SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ઉપદેશપદ : ભાગ-૧ જાણવાથી ભોળા લોકો લાભથી વંચિત રહે છે. ખરેખર અજ્ઞાન એ મહાકષ્ટકારી છે. આ માર્ગને અનુસરતી સીતાએ તેના પગોનું પ્રતિરૂપ આલેખ્યું અને કહ્યું આની ઉપર મેં જોયું નથી તેથી રાવણનો કેવો આકાર (રૂપ) છે તે હું જાણતી નથી. તે પ્રતિરૂપને છૂપાવીને શોક્યોએ રામને દેખાડીને કહ્યું: જુઓ તો ખરા ! હજુ પણ સીતા રાવણ પ્રત્યેના રાગને છોડી શકતી નથી. સીતા ઉપરના રામના વિપ્રિય (અણગમાને) ઉત્પન્ન કરતી તેની ખરેખર વૈયિકી બુદ્ધિ છે અને તેણીએ તે ઉપાયથી રામની પાસે સીતાના દોષની ખાતરી કરાવી આપી. આ હકીકત રામાયણની સંકથા ગ્રંથમાં અતિ વિસ્તારથી કહી છે તેથી તેના અર્થીએ ત્યાંથી ઉપયોગપૂર્વક જાણવી. ગાથાક્ષરાર્થ– લક્ષનું દર્શન અને લક્ષનું આલેખન એ વચનથી રામની દેખતા સીતાએ આલેખેલ ચરણ (પગ)ના રૂપથી શોધે પોતાનું પ્રયોજન સિદ્ધ કર્યું તે લક્ષણ કહેવાય છે. રાવણે હરણ કર્યા પછી રામની પત્ની સીતાનું પાછું આગમન થયું ત્યારે લોકાપવાદના ભયથી રામે સીતાનો તીરસ્કાર કરે છતે અને શોક પ્રાપ્ત થયે છતે શોક્યથી પ્રેરણા કરાયેલી સીતાએ રાવણના બે પગ આલેખ્યા. પગથી ઉપરનો પ્રદેશ મારા વડે જોવાયો નથી એમ કહી સીતાએ તેનું આલેખન ન કર્યું. પછી શોક્ય છિદ્ર મેળવીને સીતા રાવણની અર્થી છે એમ વાત ફેલાવી. આ કાર્ય પાદના લેખના દર્શનના ન્યાયથી કર્યું. અહીં મર્થતા સાથે એ પ્રમાણે વ્યાખ્યાન કર્યું છે. પણ મૂળમાં સ્થિત્તા સાર એ પ્રમાણે જે પાઠ છે તે પ્રાકૃતના લક્ષણથી છે, અને તે લક્ષણ આ પ્રમાણે છે– સદ્ભૂત બિંદુનો લોપ કે અસદ્ભૂત બિંદુનો ઉમેરો એ બંને પણ બિંદુના દુર્ભાવો પૂર્વે નિર્દેશ કરાયેલા અર્થને જ કહે છે તેમાં કોઈ ફેરફાર નથી. (૧૧૪) गंट्ठी मुरुंड गूढं, सुत्तं समदंड मयणवट्टो य । पालित्त मयणगालण, लट्ठीतर लावुसिव्वणया ॥११५॥ ग्रन्थिरिति द्वारम् । स चात्र गूढानसूत्रपिण्डलक्षणो ग्राह्यः, तत्र पाडलिपुत्रे नगरे मरुण्डो नाम राजा, तस्य कुतोऽपि स्थानात् कैश्चिज्ज्ञानिनमात्मानं मन्यमानैर्मुरुण्डराजपरिषत्परीक्षार्थं गूढं' इति गूढाग्रं सूत्रम्, 'समदंड' त्ति समः समवृत्तो मूले उपरि च दण्डकः, 'मदनवृत्त'श्च मदनलेपोपलिप्तवृत्तसमुद्गकश्च प्रेषित इति । दर्शितानि च तानि तथाविधकोविदानाम् । ततः पादलिप्ताचार्यस्य तत्र पर्यायात् कृतविहारस्य दर्शितानि राजकुलागतस्य ततः 'पालित्त' त्ति पादलिप्ताचार्येण 'मयणगालण' त्ति मदनगालना गूढसूत्रे उष्णोदकेन कृता । ततः सूत्राग्रमुन्मीलितम् । लट्ठीतर'त्ति यष्टेर्नदीजले प्रवहति तारणं कृतं तत्र यो भागो गुरुतर एव बहु बुडति स मूलमिति ज्ञातम् । मदनवृत्तगोलकश्चात्युष्णे जले निक्षिप्य मदनगालनेन व्यक्तीभूतद्वारदेशः समुद्घाटितः स्वयं च 'लावुसिव्वणया' इति अच्छिद्रं महाप्रमाणकमेकमलाबु गृहीत्वा सूक्ष्मां च राजिरेखामुत्पाद्य
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy