SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ઉપદેશપદ : ભાગ-૧ છે અને પવનથી આંદોલિત કરાયેલ ધ્વજ પટની જેમ વિડબનાવાળા છે તથા નાશના અંતવાળા છે. તે મનુષ્યો ! કુશવાસના પાંદડા ઉપર રહેલા પાણીના ટીપા કરતા પણ ચંચળ જીવિતને જાણો. સધર્મની ક્રિયારૂપી અગ્નિથી આ ભવતરુ બળાય છે. જે રીતે આ ધર્મની પ્રાપ્તિ થાય તે રીતે સર્વાદરથી ઉદ્યમ કરો, જેથી આ લોકમાં સુખનો લાભ થાય છે અને પરલોકમાં સર્વ સુખરૂપી રત્નની ખાણ એવું તાત્ત્વિક સુખનું સ્થાન (મોક્ષ) મળે. (૨૫) આ પ્રમાણે ધર્મ સાંભળીને ભાલતલ ઉપર મુકાયો છે કરરૂપી કમળ જેના વડે એવો શાલરાજા પ્રણામ કરીને ભગવાનને કહે છે કે હું રાજ્ય પર મહાશાલને સ્થાપું છું, પછી તમારી પાસે દીક્ષા લઇશ. પોતાના ભવનમાં જઈને મહાશાલને આદેશ કર્યો કે તું રાજ્ય સંભાળ, હું દીક્ષા લઉં છું. પછી મહાશાલ કહે છે કે જેમ તમે રાજ્યને અસાર માનીને ત્યાગ કરો છો તેમ હું પણ રાજ્યને છોડવા ઇચ્છું . વૈરાગ્યને પામેલા બંને પણ કાંપીલ્યથી ગાગલિને બોલાવીને રાજ્ય સોંપે છે. અને તે પણ અતિ વાત્સલ્યમય મામાઓની બે હજાર માણસોથી વહન કરી શકાય એવી શિબિકાઓ કરાવે છે. ઉજ્જવળ વેશ પરિધાન કરીને સુરચંદનથી લેપાયેલું છે સર્વ અંગ જેઓનું તે શિબિકામાં સિંહાસન પર આરૂઢ થયેલા દીક્ષા વખતે નગરમાંથી નીકળે છે ત્યારે ઉદયાચલ પર્વતના શિખર ઉપર આરૂઢ થયેલા સાક્ષાત્ સૂર્ય-ચંદ્રની જેમ શોભે છે. પોતાના શરીરની કાંતિના સમૂહથી પુરાયા છે સર્વ દિશાના વલયો, અતિગાઢ વાગાડાયેલા શ્રેષ્ઠ વાજિંત્રોના અવાજથી જ્યારે આકાશ ભરાયું છે ત્યારે ભગવાનના ચરણને નમસ્કાર કરીને, ત્રણ પ્રદક્ષિણા પૂર્વક વિધિથી દીક્ષા લીધી. તે યશોમતી પણ ઉત્તમ શ્રાવિકા થઈ. શાલ અને મહાશાલ અગીયાર અંગો ભણ્યા. (૩૪) હવે કોઈક વખત જગતગુરુ રાજગૃહમાં વિહાર કરીને પછી ચંપા નગરી તરફ જવા લાગ્યા ત્યારે તેઓ વડે ભગવાન વિનંતિ કરાયા કે અમે આપની અનુજ્ઞાથી પૃષ્ટચંપા જવાની ભાવના રાખીએ છીએ. તેઓના સંસારીઓમાં કોઈ દીક્ષા લે કે ન લે તો પણ સમ્યકત્વને પ્રાપ્ત કરશે. એમ સ્વામી જાણે છે અને નિયમથી તેઓને બોધિની પ્રાપ્તિ થશે એટલે ભગવાન વડે ગૌતમ સહાય અપાયા. ભગવાન ચંપામાં ગયા અને ગૌતમસ્વામી પણ પૃષ્ટચંપામાં ગયા અને જિનપ્રણીત ધર્મની દેશના કરી. તેઓએ ધર્મને સાંભળ્યો. સંવેગથી ભાવિત ત્રણેય પણ ગાગલિના પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને શુભ મનવાળા થઈ દીક્ષા લીધી. અને ગૌતમ સ્વામી તેઓને લઈને કેટલામાં માર્ગમાં આવે છે તેટલામાં શાલ અને મહાશાલને એવો હર્ષનો ઉત્કર્ષ થયો કે અમો સંસારથી ઉદ્ધારાયા. આ શુદ્ધ ભાવથી તેઓને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. ગાગલિ વગેરે ત્રણને આવા પ્રકારનું ધર્મચિંતન થયું. જેમકે-આ લોકોએ દીક્ષા ૧. વિજ્ઞસંતોય = વિત્ત એટલે વૃત્ત= મરણ, નાશ, સંતો-મધ્ય, અંદર અને યા એટલે જન્મનાર, અથાત્ નાશની અંદર ઉત્પન્ન થનાર એટલે કે નાશના અંતવાળા.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy