SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ઉપદેશપદ : ભાગ-૧ બળદ, ઘોડાપરથી પતન, વૃક્ષ એ પ્રમાણે દ્વાર પરામર્શ છે. કોઈક ગામમાં કોઈક મંદભાગ્યશાળી નિર્વાહનો બીજો કોઈ ઉપાય ન મળતા મિત્રો પાસેથી બળદો માગી હળ ચલાવવા લાગ્યો અને વિકાલે (સાંજે) બળદોને ઘરે લાવી મિત્રના વાડામાં છોડ્યા (મુકયા). તે વખતે મિત્ર ભોજન કરતો હતો. અને લજ્જાથી તે જમતા મિત્રની પાસે ન આવ્યો. માલિકે પણ તેને વાડામાં મૂકતા જોયા. સારસંભાળ નહીં કરાયેલા બળદો વાડામાંથી નીકળી ગયા. પછી ચોરો બળદોનું હરણ કરી ગયા. મંદભાગ્ય મિત્રને પકડીને કહ્યું કે મારા બળદો પાછા આપ અને મંદભાગ્ય બળદો પાછા આપતો નથી ત્યારે તેને જેટલામાં રાજકુળમાં લઇ જવા લાગ્યો તેટલામાં સામેથી એક ઘોડેસવાર પુરુષ આવે છે અને કોઈક કારણથી ઘોડાએ તેને નીચે પાડ્યો અને ભાગી જતા ઘોડાને હણો હણો એમ બૂમો પાડી ત્યારે મંદભાગ્યે તેને ચાબુકથી કોઈક મર્મ સ્થાનમાં માર્યો અને તત્ક્ષણ જ તે ઘોડો મર્યો અને અશ્વસ્વામીએ મંદભાગ્યને પકડ્યો અને જતા તેઓને વિકાલ થયો. નગરની બહાર જ રહ્યા. ત્યાં કેટલાક નટો રહેલા હતા. તે બધા સૂઈ ગયા. મંદભાગ્યે વિચાર્યું કે મારો અહીં જીવતા છૂટકારો નહીં થાય તેથી ગળે ફાંસો ખાવો સારો છે. એમ વિચારીને દંડિખંડેથી વડના ઝાડની શાખામાં પોતાને લટકાવ્યો અને તે દોરી નબળી હોવાથી જલદીથી જ તૂટી અને નટના મુખ્ય માણસ ઉપર પડ્યો અને તે મર્યો. નટોએ પણ ન્યાય માટે મંદભાગ્યને પકડ્યો. અમાત્યે જ્યારે પુછ્યું ત્યારે બધાએ યથાર્થ બતાવ્યું, અર્થાત્ સત્ય હકીકત જણાવી. પ્રધાને મંદભાગ્યને સર્વ હકીકત પૂછી. મંદભાગ્યે સર્વ ભૂલો સ્વીકારી. પછી આ મંદભાગ્ય પ્રતિભા વિનાનો છે એટલે તેના ઉપર મોટી અનુકંપા કરતા વૈયિકી બુદ્ધિના પ્રભાવથી ન્યાય આપ્યો. તે આ રીતે– બળદના વિષયમાં આંખો ખેંચી લેવી. કહેવાનો ભાવ એ છે કે મંત્રીએ બળદના માલિક અને મંદભાગ્યને ફરમાવ્યું કે તમે બંને પણ અપરાધી છો. તેમાં વાડામાં લવાતા બળદને જોનારની આંખ ખેંચી લેવી અને બીજાને વાણીથી બળદો ન સોંપ્યા માટે તેણે બીજા બળદો આપવા. અને મંદભાગ્યે ઘોડાના સ્વામીને ઘોડો આપવો. ઘોડાના માલિકે ઘોડાને મારો મારો એમ કહ્યું તેથી તેની જીભ છેદવી એ દંડ છે અને નટમુખીએ કોઈક દોરડીના ટુકડાથી પોતાને લટકાવી મંદભાગ્યના ઉપર પડવું. આ પ્રમાણે વ્યવહાર પ્રવર્યો ત્યારે મંદભાગ્ય સરળ છે એમ માનીને તેને અનુકંપા કરી પણ તેને દંડ ન કર્યો. કહેવાનું એ છે કે મંદભાગ્યને દંડ ન કર્યો પણ ઉપર મુજબ શિક્ષા થઈ. (૧૨૦) (વૈનાયિકી બુદ્ધિના ઉદાહરણો સમાપ્ત થયા) નમઃ કૃતવેવતા છે શ્રુત દેવતાને નમસ્કાર થાઓ. ૧. દંડિખંડ એટલે દોરાથી સીવેલ વસ્ત્ર અથવા થીગડાં મારેલું વસ્ત્ર.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy