SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ઉપદેશપદ : ભાગ-૧ કાંઠા પાસે રહેલ બીજા કૂવાના નીકના પાણીથી આગળના કૂવાને ભર્યો. પછી કૂવામાં સુકાઈ ગયેલો છાણનો પિંડ પાણીની સપાટી ઉપર આવ્યો. કાંઠા ઉપર બેઠેલા અભયે તેને ગ્રહણ કર્યો અને તેમાં ચોંટેલી વીંટીને લીધી. તે કાર્યની ખબર રાખનારા પુરુષો તેને રાજાની પાસે લઈ ગયાં. પગમાં પડેલા તેને રાજાએ પુછ્યુંહે વત્સ ! તું કોણ છે ? તે કહે છે કે હું તમારો પુત્ર છું. રાજા પૂછે છે કે કેવી રીતે ? અથવા અહીં ક્યાંથી ? એમ પુછાયેલા અભયે બેનાતટ નગરનો પૂર્વનો સર્વવૃત્તાંત કહ્યો. હર્ષાશ્રુથી પૂર્ણ નેત્રવાળો પુલકિત અંગવાળો, છાતીસરસો ચાંપીને રાજા ખોળામાં લઈ તેને ફરી ફરી ભેટે છે. પછી પુછ્યું: તારી માતા ક્યાં છે? તે કહે છે– હે દેવ ! તે નગરની બહાર છે. પછી રાજા પરિવાર સહિત તેના પ્રવેશ નિમિત્તે ગયો. આ વ્યતિકર જાણ્યા પછી નંદાએ શરીરની શુશ્રુષા કરી. અભયે વારતા કહ્યું: હે માત ! આ શરીર શુશ્રુષા ઉચિત નથી. સુકુલમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓ પતિના વિરહમાં આવા અતિ ઉદ્ભટ શણગારને કરતી નથી પરંતુ સુપ્રશસ્ત જ વેશ ધારણ કરે છે. પછી તત્ક્ષણ જ પુત્રનું વચન માની પૂર્વે જે વેશ પહેરેલો હતો તે જ પહેર્યો. રાજાએ માતા સહિત અભયને જેમાં શ્રેષ્ઠ મહોત્સવ પ્રવર્યો છે એવા અને વિચિત્ર ફરકતી ધ્વજાથી શોભતા નગરમાં પ્રવેશ કરાવ્યો. શ્રેષ્ઠ કૃપાને મેળવનાર અભય સર્વ મંત્રીઓમાં શિરોમણિ થયો. આ પ્રમાણે ઉત્પત્તિક બુદ્ધિના ગુણથી અભય સુખી થયો. હવે સંગ્રહ ગાથાક્ષરાર્થ– “ઘ' એ પ્રમાણે દ્વાર પરામર્શ છે. મંત્રીઓની પરીક્ષાના પ્રસંગમાં અભયનું દૃષ્ટાંત છે. આ દૃષ્ટાંત કેવી રીતે બન્યું તેને કહે છે– પિતાથી તિરસ્કાર કરાયેલો શ્રેણિક કુમારાવસ્થામાં ઘર છોડીને બેનાતટ નગરે ગયો. ત્યાં એક શેઠે રાત્રે સ્વપ્ન જોયું કે રત્નાકર મારે ઘરે આવ્યો છે. પછી શેઠે તેને પોતાની નંદા પુત્રી આપી અને તે નગરીમાં તેણીએ અભયકુમાર પુત્રને જન્મ આપ્યો અને પ્રસંગે શ્રેણિક પોતાના રાજ્યમાં ગયો. સમયે અભયકુમાર પણ પોતાની માતાને નગરની બહાર મૂકીને રાજગૃહમાં પ્રવેશ્યો ત્યારે સૂકા કૂવામાં વીંટી પડેલી જોઈ અને લોકને પુછ્યું. લોકે કહ્યું કે જે કાંઠે રહી આ વીંટીને હાથથી ગ્રહણ કરશે તેને રાજા મોટો પ્રસાદ કરશે. પછી અભયકુમારે તેની ઉપર છાણનો પિંડ ફેંકી, સુકાવી, પાણી ભર્યું. પછી કથાનકમાં કહ્યા મુજબ વીંટીને ગ્રહણ કરી અને રાજા તેને મળ્યો. ત્યાર પછી રાજાએ અભયકુમારની માતાનો નગર પ્રવેશ કર્યો. (૮૨) पड जुण्णादंगोहलि, वच्चय ववहार सीसओलिहणा । अण्णे जायाकत्तण, तदण्णसंदसणा णाणं ॥८३॥ 'पट' इति द्वारपरामर्शः । जुन्नादंगोहलि'त्ति, किल कौचित् द्वौ पुरुषौ, तयोरेकस्य जीर्णः पटोऽन्यस्य चादिशब्दादितरः प्रावरणरूपतया वर्तते । तौ च क्वचिन्नद्यादिस्थाने समकालमेवाङ्गावक्षालं कर्तुमारब्धौ । तदेवं मुक्तौ पटौ । वच्चय' त्ति तयोर्जीर्ण
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy