SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ઉપદેશપદ : ભાગ-૧ લઇ જવાયો અને તેના વડે (ગણિકા વડે) સ્વામી પ્રણામ કરાયા. અર્થાત્ ગણિકાના કહેવાથી અભયકુમારે સ્વામીને પ્રણામ કર્યા. પછી અભયે રાજાને કહ્યું: જેના વડે આ જગત નચાવાયું છે તેમાં આ તારું પાંડિત્ય કેવું ? ધર્મના છળથી અતિઘણી માયાવી સ્ત્રીઓ વડે હું ઠગાયો છું. કારણ કે વિદ્વાનો કહે છે- “અભ્યાસ ન હોવા છતાં અમાનુષી સ્ત્રીઓમાં (પક્ષી વગેરે તિર્યંચ સ્ત્રીઓમાં) પણ પટુત્વ દેખાય છે તો જે શિક્ષિત સ્ત્રીઓ છે તેની શું વાત કરવી ? ખરેખર કોયલ આકાશમાં ઊડતા પહેલા પોતાના સંતાનોને કાગડીઓ પાસે પોષાવે છે.” આ પ્રમાણે અભયે કહ્યું ત્યારે રાજાએ તે તે વચનોથી અભયને બાંધ્યો જેથી તે પોતાના રાજ્યમાં જવા માટે રજા નહીં અપાયેલો એક પગલું પણ ભરવા સમર્થ ન થયો. ત્યારે પૂર્વે લાવેલી તેની સ્ત્રી તેને સોંપી. તે સ્ત્રીની ઉત્પત્તિ આ પ્રમાણે છે. (૩૨) શ્રેણિક રાજાને એક વિદ્યાધર મિત્ર હતો તેની સાથે મૈત્રીની સ્થિરતાને ઇચ્છતો શ્રેણિક પોતાની સેના નામની બહેન તેને આપે છે અને ઘણો આગ્રહ કરે છે કે તમારી પૂર્વની બીજી સ્ત્રીઓ કરતા આને મુખ્ય કરવી. સ્વપ્નમાં પણ આનું વિપ્રિય ન કરવું. આને વિષે હંમેશા સ્નેહ રાખવો. તે પણ સૌભાગ્યગુણથી તેને ઘણી મનપ્રિય થઈ અને પૂર્વની અંતઃપુરની વિદ્યાધરીઓના કોપનો વિષય થઈ. આ ભૂચરસ્ત્રીએ કેમ અમારું માન હયું ? એમ વિચારી છળ મેળવીને વિષાદિના પ્રયોગથી તેને મારી નાખી. તેને એક બાલ પુત્રી છે. મરણના ભયથી પિતા તેને શ્રેણિક રાજાની પાસે મૂકી ગયો અને તે ઘણો શોક પામ્યો. ભરયોવનને પામેલી તે પણ અભયને અપાઈ. અભયની બીજી પ્રિયાઓ પણ મત્સરને ધારણ કરતી તેના છિદ્રને જુએ છે. તેઓ વડે સેવા કરાયેલી, ઘણી સિદ્ધ થઈ છે ક્ષુદ્ર વિદ્યાઓ જેઓને એવી ચાંડલણીઓ કહે છે કે અમારું શું કાર્ય છે ? તેઓએ કહ્યું: આ વિદ્યાધરની પુત્રી અમારી ઘણી લઘુતા કરે છે. તેથી તેને એવી રીતે દુઃખ આપો જેથી અમારી લઘુતા ન કરે. ચાંડાલણીઓએ તેઓને કહ્યું. અમે તેને વિરૂપ કરશું જેથી આનો પતિ જલદીથી વિરાગી થાય. આમ વિચારીને નગરમાં અતિઘોર મારી વિદુર્થી. લોક મરવા લાગ્યો. અભયે માતંગીઓને કહ્યું: જલદીથી મારિના કારણને શોધો. તેઓએ સ્વીકાર્યું. દેવીએ તેના વાસઘરમાં મનુષ્યોના હાડપિંજરાદિ વિદુર્વીને નાખ્યા અને તેનું મુખ લોહીથી ખરડાયેલું કર્યું અને રાજાને નિવેદન કર્યું હે દેવ ! તમારા ઘરમાં જ મારિની તપાસ કરો. એટલામાં તપાસ કરી તો પોતાની સ્ત્રીને રાક્ષસીના રૂપમાં જોઈ. ફરીથી પણ માતંગીઓ આદેશ કરાઈ કે વિધિથી રાત્રિએ એનો એવી રીતે વાત કરો કે કોઈપણ નગરના લોકને કોઇપણ રીતે ખબર ન પડે. પણ તે નિર્દોષ છે એમ મનમાં વિચારતી ચાંડાલણીઓ કંઈક દયા ઉત્પન્ન થવાથી તે દેશના સીમાડે લઈ ગઈ. ડરાવીને છોડી મુકી. દીનમુખી, રડતી, ભાગતી વિકટ અટવીમાં પ્રવેશેલી ત્યાંના તાપસલોકથી જોવાઈ. પુછ્યું: હે ભદ્રે ! તું ક્યાંથી આવે છે ? તેણે પણ પોતાનું સંપૂર્ણ ચરિત્ર કહ્યું. શ્રેણિકના વંશમાં ઉત્પન્ન થયેલી છે તેથી આ અમારી ભાણેજી
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy