SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ ઉપદેશપદ : ભાગ-૧ જો મારો રાજા તારી સાથે સંધિ કરીને પછી જો ફોક કરે તો તેણે તીર્થયાત્રમાં, દેવભવન નિર્માણમાં, બ્રાહ્મણાદિના દાનમાં, વાવ, કૂવા, તળાવાદિ ખોદાવવામાં જે ધર્મ ઉપાર્જન કર્યો હોય તે સર્વ ધર્મ મેં તને આપ્યો છે. ધર્મહીન એવો તે આ લોક અને પરલોકમાં કંઈપણ કલ્યાણને નહીં મેળવે. તેથી હું તેની સાથે સંધિ કર. કોઈપણ આવી પ્રતિજ્ઞાને ભાંગતો નથી. આ પ્રમાણે તે વિશ્વાસુ થયો ત્યારે જિતશત્રુ રાજાએ ત્યાં જઈને છળથી છાપો માર્યો અને પોતાને હાથ કર્યો અને શત્રુને ઉજ્જૈનમાં લઈ આવ્યો અને ત્યાં શત્રુ રાજાએ વિચાર્યું કે આ રાજાએ મને ધર્મ આપીને પોતાના ધર્મનો કેમ નાશ કર્યો ? પછી શત્રુરાજાની ભ્રમણા ભાંગવા માટે જિતશત્રુ રાજાએ રોહક ઉપર કૃત્રિમ ગુસ્સો કર્યો. (૭૫) धम्मो मे हारविओ, काऊणन्नतणओ तओ दिण्णो। कह होइ मज्झ एसो, जह तुह तणओ उ तस्सेव ॥७६ ॥ ततो रोहकेणाभ्यधायि–किमर्थमस्मानिरपराधानपि प्रतीत्य देवेन इयान् कोपः कृत इति । तत्रोक्तं पृथिवीपतिना 'धम्मो मे हारविओ काऊण' त्ति धर्मो मम हि यस्त्वया हारित कृत्वा । ततो रोहकेणान्यसत्को महर्षेः कस्यचित् संबन्धी तको धर्मो दत्तो राज्ञे । अयमभिप्रायः-देव! यदि मया दत्तो धर्मस्त्वदीयोऽन्यत्र प्रयाति, तदाऽनेन महर्षिणा आबालकालाद् यदनुष्ठितो धर्मः स मया तुभ्यं वितीर्ण इति नास्ति मयि कोपस्यावकाशः प्रभोः । राजा-कथं भवति मम एष धर्मो महर्षिसत्को यतो मया न कृतो नापि कारित इति ! रोहकः- यथा तव तनकस्त्वत्संबन्धी पुनर्धर्मः तस्यैव विपक्षभूपतेरभून्मया वितीर्णः सन्निति ॥७६॥ ગાથાર્થ–મેં મારો ધર્મનાશ કર્યો, બીજાનો ધર્મમેં તમને આપ્યો, તેનો ધર્મ મારો કેવી રીતે થાય? જેમ તારો ધર્મ તેની માલિકીનો થયો તેમ બીજાનો ધર્મ તારી માલિકીનો થવામાં શું દોષ છે?(૭૬) પછી રોહકે રાજાને કહ્યું: નિરપરાધી એવા અમારા ઉપર દેવે આટલો બધો કોપ કેમ કર્યો? પછી ત્યાં રાજાએ કહ્યુંઃ તેં મારા ધર્મનો નાશ કર્યો તેથી મેં તારી ઉપર ગુસ્સો કર્યો. પછી રોહકે બીજા કોઈ મહર્ષિનો ધર્મ રાજાને આપ્યો. કહેવાનો ભાવ એ છે કે–હે દેવ! જો મારા કહેવાથી તમારો ધર્મ બીજાનો થઈ જતો હોય તો આ મહર્ષિએ બાળપણથી જે ધર્મ આરાધ્યો હોય તે હું તમને આપું છું, તેથી તમારે મારા ઉપર કોપ કરવાનો અવકાશ નથી. રાજાએ કહ્યું આ મહર્ષિનો ધર્મ મારો કેવી રીતે થાય? કારણ કે તે ધર્મ મેં કર્યો કે કરાવ્યો નથી. રોહકે કહ્યું: મારા કહેવાથી જેમ તમારો ધર્મ શત્રુરાજાને થયો તેમ મારા કહેવાથી મહર્ષિનો ધર્મ પણ તમારો થાય. (૭૬) जीवणदाणे पेसण-तदण्णवुग्गहगहाण तेसिं तु । अपुत्तग्गहगोग्गहनिमित्ततित्थं तओ धाडी ॥७७॥
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy