SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ઉપદેશપદ : ભાગ-૧ વિભવથી વિકલ પુરુષ બાયેલો છે એમ લોકમાં નિંદાયો છે અને પૂર્વલક્ષ્મીથી પણ જલદીથી મુકાય છે તેથી પૂર્વ પુરુષની પરંપરાથી આવેલ વહાણવટાના વ્યાપારને હું કરીશ. પૂર્વોપાર્જન ધનના ઉપભોગથી મારી ઉત્તમતા કેવી ? જે પોતાની બે ભૂજાથી ઉપાર્જિત કરેલ ધનથી પ્રતિદિન યાચકોના વાંછિતને પૂરતો નથી તે પણ શું જગતમાં જીવે છે ? વિદ્યા-વિક્રમ ગુણથી પ્રશંસનીય વૃત્તિથી જે જીવને ધારણ કરે છે તેનું જ જીવિત વંદનીય છે. વિદ્યા અને પરાક્રમ ગુણ વિનાના બીજા જીવિતથી શું? જગતમાં કયા પુરુષો પાણીના પરપોટાની જેમ અનેકવાર જન્મતા અને મરતા નથી ? વાસ્તવિક ગુણોથી રહિત તેઓના જન્મ મરણથી શું ? સાપુરુષોના કીર્તનના અવસરે દાનાદિ ગુણના સમૂહથી જેઓનું નામ પ્રથમ જ પંક્તિમાં લખાતું (બોલાતું) નથી તે કેવી રીતે પ્રશંસા કરાય ? આ પ્રમાણે વિચારીને તેણે સમુદ્રના કાંઠે પરતીમાં દુર્લભ કરીયાણાઓથી ભરેલું વહાણ જલદીથી તૈયાર કરાવ્યું અને ગમનમાં ઉત્કંઠિત નંદનને જોઇને અત્યંત વિરહના ભયથી અત્યંત શોકથી દુઃખી સુંદરીએ આ પ્રમાણે કહ્યું: હે આર્યપુત્ર ! હું પણ તમારી સાથે અવશ્ય આવીશ. સ્નેહાધીન ચિત્તને વશ કરવા હું શક્તિમાન નથી. આ પ્રમાણે કહ્યા પછી તેના દઢતર સ્નેહભાવની વ્યગ્રતાથી ઢીલું થયું છે મન જેનું એવા નંદે તેની વાત સ્વીકારી. પછી પ્રયાણનો વખત થયો ત્યારે તે બંને પણ વિશિષ્ટ પ્રકારના વહાણમાં આરૂઢ થયા અને ક્ષેમકુશળ પૂર્વક સમુદ્રને પેલે પાર પહોંચ્યા અને કરીયાણું વેંચ્યું અને ઘણું સુવર્ણ કમાયા અને ત્યાંથી બીજું કરીયાણું ખરીદીને આવતા સમુદ્રની અંદર પૂર્વે કરાયેલ કર્મની પરિણતિના વશથી અત્યંત પ્રબળ પવનથી હાલક ડોલક થતી નાવ ક્ષણથી સેંકડો ટૂકડા થઈ. (૨૨) પછી જલદીથી કોઈક તેવા પ્રકારની ભવિતવ્યતાથી પાટિયાના ટૂકડા મળ્યા અને બંને એક જ કિનારા ઉપર પહોંચ્યા. અણઘટતાનું નિર્માણ અને સુનિર્મિતના વિનાશમાં પ્રવૃત્ત થયેલ વિધિના યોગથી લાંબા સમયના વિરહ પછી તેઓનું પરસ્પર દર્શન થયું. પછી હર્ષ અને વિષાદના વશથી ઉછળતા દઢશોકથી ભરાયો છે સંપૂર્ણ ગળાનો માર્ગ જેનો, અર્થાત્ ગધેડૂમો ભરાયો છે જેનો એવી દીન સુંદરી નંદના ગળામાં વળગીને રોવા લાગી. સતત આંસુની ધારવાળી સુંદરી જાણે સમુદ્રના સંગથી લાગેલા પાણીના ટીપાનો સમૂહ છોડતી ન હોય! તે વખતે કોઈપણ રીતે ધીરજ ધરીને નંદે કહ્યું: હે સુતનુ ! અત્યંત કૃષ્ણમુખી એવી તું આ પ્રમાણે શોક કેમ કરે છે ? હે મૃગાક્ષી ! જગતમાં એવો કોણ જન્મ્યો છે જેને આવા પ્રકારના દુઃખો ન આવ્યા હોય ? અથવા જન્મમરણો ન થયા હોય ? હે કમળમુખી! તું જો ગગનાંગણમાં એક ચૂડામણિ એવા સૂર્યના પણ ઉદય અને અસ્ત પ્રતિદિન જ પ્રવર્તે છે. અથવા શું તેં જિનેશ્વરના શાસ્ત્રમાં નથી સાંભળ્યું કે સુકૃતનો ક્ષય થયે છતે સુરેન્દ્રો પણ દુઃસ્થ અવસ્થાને પામે છે. તે સુતનું ! કર્મવશવર્તી જીવોનો આટલો પણ પરિતાપ શું હિસાબમાં
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy