SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ ઉપદેશપદ : ભાગ-૧ ૪. રોગી– રોગી સમૃદ્ધ, વૈદ્યનું કહ્યું કરનારો, જ્ઞાપક (સમજાવી શકાય તેવો) અને સત્ત્વશાલી હોવો જોઈએ. રાજભોગ્ય ભોજન કરવાથી સુખશીલ્યા થયેલા કંડરીકમુનિ શ્રમણધર્મમાં ભગ્ન પરિણામી થયા. બીજા સાધુઓ વિહાર કરી ગયા પછી પણ આ વિહાર કરવા ઇચ્છતા નથી. રાજાએ સાધુવર્ગમાં થતી વાત સાંભળી કે આ અહીં રહેતો શિથિલ થયો છે. આની વિચારણા કરીને પુંડરીક રાજાએ કહ્યું તું ધન્ય છે, દુષ્કરકારી છે, જે રાજ્યલક્ષ્મી મળે છતે ત્યાગ કરનારો થયો તથા તમે હવે જલદી વિહાર કરવાના છો, અમને તમારો વિયોગ થશે. રાજાના ચિત્તને જાણીને સલજ્જિત ચિત્તવાળા કંડરીકમુનિ વિહારને માટે નીકળ્યા છતાં પણ ભગ્ન-પરિણામી સુધાપિપાસા આદિ પરિગ્રહોને સહન કરી શકતા નથી. કેટલાક દિવસો પછી તે જ નગરમાં રાજગૃહના ઉદ્યાનમાં પાછા આવ્યા. અંબ ધાત્રીએ જોયા અને રાજાને કહ્યું. રાજા જાણે છે કે આ દીક્ષા છોડી અકાર્ય કરવા ઉદ્યત થયો છે. કોઈપણ રીતે આ સંયમમાં સ્થિર થાય એ હેતુથી રાજા સ્વયં જ વિભૂતિથી તેની પાસે આવ્યો. ત્રણ પ્રદક્ષિણા કરીને વાંદે છે તથા પ્રશંસા કરે છે કે- તું ધન્ય છે, કૃતલક્ષણ છે જે તું દીક્ષાને પામ્યો છે. નરકના દ્વાર સમાન રાજ્યને હું તુરત છોડવા સમર્થ નથી. ઉત્સાહિત કરાયેલો પણ જ્યારે આ પ્રમાણે કાળું મોટું કરે છે ત્યારે રાજા વડે કહેવાયો કે શું રાજ્યનું પ્રયોજન છે ? તે મૌન રહ્યો. પછી તેને રાજ્ય ભળાવીને દઢ બેડીઓથી છૂટા કરાયેલ કેદીની જેમ પુંડરીક રાજા કલ્યાણોના કલ્પવૃક્ષ સમાન તેના લિંગને= ચારિત્રને ગ્રહણ કરે છે. ગુરુના દર્શન થયા પછી મારે ભોજન કરવું આવો અભિગ્રહ લઈને વિહાર કર્યો. ત્રીજા દિવસે ગુરુ પાસે પહોંચ્યો. તે જ દિવસે દીક્ષા લીધી. અનુચિત્ત ભોજનના કારણે રાત્રિમાં અસાધ્ય-વિસૂચિકા જ્વર ઉત્પન્ન થયો અને કાળધર્મ પામ્યો. અત્યંત વિશુદ્ધ મનવાળો સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેંત્રીશ સાગરોપમના આયુષ્યવાળો દેવ થયો. સ્મશાનમાં અડધા બળેલા લાકડા સમાન, બિલકુલ જેના આદેશ વચન પળાતા નથી એવા અને સાપની જેમ તિરસ્કાર કરાતા કંડરીકે રાજ્ય સ્વીકાર્યું. (૧૦) હવે તીવ્ર સુધાથી પરાભવ થયેલો કંડરીક રસોઈયાને આદેશ આપે છે કે અહીં જેટલી ભોજનની સામગ્રી (વસ્તુઓ) હોય તેટલી બધી મારી પાસે લાવો. ભોજનકાળે સર્વ ભોજનની સામગ્રીઓ ઉપસ્થિત કરાયે છતે નાટક જોવા આવેલ લોકના દૃષ્ટાંતથી જમવા લાગ્યો. જેમ નાટક જોવા ભેગા થયેલા દુર્બળોને બળવાનો ધક્કા મારીને દૂર કરે છે તેમ પૂર્વે ભોજન કરેલા અસાર આહારને ધક્કો મારીને સારભૂત આહાર સ્થાન પામે છે. તે જ રાત્રિએ અતિ ઈચ્છિત આહારનું જેના વડે ભોજન કરાયું છે એવો, પોતાના પરિવારથી તિરસ્કાર કરાયેલો, એક હજાર વર્ષ ચારિત્રનું પાલન કરવા છતાં પણ રૌદ્ર ધ્યાનમાં પરવશ બનેલો મરીને સાતમી નરક પૃથ્વીના અપ્રતિષ્ઠાન નરકાવાસમાં નારક થયો. શુદ્ધ શ્રમણભાવનું કારણ બળવાનપણું કે નિર્બળપણું નથી
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy