ જોયું. દેવી વડે વંદન કરાયેલા અને નિમંત્રણ કરાયેલા વજસ્વામી તે કમળને લઇને જલનઘરે (દવોના આવાસે) આવ્યા અને ત્યાં ઊંચી કરાયેલી હજારો ધ્વજાપતાકા યુક્ત, કિંકિણી (ઘુઘરી)ઓથી રમ્ય એવું દિવ્યવિમાન વિકુવ્યું અને અંદર સુંગધી પુષ્પોનો સમૂહ ભર્યો અને પોતાની ઉપર સીધુ મહાપદ્મ કમળ મૂકીને તે વજસ્વામી પ્રયાણ કરી ક્ષણથી પુરીદેશમાં આવ્યા. પછી આંખોને આનંદદાયક તેવા પ્રકારના કુતૂહલને જોઇને સંભ્રમિત થયેલ બૌદ્ધશ્રાવકો આ પ્રમાણે કહે છે. અમારા સેવક દેવો આ વિમાનને આદરથી લાવ્યા છે. પછી વાજિંત્રોના અવાજથી બહેરી કરાઈ છે દિશા જેઓ વડે એવા બૌદ્ધ શ્રાવકો અર્ધ્વને લેવા માટે કેટલામાં નગરમાંથી બહાર નીકળે છે અને લેવા ઇચ્છે છે તેટલામાં તેઓના વિહાર (= બૌદ્ધમંદિર)નું અતિક્રમણ કરીને અરિહંતના મંદિર (જિનમંદિર) પાસે પહોંચ્યું અને ત્યાં દેવોએ મહામહોત્સવ કર્યો તેના દર્શનથી લોક પ્રવચન ઉપર ઘણા બહુમાનવાળો થયો. રાજા પણ ઘણો ખુશ થઈ સુશ્રાવક થયો. આ વજસ્વામીની પારિણામિક બુદ્ધિ છે જે માતાને અનુકુળ ન થયા, કેમકે મારા તરફથી સંઘનું અપમાન ન થવું જોઈએ. અવંતિ નગરીમાં જે વૈક્રિયલબ્ધિનો લાભ થયો તે પાટલિપુત્રમાં પરિભવ ન થાય માટે ત્યાં વિદુર્થી. પુર્યાપુરીમાં અતિ અદ્ભૂત તીર્થની ઉદ્ભાવના થઈ અને આથી જ પરતીર્થિકોની માનની ગ્લાની થઈ તથા દશપુરમાં તોસલિપુત્ર આચાર્ય પાસે રક્ષિત દીક્ષા લીધી. શ્રીપાલપુરમાં જ્યારે જ આવ્યા ત્યારે ભિન્ન આવાસમાં રહીને રક્ષિતે નવપૂર્વે ૧. મૃદિત– મર્દન કરવું. ૨. છેદાયેલું- કમળના છોડ ઉપરથી કાપી લાવેલું. ૩. સીધુ એટલે ડીંટું નીચે અને પાંદડીઓ ઉપર.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy