SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૨૩૫ એમ હું માનું છું. હું તેવું કરું જેથી દુઃખથી પરાભવ પામેલો તે ચિર કાળ જીવે. પછી શ્રેષ્ઠસુગંધિ-સુંદર દ્રવ્યોના મિશ્રણથી સુગંધિ દ્રવ્ય તૈયાર કરી એક ભૂર્જપત્રમાં આ પ્રમાણે લખી દાબડામાં મુક્યું. “જે આ સુગંધિ દ્રવ્યને સૂંઘીને ઇન્દ્રિયોના અનુકૂળ વિષયોનું સેવન કરશે તે યમના ઘરે જશે અને જે શ્રેષ્ઠ વસ્ત્રો, આભૂષણ, વિલેપનો તથા શયા, દિવ્યમાળાઓ, સ્નાન, શૃંગાર વગેરેનો ઉપભોગ કરશે તે પણ જલદીથી મરશે.” આ પ્રમાણે વાસના (સુગંધના) સ્વરૂપને જણાવનાર ભૂર્જપત્રને સુગંધની અંદર દાબડામાં મૂકીને દાબડાને મંજૂષાની (પેટીની) અંદર મુક્યો. તે પણ મંજૂષાને ઉત્તમ ઓરડામાં ખીલાથી સજ્જડ જડીને મૂકી અને આગડિયાને તાળું લગાવીને તે ઓરડાના દરવાજા સજ્જડ બંધ કર્યા. સ્વજન લોકને ખમાવીને જિનધર્મમાં જોડીને રાજાના ગોકુળના સ્થાને ચાણક્ય ઇગિનીમરણ સ્વીકાર્યું. (૧૫૧) પરમાર્થ જાણીને ધાત્રીએ હવે રાજાને જણાવ્યું કે પિતાથી પણ અત્યધિક (ઉત્તમ) ચાણક્યનો કેમ પરાભવ કર્યો ? રાજાએ કહ્યું કે આ માતાનો વિનાશક છે માટે. પછી ધાવમાતાએ કહ્યું કે જો એ વખતે માતાનો વિનાશ ન કરત તો તું પણ ન હોત, કારણ કે તું ગર્ભમાં હોતે છતે તારી માતાએ પતિના વિષ ભાવિત અન્નના કોળિયાને ખાધું અને વિશ્વની અસરથી મરણ પામી. તેના (માતાના) મરણને જોઈને મહાનુભાવ ચાણક્ય છૂરીથી પેટ ચીરીને તને બહાર કાઢ્યો તથા તું નીકળે છતે પણ જે મસ્તક પર મષિવર્ણ વિષબિંદુ લાગ્યું તેના કારણે હે રાજન્ ! તારું નામ બિંદુસાર કરાયું. આ પ્રમાણે સાંભળીને રાજા પરમ સંતાપને પામે છતે સર્વ વિભૂતિથી ચાણક્યની પાસે ગયો અને સંગરહિત, કરીષની અંદર રહેલો અર્થાત્ ચારે બાજુ છાણાઓ છે અને વચ્ચે પોતે રહેલો છે એવા તે મહાત્માને જોયો. સર્વાદરથી રાજાએ પ્રણામ કરીને તેને ઘણીવાર ખમાવ્યો અને કહ્યું કે નગરમાં પાછો આવ અને રાજ્યને સંભાળ. પછી તેણે કહ્યું કે મેં અનશનનો સ્વીકાર કર્યો છે અને સર્વસંગને છોડ્યો છે. સુબંધુના દુર્વિલસિતને જાણવા છતાં અને પશૂન્યના કડવા વિપાકને જાણવા છતાં ચાણક્ય રાજાને ન કહ્યું. (૧૬) હવે ભાલતલ ઉપર બે હાથ જોડીને સુબંધુએ રાજાને કહ્યું કે હે દેવ ! મને રજા આપો જેથી હું આની ભક્તિ કરું. પછી અનુજ્ઞા અપાયેલ યુદ્ધબુદ્ધિ સુબંધુએ ધૂપને સળગાવીને તેનો અંગારો છાણામાં નાખ્યો અને રાજાની સાથે લોક સ્વસ્થાન ગયે છતે, શુદ્ધ લેગ્યામાં વર્તતો ચાણક્ય છાણાના અગ્નિથી ઘેરાયો. સળગતી જ્વાળામાં બળતો, ચિત્તમાં અનુકંપાને ધરતો, જેનું મન ધર્મધ્યાનથી ચલિત નથી થયું એવો ચાણક્ય વિચારે છે કે જેઓ અનુત્તર મોક્ષને પામ્યા તે સત્પરુષોને ધન્ય છે. કારણ કે તેઓ બીજા જીવોના દુઃખનું કારણ બનતા નથી. ધિક્કાર છે કે ઘણા પ્રકારે જીવોને પીડીને, આરંભમાં આસક્ત મનવાળા અમારા જેવા પાપીઓ જીવલોકમાં જીવે છે. જિનેશ્વરના વચનને જાણવા છતાં પણ મોહ મહાશલ્યથી શલ્પિત થયેલા મનવાળા એવું મારું ચારિત્ર કેવું આ લોક અને પરલોક વિરુદ્ધ કાર્ય કરનારું થયું ! મેં જે કોઈ જીવોને આ લોક કે પરલોકમાં દુઃખો
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy