SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ઉપદેશપદ : ભાગ-૧ પલાયન થયા. અબદ્ધમૂળ એવો લોક ભેગો થયો અને કુસુમપુર ઉપર ચઢાઈ કરી. વિશાળ સૈન્યથી નંદે તેને ભગાડી મુક્યો. નંદ તેની પાછળ પડ્યો અને સમયસૂચક ચાણક્ય પાસરોવરમાં જઈને ચંદ્રગુપ્તના મસ્તક ઉપર કમળપત્ર ઢાંક્યું જેથી કોઈપણ વડે પ્રયત કરવા છતાં ન જાણી શકાય. જેટલામાં જાજરૂ (સંડાસ) કરીને સ્વયં સરોવરના કાંઠે પ્રક્ષાલન કરે છે તેટલામાં તે એક વડે પુછાયો છે કે અરે! ચાણક્ય ક્યાં ગયો? સ્વરૂપને નહીં જાણતા તેણે કહ્યું કે તે તો ક્યારનો ય ભાગી ગયો. બીજા આચાર્યો કહે છે કે સ્વયં ધોબી થયો અને વસ્ત્રોને ધોવા લાગ્યો. શ્રેષ્ઠ અશ્વપર બેઠેલા ઘોડેસવારે પાછળથી આપડીને તેને પુછ્યું. સમયસૂચકતા વાપરીને ચાણક્ય કહ્યું કે ચંદ્રગુપ્ત ઘણા સમય થયા સરોવરમાં પડેલો રહ્યો છે અને ચાણક્ય પલાયન થઈ ગયો છે. તેણે પણ તેના હાથમાં ઘોડો સોંપ્યો અને ભૂમિ ઉપર તલવાર મૂકી જેટલામાં પાણીમાં ઉતરવા માટે સજ્જ થાય છે અને કેટલામાં કંચુકને ઉતારે છે તેટલામાં ચાણયે તેને તલવારથી મર્મ પ્રદેશમાં હણ્યો. એટલામાં તે મરણ પામ્યો તેટલામાં ચંદ્રગુપ્તને ઘોડા ઉપર બેસાડી બંને પણ પલાયન થયા. માર્ગમાં કેટલાક આગળ ગયા ત્યારે ચાણક્ય ચંદ્રગુપ્તને પુછ્યું કે જે સમયે મેં તને વૈરીપુરુષને બતાવ્યો હતો ત્યારે મારા વિશે તેને કેવો અભિપ્રાય થયો હતો? ચંદ્રગુપ્ત જવાબ આપે છે કે મેં ત્યારે આ પ્રમાણે વિચાર્યું હતું કે જે જે રીતથી કલ્યાણ થાય તે બધીજ રીતો આર્ય જ જાણે છે. આનાથી ચાણક્ય જાણ્યું કે આણે મારા ઉપર વિશ્વાસ મૂકેલો છે. ચંદ્રગુપ્ત સુધાથી પીડિત થયો ત્યારે ચાણક્ય તેને બહાર મૂકીને તેના માટે ભોજન લેવા કોઈક ગામની અંદર ગયો અને ભય પામે છે કે નંદરાજાનો કોઈ માણસ મને ઓળખી ન જાય. તે જ વખતે ચાણકયે ભોજન કરીને બહાર નીકળતા એક બ્રાહ્મણને જોયો. પછી તેના પેટને ચીરીને ખરાબ નહીં થયેલા દહિનૂરને કાઢીને ચંદ્રગુપ્તને જમાડ્યો. પછી બીજા ગામમાં પહોંચ્યા. રાત્રે ભિક્ષા માટે ફરતા ચાણક્ય એક ડોશીને ઘરે ગયો. ત્યાં એક મોટા થાળમાં પુત્ર ભાંડુઓ માટે વિલૈપિકા (ખીર) પીરસવામાં આવી હતી. એક ચંચળ પુત્ર ભાંડુએ વિલંપિકાની અંદર હાથ નાખ્યો અને દાઝયો. એટલામાં છોકરો રડે છે તેટલામાં ડોશી બોલી કે તું ચાણક્ય જેવો છે. ચાણક્ય વડે પુછાયેલી ડોશી કહે છે કે પ્રથમ છેવાડેના ગામો જીતવા જોઈએ પછી અંદરના. ચાણક્ય ઉપાય મેળવ્યો કે છેવાડેના ગામો ન સધાય તો મધ્યનું કુસુમપુરા ન જીતી શકાય. પછી તે હિમવંત પર્વતના શિખર ઉપર ગયો ત્યાં પર્વતક રાજા છે. ચાણક્ય તેની સાથે દઢ મૈત્રી કરી. ઉચિત સમયે કહે છે કે પાટલીપુત્રમાં નંદને આપણે વશ કરીએ અને સરખે સરખું રાજ્ય વહેંચી લઈશું. ત્યાંથી જલદીથી નીકળ્યા અને નિયમ મુજબ પુર અને ગામોમાં રહેતા એક સ્થાને ઘણો પુરુષાર્થ કરવા છતાં એક નગર જીતતું નથી. તે પરિવાજિક લિંગી (ચાણક્ય) તેમાં પ્રવેશ કરીને વસ્તુઓ જુએ છે. તેટલામાં ઉમાદરૂપથી ઇન્દ્રકુમારીઓને જુએ છે. તેઓના પ્રભાવથી તે નગર કોઇપણ રીતે જીતાતું નથી. માયાથી ૧. અબદ્ધમૂળ લોક– કાર્યના પરિણામનો વિચાર કર્યા વિના આંધળુકિયા કરીને સાહસ કરનાર લોક. ૨. આપડીને એટલે પાછળથી આવીને આગળવાળાને પકડી પાડવું. ૩. ભાંડુ એટલે એક મા-બાપના છોકરા-છોકરીઓ, અર્થાત્ ભાઈ-બહેનો.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy