SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ઉપદેશપદ : ભાગ-૧ અરે તરુણો! કોઈપણ ઉપાયથી પાણીવાળી ભૂમિને જાણીને પાણી લઈ આવો. યુવાનીના કારણે અપરિણત મતિવાળા યુવાનોએ પાણીના ઉપાયોને ન જાણ્યા. પછી વૃદ્ધને શોધવા લાગ્યા. કોઈપણ વડે કોઇપણ વૃદ્ધ ન લવાયો, અર્થાત્ કોઈપણ તરુણ વૃદ્ધને લાવી શક્યો નહીં. પછી ત્યાં પટહ વગડાવી સમુદ્ઘોષણા કરાવી. જેમકે– કોઈપણ વૃદ્ધ અહીં આવીને પાણીના ઉપાયને બતાવે. પછી પિતૃભક્ત તરુણ સાથે લાવેલા છૂપાવેલા પિતાને લઈ આવ્યો. વૃદ્ધ પિતાએ કહ્યું કે અટવીમાં ગધેડાને છોડો અને જે ભૂમિ ઉપર સુંઘવા લાગે ત્યાં સિરા સંભવે છે. અને તેઓએ તેમજ કર્યું. ત્યાર પછી પાણી મળ્યું. બીજા આચાર્યો કહે છે કે- તે ગધેડાઓ સુંઘતા સુંઘતા જ્યાં સુધી ગયા ત્યાં પાણીથી પરિપૂર્ણ સરોવર મળ્યું. (૧૧૩) लक्खणरामे देवीहरणे सोगम्मि आलिहे चलणा । उवरि ण दिट्ठजोगो, अत्थित्तासासणे चेव ॥११४॥ अथ गाथाक्षरार्थः-लक्षदर्शनाङ्कनयोरिति वचनात् लक्षयतः पश्यतो रामस्य सीतालिखितचलनप्रतिबिम्बं यत् सपल्या प्रयोजनं कृतं तल्लक्षणमित्युच्यते । तत्र च रामे इति रामदेवः, तस्य च देवी सीता हरणे तस्या रावणेनापहरणे कृते प्रत्यागमने च लोकापवादभयेन रामेणावज्ञायां कृतायां शोके च संपन्ने कदाचित् सपत्नीप्रयुक्ता सीता, 'आलिहे' इति-आलिखितवती चरणौ रावणसंबन्धिनौ उपरि पादप्रदेशादूर्ध्वं न दृष्टो मयाऽसावित्ययोगो लेखनस्य सीतया कृतः । ततः सपल्या लब्धच्छिद्रया अस्थित्तासासणे વેવ' ઉત્ત–મર્થતાથી અર્થવ શાસના વાતા, રા સપુષ્ય, પર્વ પતિજોરदर्शनन्यायेन कृता । अत्र च अर्थिताशासने व्याख्यातेऽपि अत्थित्तासासणे इति यः पाठः स प्राकृतलक्षणवशात्, तच्चेदं-"नीया लोयमभूया, य आणिया दोवि बिंदुदुब्भावा। अत्थं वहति तं चिय, जो एसिं पुवनिहिट्ठो ॥१॥" ११४॥ ગાથાર્થ– લક્ષ્મણ-રામ, દેવીનું હરણ, શોક, પત્રનું આલેખન, ઉપરનો ભાગ જોયો નથી, અર્થિત્વ અને શાસન. (૧૧૪) વૈનેયિકી બુદ્ધિથી સીતાજી ઉપર આળ ચડાવવી. અયોધ્યા નગરીમાં રઘુવંશનંદન દશરથ રાજા હતો. જેણે પોતાના અતિ અદ્ભુત આચરણથી સૂર અને ખેચરોના પ્રભુને આકર્ષિત કર્યા હતા. કૌશલ્યા, સુમિત્રા તથા ત્રીજી કૈકયી એમ ત્રણ અંતઃપુરમાં સારભૂત, સુંદર પત્નીઓ હતી. ત્રણેય રાણીઓને ક્રમથી ઉત્તમ પુત્રો થયા. કૌશલ્યાને શ્રીરામ, સુમિત્રને લક્ષ્મણ અને કૈકયીને ભરત નવનિપુણ પુત્રો થયા. કોઈક વખત કેકેયી ઉપર ખુશ થયેલ દશરથ રાજાએ વરદાન આપ્યું. તેણે પણ હું સમયે માગીશ એમ કહ્યું. ઉંમર થયે છતે
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy