SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ઉપદેશપદ : ભાગ-૧ પ્રદ્યોત જેવા આકારવાળો પ્રદ્યોતક નામનો એક માણસ ઉન્મત્ત (બ્રામિત) કરાયો. અભય કહે છે કે ભાગ્યના વશથી મારો પુત્ર આવો ગાંડો થયો છે. હું તેની સારસંભાળ રાખું છું. પકડી પકડીને રાખવા છતાં ભાગે છે અને રડતો છતાં ફરી ફરી આવા વચન બોલતો પકડીને પાછો લવાય છે. “અરે અરે ! અમુકો! ઊઠો હું પ્રદ્યોતરાજા આ અભય વણિક વડે હરણ કરાવું .” આ પ્રમાણે લોકને વિશ્વાસમાં લીધા પછી સાતમે દિવસે ગણિકાએ સૂચના આપી પ્રદ્યોત પાસે દૂતી મોકલી કે મધ્યાહ્ર રાજા અહીં એકલો આવે. કામાતુર, પરિણામને નહીં વિચારનારો એવો રાજા ગૃહના ગવાક્ષની દિવાલથી ગયો અને પૂર્વે અંદર ગોઠવેલા મનુષ્યો વડે દઢ પકડીને પલંગની સાથે બંધાયો પછી દિવસ હોતે છતે નગરના મધ્યભાગથી અભય નીકળ્યો અને કહે છે કે વાયુના વેગથી વ્યાકુલિત, અસંબંધ બકવાસ કરનારો આ વૈદ્યશાળાએ લઈ જવાય છે. પછી અશ્વરથોથી જલદી રાજગૃહ નગરીમાં લઈ જવાયો. શ્રેણિક રાજાએ જાણ્યું એટલે હાથમાં તલવાર ઉગામીને જેટલામાં દોડ્યો તેટલામાં અભયે વાર્યો. તો હવે શું કરવું? પછી અભય કહે છે કે આ મહાપ્રભાવી રાજા છે, ઘણા રાજાઓને માનનીય છે, મોટા આદરથી સત્કારીને પોતાની નગરીમાં પાછો મોકલો. તેમ કરવાથી પરસ્પર ગાઢ પ્રેમ થયો. અભયની પરિણામી બુદ્ધિ આવા પ્રકારની છે. (૧૨) ગાથાક્ષરાર્થ–પારિણામિકી બુદ્ધિ વિષે અભયનું દાંત છે. કેવી રીતે ? લોહજંઘ લેખવાહક, અગ્નિ, અશિવ અને અનલગિરિ હાથી આ ચારનો પ્રસંગે ઉપસ્થિત થયો ત્યારે ચંડપ્રદ્યોત રાજા પાસે અગ્નિમાં પ્રવેશ કરી પ્રાણ ત્યાગ કરવારૂપ પ્રાર્થના કરી. તે પ્રાર્થનાથી અભયકુમારે પોતાને છોડાવ્યો. (૧૨૮) सेट्री पवास भज्जा, धिज्जाइयसंगकुक्कुडगसाहू । सीसं दारगचेडीहर राया समणमाजोणी ॥१२९॥ अथ गाथाक्षरार्थः- श्रेष्ठीति द्वारपरामर्शः । तस्य च श्रेष्ठिनो व्यवहारहेतोः 'पवासो' त्ति प्रवासो देशान्तरगमनलक्षणो जातः । पश्चाच्च भजाधिज्जाइयसंग' त्ति भार्या वज्रा नामिका धिग्जातीयसङ्गेन विनष्टा । 'कुक्कुडगसाहूसीसं' त्ति कुक्कुटस्य सम्बन्धि शीर्ष कदाचिद् गृहागतेन साधुना राज्यफलभक्षणं विनिर्दिष्टम् । उक्तवृत्तान्तेन च 'दारगचेडीहर' त्ति दारकस्य चेट्या नगरान्तरे हरणं कृतम् । स च तत्र राजा जातः । 'समणमाजोणी' इति श्रेष्ठी च श्रमणः सन् तत्रैव नगरे ययौ । ब्राह्मणैश्च प्रेरितया द्वयक्षरया अवर्णवादे उत्थापिते तेनोक्तं यदि मत्तोऽन्येन अयं गर्भः समुत्पादितस्तदा मा योन्या निर्गच्छत्विति ૨૨૬
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy