SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૨૧૧ कुमरे पुंडरिभा इत्थिराग पइमरणणासपव्वज्जा । खुड्डगलक्खण दिक्खा, भंगे गम गीय चउबोही ॥१३०॥ अथ गाथाक्षरार्थः -'कुमरे' इत्यनेन कुमार इति द्वारपरामर्शः । साकेतनाम्नि नगरे 'पुंडरि'त्ति पुण्डरीको नाम राजा अभूत् । भा' इति भ्राता च लघुः कण्डरीकः ।अन्यदा च पुण्डरीकस्य इत्थिरागि'त्ति स्त्रियां कण्डरीकजायायां रागोऽभिष्वङ्गः सम्पन्नः ।तस्याश्च निरूपितवृत्तान्तेन 'पइमरणनासपव्वजा' इति पत्युः मरणे स्वयं च नाशे विहिते प्रव्रज्या समभूत् । 'खुड्डग' त्ति प्रागेव आपन्नसत्त्वभावत्वाच्च तस्याः क्षुद्रकः शिशुः पुत्ररूपः समुदपादि । लक्खण' त्ति राजलक्षणवान् 'दिक्खा' इति समये च दीक्षा जाता । तस्य यौवनकाले च 'भंगे' परिषहाभिभवे 'गम' त्ति पितृव्यसकाशे गमनं सम्पन्नम् । तत्र च 'गीय' त्ति गीतिकाश्रवणात् 'चउबोही' त्ति क्षुल्लकस्य चतुण्णां चान्येषां बोधिः सन्मार्गलाभः समजनीति ॥१३०॥ ગાથાર્થ– પુંડરીક અને કંડરીક બે કુમાર ભાઇઓ, સ્ત્રી, તેના પતિનું મરણ, સાથે સાથે નાશી દીક્ષા લેવી, ક્ષુલ્લક પુત્રનો જન્મ, દીક્ષા, પ્રેક્ષણક જોવું, ભંગ, ગમ ગીત અને ચારેયને બોધી. (૧૩૦) શ્રેષ્ઠ સાકેતપુર નગરમાં પુંડરીક નામનો રાજા હતો તેને કંડરીક નામનો નાનો ભાઈ હતો અને તેને યશોભદ્રા નામે સ્ત્રી હતી. અત્યંત સુંદર રૂપવાળી ઘરઆંગણે ચંક્રમણ કરતી પુંડરીક વડે રાગથી જોવાઈ. પછી તેણે દૂતીને મોકલી. લજા પામતી યશોભદ્રાએ તેનો પ્રતિષેધ કર્યો. રાજાનો અત્યંત આગ્રહ હોતે છતે તેને કહેવડાવ્યું કે શું તું નાનાભાઈથી પણ લજ્જા પામતો નથી ? જેથી આવા ઉલ્લાપો કરે છે. ત્યાર પછી રાજાએ છૂપી રીતે કંડરીકને મરાવી નાખ્યો. ફરીથી પણ રાજાએ યશોભદ્રા પાસે પ્રાર્થના કરી. તે વખતે શીલખંડનના ભયથી પોતાના આભરણો લઈ ઘરમાંથી નીકળી ગઈ. એકલી પણ સાર્થની સાથે ચાલી. પિતાનો ભાવ સ્વીકારેલા (અર્થાત્ પિતા સમાન આચરણ કરનાર) વિર વણિકની સાથે શ્રાવસ્તિ નગરી ગઈ. જિનસેન સૂરિની મુખ્ય શિષ્યા કીર્તિમતી સાધ્વીને વંદન કરવા ગઈ અને સર્વ વૃત્તાંત કહ્યો. પ્રતિબોધ પામી ગર્ભ હોવા છતાં પણ દીક્ષા લીધી. જો હું કઈશ કે હું ગર્ભવતી છું તો મને દીક્ષા નહીં આપે એ ભયથી મહત્તરાને પણ ન જણાવ્યું. કાળક્રમથી ગર્ભ વધે છતે મહત્તરાએ એકાંતમાં પુછ્યું. તેણે સાચું કારણ જણાવ્યું. પછી તેને ગુપ્ત જ રાખવામાં આવી. તેને પ્રસૂતિ થઈ. તે પુત્ર શ્રાવકકુળમાં મોટો થયો એટલે સૂરિની પાસે તેને દીક્ષા અપાવી અને ક્ષુલ્લકકુમાર તેનું નામ રખાયું. યતિજન યોગ્ય તેને સર્વ સામાચારી શિખવાડવામાં આવી. (૧૧)
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy