SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ઉપદેશપદ : ભાગ-૧ ગાથાર્થ–ચોથા પહોરને અંતે તારા પિતા કેટલા છે એવી વિચારણા, રાજા-ધનદ-ચંડાલ-ધોબી અને વીંછી એમ પાંચ પિતા છે, માતાને પૂછ્યું અને એ પ્રમાણે છે એમ તેનો જવાબ છે. (૭૨) ચોથા પહોરને અંતે પૂર્વરાત્રિમાં ઘણું જાગરણ થયું હોવાથી ભરનિદ્રામાં પડેલા રોહકને સોટી અડાળીને ઉઠાળીને પુછ્યું: હે રોહક ! તું શું વિચારે છે? રોહકે કહ્યું હે રાજન્ ! તમારે કેટલા પિતા છે એમ વિચારું . રાજાએ કહ્યુંમારે કેટલા પિતા છે તે તું જ કહે. રોહકે કહ્યું હે રાજનું! તારે પાંચ પિતા છે. રાજાએ પુછ્યું તે પાંચ કોણ છે? રોહકે કહ્યું. રાજા, ધનદ, ચાંડાલ, ધોબી અને વીંછી એમ તમારે પાંચ પિતા છે. પછી સંદેહ પામેલા રાજાએ માતાને પુછ્યું કે મારે આ પ્રમાણે પાંચ પિતા છે? માતાએ પણ કહ્યું કે રોહક જે પ્રમાણે કહે છે તે પ્રમાણે જ છે. (૭૨). तानेव सहेतुकान् सा दर्शयतिराया रइबीएणं, धणओ उउण्हायपुजफासेणं । चंडालरयगदंसण, विच्चुगमरहस्सभक्खणया ॥७३॥ 'राया' इत्यादि, राजा तावद्रतिबीजेन सुरतकाले बीजनिक्षेपरूपेण १, धनदःकुबेरः 'उउण्हायपुज्जफासेणं' त्ति ऋतुस्नातया चतुर्थदिवसे तस्य पूजायां कृतायां मनोहरतदाकाराक्षिप्तचित्तया यः स्पर्शस्तस्यैव सर्वाङ्गमालिङ्गनं तेन २, 'चंडालरयगदंसण' त्ति चण्डालरजकयोःऋतुस्नातायाएव तथाविधप्रघट्टकवशादर्शनमवलोकनंमनाक्संयोगाभिलाषश्च मे संपन्न इति तावपि पितरौ ३-४, 'विच्चुगमरहस्सभक्खणया' इति, अत्र मकारोऽलाक्षणिकः, ततोवृश्चिकोरहस्यभक्षणेनरहएकान्तस्तत्रभवंरहस्यंतच्च तद्भक्षणं च तेन जनकः संपन्नः । मम हि पुत्र ! त्वय्युदरगते वृश्चिकभक्षणदोहदः समजनि । संपादितश्चासौरहसिकणिकामयस्यतस्यभक्षणेनेत्यसावपिमनाग्जनकत्वमापन्नः ॥७३॥ તે સહેતુક પાંચ પિતાને જણાવે છે ગાથાર્થ–રતિબીજના દાનથી રાજા, ઋતુસ્નાન વખતે પૂજાના સ્પર્શથી ધનદ, દર્શનથી ચંડાલ અને ધોબી, એકાંતમાં ભ્રમણ કરવાથી વીંછી એમ પાંચ પિતા થયા. (૭૩) ક્રીડા કરતી વખતે વીર્યના દાનથી રાજા પિતા થયો. ઋતુસ્નાતા થયા પછી ચોથા દિવસે કુબેરની પૂજા કરતી વખતે, કુબેરના મનોહરરૂપથી આકર્ષિત થયેલી કુબેરને સર્વાંગથી આલિંગન કરવાથી કુબેર બીજો પિતા થયો. ઋતુસ્નાનના સમયમાં તેવા પ્રકારનો સંઘટ્ટો થવાથી ચંડાલ અને ધોબીના દર્શનથી મારે કંઈક સંયોગનો અભિલાષ થયો તેથી તે બંને ત્રીજા અને ચોથા પિતા થયા, પછી તું ઉદરમાં આવે છતે મને વીંછી ભક્ષણનો દોહલો થયો અને લોટનો વીંછી બનાવીને એકાંતમાં ભક્ષણ કરીને આ દોહલો પૂર્ણ કરાયો તેથી વીંછી પાંચમો પિતા થયો. (૭૩)
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy