SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ઉપદેશપદ : ભાગ-૧ કર્યો. સાનુકંપ ભાવ, પશ્ચાતાપ અને અકામ નિર્જરાથી સર્વને આ પર્વતમાં મનુષ્યભવ મળ્યો. પણ તે સોની આર્તધ્યાનને કારણે તિર્યંચ થયો અને જે પ્રથમ સ્ત્રી હણાઈ હતી તે એક ભવને આંતરે બ્રાહ્મણ કુળમાં બાળક થઈ અને જ્યારે તેને પાંચમું વરસ જઈ રહ્યું છે ત્યારે તે સોનીનો જીવ તિર્યંચ ભવને છોડીને તે કુળમાં અતીવ રૂપવતી પુત્રી રૂપે થયો. બાળપણમાં પણ તેને અતિ ઉત્કૃષ્ટ વેદ ઉદય પામ્યો. શરીરે દાહ થયો અને હંમેશા રડે છે, પૈર્ય અર્થાત્ શાંતિ પામતી નથી તેથી તે બાળક તેના પેટ ઉપર ખંજવાળતા યોનિદ્વારને સ્પર્શ કર્યો ત્યારે તે રોતી બંધ થઈ. મારા વડે લાંબા સમયથી શાંત કરવાનો આવો ઉપાય શોધાયો છે એમ જાણ્યું (માન્યું). તે દિવસ અને રાત લજ્જા છોડીને પણ તે પ્રમાણે કરવા લાગ્યો. પિતાએ જાણ્યું એટલે મારીને ઘરમાંથી કાઢી મુક્યો. અતિ ઉત્કૃષ્ટ વેદના ઉદયથી, યુવાન અવસ્થા પામ્યા પહેલા તેણી શીલથી ભ્રષ્ટ થઇ. અને તે બાળક જલદીથી દુષ્ટશીલપણાને પામ્યો. જે ચોરપલ્લિમાં એક ચોર ઓછો હતો તેમાં ભળી જઈ પાંચસોની સંખ્યા પૂરી કરી. તેઓ હંમેશા પરસ્પર પ્રેમથી બંધાયેલા રહે છે. પણ તે પતિ વિનાની બ્રાહ્મણપુત્રી એકલી રખડતી એક ગામમાં ગઈ. ચોરો તે ગામને લૂંટવા લાગ્યા. અને આ નવયૌવના છે એમ જાણી કંઈક વ્યક્ત કરાઈ છે પોતાની ભોગ રૂચી જેના વડે એવી તે ક્રમથી બધા વડે ભોગવાઈ. આ પ્રમાણે કાળને પસાર કરે છે. તેઓને ચિંતા થઈ કે આ એકલી વરાકડી અમારી કામક્રીડા મર્દનને કેવી રીતે સહન કરશે ? તેથી બીજી સ્ત્રી લાવીએ. ક્યારેક બીજી સ્ત્રી લવાઈ અને તેને જોઈને આ બ્રાહ્મણપુત્રી મત્સર વશાત્ તેના છિદ્રો શોધવા લાગી. બંને પણ ઘડા હાથમાં લઈ પાણી ભરવા કૂવા ઉપર ગઈ. પહેલીએ બીજીને કહ્યું: હલે ! કૂવામાં જો કંઇપણ દેખાય છે? તે જોવા લાગી એટલે ધક્કો મારીને તેને તેમાં જ (કૂવામાં જ) નાખી દીધી. ઘરે આવીને કહે છે કે પોતાની સ્ત્રીની તપાસ કરો. તેઓએ જાણ્યું કે આણે પેલીને મારી છે એમાં કોઈ શંકા નથી. પછી બ્રાહ્મણપુત્રને આ હૈયામાં ખટક્યું (લાગી આવ્યું). આ પાપથી હણાયેલી મારી બહેન છે બીજી કોઈ નથી. સર્વજ્ઞ, અને સર્વદર્શી ભગવાન મહાવીર કૌશાંબી નગરીમાં આવેલા છે એમ સંભળાય છે તેથી હું ત્યાં જાઉં. આવીને આ વચનથી પૂછે છે– સા સા સા સા જે તે હતી તે તે છે, અર્થાત્ જે મારી બહેન હતી તે અમારી સ્ત્રી છે. પ્રભુએ કહ્યું હતું, જે તારી બહેન હતી તે જ તમારી સ્ત્રી થઈ છે. આ પ્રમાણે પ્રભુએ દેશના આપી ત્યારે પર્ષદા તીવ્ર સંવેગને પામી. ખરેખર સંસારમાં થનારો મોહવિકાર જીવને કેવો પડે છે ! મનથી અનાકુલ (સ્વસ્થ) થઈ તેણે (બ્રાહ્મણપુત્રે) ભગવાનની પાસે દીક્ષા લીધી. બુદ્ધિ છે ધન જેનું એવા બીજા પણ ઘણા ભવ્યજીવો બોધ પામ્યા અને દેવી મૃગાવતી પણ વંદીને આ પ્રમાણે બોલી કે અવંતિ રાજાને પૂછીને પછી હું તમારી પાસે દીક્ષા લઇશ. જેટલામાં તે મોટી સભાની વચ્ચે પ્રદ્યોતને પૂછે છે તેટલામાં તત્ક્ષણ પાતળા પડેલા રાગવાળો તે લજ્જાળું થયો. તેને રોકવા સમર્થ થતો નથી. તેના વડે રજા અપાયેલી તે કુમાર રૂ૫
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy