SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ઉપદેશપદ : ભાગ-૧ गृहीतुमारभते। परं तच्छाखासमारूढातिचपलकपिकुलेन प्रतिस्खलितो न तानि गृहीतुं शक्नोति। लेट्ठफलखेवो'त्ति-अन्यदा चकेनचिन्निपुणबुद्धिना पथिकेन लेष्टुक्षेपः कृतो मर्कटाभिमुखं, तदनुकोपावेगव्याकुलीकृतमानसैस्तैस्तत्प्रतिघाताय तानि फलानि क्षिप्तानि। एवं च परिपूर्णमनोरथः समजनि पथिकः । इति तस्यौत्पत्तिकी बुद्धिरिति । अत्रैव मतान्तरमाह-अन्ये आचार्या वृक्षद्वारमित्थं व्याख्यान्ति-यथा कैश्चित्पथिकैः क्वापि प्रदेशे केनाप्यनुपजीवितफलान् वृक्षानालोक्य चिन्तितम्, यथा-अभक्षणीयानि इमानि फलानि वर्त्तन्ते, कुतः? 'पंथवहाणाओ' इति पान्थवहनात् पथिलोकस्यानेन मार्गेण गमनादागमनाच्च।यदिह्येतानि फलानि भक्षयितुंयोग्यान्यभविष्यंस्तदा केनाप्यवश्यमभक्षयिष्यन्त, न च केनापि भक्षितानि तन्नूनमभक्ष्याणि । इति पथिकानामौत्पत्तिकी बुद्धिरिति ॥८१॥ હવે વૃક્ષ દ્વારને કહે છે ગાથાનો શબ્દાર્થ– ફળોથી લચી પડતો આંબો, વાંદરાઓનો અટકાવ, ઢેફાનું ફેંકવું. બીજા આચાર્યો કહે છેઃ મુસાફરોની અવરજવર છતાં લચી પડતા ફળો દેખાય છે તેથી અભક્ષ્ય હોવા જોઈએ. (૮૧) વૃક્ષ' એ પ્રમાણે દ્વાર પરામર્થ છે. વૃક્ષ પર લાગેલા ફળોને તોડતા મુસાફરોને વાંદરાઓએ લેતા અટકાવ્યા. કહેવાનો ભાવ એ છે કે માર્ગમાં ફળોના સમૂહથી લચી પડતી ડાળીઓના સમૂહવાળું એક મોટું કેરીનું ઝાડ હતું. તે તે પ્રયોજનના વશથી તેની નજીકમાંથી જતો અને આવતો મુસાફર લોક ભૂખથી પડખા ભેગા થઈ જવાથી અર્થાત્ ઘણી ભુખ લાગવાથી આંબાના પાકેલા ફળોને જોઈને તોડવા લાગે છે, પરંતુ તે વૃક્ષની ડાળીઓ ઉપર રહેલા અતિ ચપળ વાંદરાઓના ટોળાઓ તે ફળો તોડવા નથી દેતા. કોઈક વખત કોઈ ચતૂર મુસાફરે વાંદરાઓને ઢેફાનો ઘા કર્યો. કોપના આવેશથી વ્યાકુળ થયેલા ચિત્તવાળા વાંદરાઓએ તેનો બદલો લેવા માટે કેરીઓ તોડીને સામા ઘા ર્યા અને આ રીતે કેરીઓ મળી જવાથી મુસાફરનો મનોરથ પૂર્ણ થયો. આ પ્રમાણે તે મુસાફરને ઔત્પત્તિક બુદ્ધિ હતી. હવે આ દૃષ્ટાંતને મતાંતરથી કહે છે– બીજા આચાર્યો આ વૃક્ષદ્વારને બીજી રીતે કહે છે. જેમકે– કોઈક મુસાફરોએ કોઈક પ્રદેશમાં કોઈએ પણ ન ખાધા હોય એવા ફળોથી લચી પડતા વૃક્ષોને જોઈને વિચાર્યું કે આ ફળો અભક્ષ્ય હોવા જોઈએ, કેમકે મુસાફરોની અહીં અવર જવર હોવા છતાં ફળો સલામત છે. જો આ ફળો ભક્ષ્ય હોત તો કોઈએ પણ રહેવા ન દીધા હોત પણ કોઇએ તોડ્યા નથી તેથી નક્કી આ અભક્ષ્ય હોવા જોઈએ. એમ મુસાફરોને ઔત્પત્તિક બુદ્ધિ હતી. (૮૧)
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy