SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ઉપદેશપદ : ભાગ-૧ છે” એમ સદા મનથી ભગવાનને યાદ કરતો છતો ભગવાનને જ અધિક માને છે. જેને ભગવાન ઉપર બહુમાન ભાવ થયો છે તે પુરુષ વિલંબ વિનાજ ભગવદ્ભાવને ભજનારો થાય છે, અર્થાત્ ભગવાન બને છે. કહ્યું છે કે- “અક્ષય ભાવમાં (–પરમાત્મ ભાવમાં) મળેલો ભાવ નિયમો અક્ષયભાવને (પરમાત્મ ભાવને) સાધે છે. જેને સુવર્ણ રસ (જેનાથી તાંબું જ સુવર્ણરૂપ બની જાય તેવો સુવર્ણરસ) ચળવવામાં આવ્યો છે એવું તામ્ર ફરી તામ્રપણાને પામતું નથી.” આ પ્રમાણે સર્વકાર્યમાં ઉચિત પ્રવૃત્તિને આસન્નસિદ્ધિ જીવનું ચિહ્ન કહ્યું છે. (૩૫) एतद्विपर्यये दोषमाहआयपरपरिच्चाओ, आणाकोवेण इहरहा णियमा । एवं विचिंतियव्वं, सम्मं अइणिउणबुद्धीए ॥३६॥ 'आत्मपरपरित्यागः' आत्मनः स्वस्य परेषां चानुगृहीतुमिष्टानां देहिनां परित्यागः दुर्गतिगर्तान्तर्गतानां प्रोज्झनं कृतं भवति 'आज्ञाकोपेन' भगवद्वचनवितथासेवनरूपेण, 'इतरथा' सूत्रानुसारप्रवृत्तिरूपप्रकारपरिहारेण प्रवृत्तौ सत्यां 'नियमात्' अवश्यंभावेन । यथोक्तम्-"इहलोयम्मि अकित्ती, परलोए दुग्गई धुवा तेसिं ।आणं विणा जिणाणं, जे ववहारं ववहरंति ॥१॥" यत एवं' तत एवमुक्तप्रकारेण विचिन्तयितव्यं' विमर्शनीयं 'सम्यग्' यथावद् 'अतिनिपुणबुद्धया कुशाग्रादपि तीक्ष्णतरया प्रज्ञया, अनिपुणबुद्धिभिर्विचिन्तितस्याप्यर्थस्य व्यभिचारसंभवात् ॥३६॥ આનાથી વિપરીત દોષને કહે છે– ગાથાર્થ- અન્યથા આજ્ઞાકોપથી નિયમા સ્વપરનો ત્યાગ થાય. તેથી ઉક્ત રીતે અતિ નિપુણ બુદ્ધિથી સમ્યક્ વિચારવું. ટીકાર્થ- અન્યથા– સૂત્રાનુસાર પ્રવૃત્તિનો ત્યાગ કરીને પ્રવૃત્તિ કરવાથી. આજ્ઞાકોપથી- જિનવચનથી વિરુદ્ધ આસેવનથી. નિયમા- અવશ્ય. સ્વપરનો ત્યાગ થાય- પોતાનો અને અનુગ્રહ કરવા માટે ઈષ્ટ બીજા જીવો કે જેઓ દુર્ગતિરૂપ ખાડામાં પડેલા છે તેમનો ત્યાગ કરેલો થાય. કહ્યું છે કે- “જિનેશ્વરોની આજ્ઞાને મૂકીને જેઓ ધર્મક્રિયા કરે છે તેઓ આ લોકમાં અપકીર્તિ પામે છે અને પરલોકમાં નિયમો તેમની દુર્ગતિ થાય છે.” ૧. અનુગ્રહ કરવા માટે ઇષ્ટ જીવો હમણાં મનુષ્યગતિમાં હોવાથી દુર્ગતિરૂપ ખાડામાં પડેલા નથી. પણ ભવિષ્યમાં અવશ્ય પડે. આથી માવિન મૂવલુપવાર: ભવિષ્યમાં જે થવાનું હોય તેમાં ભૂતકાળનો ઉપચાર થઈ શકે એ ન્યાયથી અહીં “દુર્ગતિ રૂ૫ ખાડામાં પડેલા” સમજવા.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy