SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૨૫૩ પૃથ્વીમંડળની અંદર વિસ્તરેલ છે. બે ભુજા પ્રસાર કરવા પૂર્વક, અર્થાત્ બાથ ભીડીને સર્વાંગથી આલિંગન કર્યું. પ્રાથૂર્ણકનો વિનયાદિ કાર્ય કરવા પૂર્વક તે મુનિઓએ સત્કાર કર્યો. ક્રમથી તે સંપૂર્ણ દસ પૂર્વે ભણ્યા. દૃષ્ટિવાદનો સૂત્ર-અર્થ અને ઉભયનો જ્યાં (= જેની પાસે) ઉદ્દેશો કરાય છે ત્યાં (તેની પાસે) જ અનુજ્ઞા કરાય છે એમ ક્રમ છે. પછી સિંહગિરિ શ્રી દશપુરનગરમાં આવ્યા અને વજ પણ દશપુર નગરમાં આવ્યા. હવે સિંહગિરિ ગુરુએ વજ્રને આચાર્યપદ ઉપર પ્રતિષ્ઠિત કરવાનું વિચાર્યું. પૂર્વના મિત્ર Ñભક દેવો કોઇક રીતે ત્યાં આવ્યા. તેઓએ (લ્ટુંભક દેવોએ) શ્રેષ્ઠ કલ્પવૃક્ષોના સુગંધિ પુષ્પોથી મહામહોત્સવ કર્યો. આચાર્યપદથી વિભૂષિત કરાયેલા વજ શરદઋતુના સૂર્યમંડળની જેમ અધિકતર સ્કુરાયમાન પ્રતાપવાળા થયા અને ભવિજીવરૂપી કમળને આનંદ આપનારા થયા. જોકે ચાતુર્માસને છોડીને વિહાર કરનાર સાધુ પોતાના ગુણો ક્યાંય બોલતા નથી. નહીં બોલવા છતાં પણ ગુણવાનો પોતાની પ્રકૃતિથી ઓળખાય જાય છે. વનનિકુંજમાં ગુપ્તપણે રહેલો વર્ષાકાળનો કદંબવૃક્ષ પોતાના ગંધથી આકર્ષાયેલ ભમરા અને મધમાખીઓથી પ્રગટ કરાય છે અથવા અગ્નિ ક્યાં બાળતો નથી ? અથવા લોકમાં ચંદ્ર ક્યાં પ્રગટ નથી ? અથવા શ્રેષ્ઠ લક્ષણને ધરનારા સત્પુરુષો ક્યાં પ્રગટ નથી થતા ? મરણ સમય આવે છતે વજસ્વામીને ગણ સોંપીને સિંહિગિર અનશન કરીને મહર્દિક દેવ થયા. પાંચસો મુનિઓથી પરિવરેલા ભગવાન વજસ્વામી પણ જ્યાં વિહાર કરે છે ત્યાં સર્વ સજ્જન પુરુષોનાં મનમાં આનંદ ઉત્પન્ન કરનાર એવી ઉત્તમ ઘોષણા ઉછળે છે કે “આ અતિ અદ્ભૂત ગુણ રત્નોનું ભાજન છે.” (૨૪૬) કુસુમપુર નગરમાં સુપ્રતિષ્ઠાને પામેલ ધન નામનો શ્રેષ્ઠી હતો અને તેને લજ્જા-સૌભાગ્ય ગુણોનું ઘર એવી મનોજ્ઞા પતી હતી. પોતાના શરીરની રૂપલક્ષ્મીથી દેવસુંદરીઓના માહત્મ્યને જેણે કાપ્યું છે એવી મનોહર નવ યૌવનને પામેલી પુત્રી છે. તેની જ્ઞાનશાળામાં રહેલી સાધ્વીઓ પ્રતિદિન શરદઋતુના નિર્મળ ચંદ્ર જેવા વજ્રના ગુણોની સ્તવના કરે છે. જેમકે- આ અખંડિત શીલવાળો છે. આ બહુશ્રુત છે. આ પ્રશમાઢ્ય છે. આ ગુણ નિધાન છે. આના સમાન જગતમાં બીજો કોઇ નથી. લોકમાં બીજાને વિશ્વાસ કરાવનારા (પ્રમાણભૂત) આ બે પુરુષો કહેવાયા છે (૧) ઇચ્છિત સુંદર પ્રેમાળ સ્ત્રીઓ અને (૨) સજ્જનોથી પૂજિત લોક જેનો પૂજક છે એવો લોક. ૧. આ પ્રમાણેના વચનનું સ્મરણ કરતી તે દૃઢવજ જેવું દૃઢમાનસ છે જેનું એવા વજ વિશે અનુરાગવાળી થઇ અને પિતાને આ પ્રમાણે કહે છે કે જો વજ્ર મારો પતિ થશે તો હું વિવાહને ભજીશ, અર્થાત્ વિવાહ કરીશ. નહીંતર પ્રજ્વલિત-અગ્નિ સમાન ભોગોથી સર્યું. ઉત્તમકુળમાં જન્મેલા ઘણા મુરતિયાઓ તેની માગણી કરે છે પણ તે તેઓને ઈચ્છતી નથી. સાધ્વીઓ કહે છે કે વજ્ર વિવાહ ન કરે. તે કહે છે કે જો વજ લગ્ન નહીં કરે તો હું પણ દીક્ષા લઇશ. એવા પ્રકારનો નિશ્ચય તેણે મનમાં કર્યો. (૨૫૪)
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy