SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ : ૭૯ જ કરે છે, તે અજ્ઞાનીઓમાં શિરોમણિ છે. કારણ કે તે ઉપાય વિના જ પ્રવૃત્ત થયો છે.” ( જે પ્રવૃત્તિ આગમથી નિરપેક્ષ બનીને પોતાની લ્પનાથી કરવામાં આવે તે પ્રવૃત્તિ હઠથી કરી ગણાય. એ રીતે હઠથી પ્રવૃત્તિ કરનાર ઇદી ગણાય. આવો જુદી યોગમાં ઉપાય વિના જ પ્રવૃત્ત થયો છે. કેમકે યોગમાં પ્રવૃત્તિનો ઉપાય હેતુ આગમ છે, અને તે આગમથી નિરપેક્ષ છે. આમ જુદી યોગમાં ઉપાય વિના જ પ્રવૃત્ત થયો હોવાથી અજ્ઞાનીઓમાં શિરોમણિ છે.) (યોગબિંદુ ગા. ૨૩૯). વ્યવહારભાષ્યમાં કહેલો ક્રમ આ પ્રમાણે છે- “ત્રણ વરસના દીક્ષાપર્યાયવાળાને આચાર પ્રકલ્પ અધ્યયન, ચાર વરસના દીક્ષા પર્યાયવાળાને સૂયગડાંગ સૂત્ર, પાંચ વરસના દિક્ષાપર્યાયવાળાને દશાકલ્પવ્યવહાર સૂત્ર, આઠ વરસના દીક્ષાપર્યાયવાળાને ઠાણાંગસૂત્ર તથા સમવાયાંગ સૂત્ર, દશ વરસના દીક્ષાપર્યાયવાળાને વિવાહપન્નતિ-ભગવતી સૂત્ર, અગિયાર વરસના દીક્ષા પર્યાયવાળાને ખુફિયાવિયાણ આદિ પાંચ અધ્યયનો, બાર વરસના દીક્ષાપર્યાયવાળાને અરુણીપપાત આદિ પાંચ અધ્યયનો, તેર વરસના દીક્ષાપર્યાયવાળાને ઉઢાણશ્રુત આદિ ચાર અધ્યયનો, ચૌદ વરસના દીક્ષાપર્યાયવાળાને આસીવિસભાવણા, પંદર વરસના દીક્ષા પર્યાયવાળાને દિક્ટિવિસભાવણા, સોળ વરસના દીક્ષાપર્યાયવાળાને ચારણભાવણા, સત્તર વરસના દીક્ષા પર્યાયવાળાને મહાસુમિણભાવણા, અઢાર વરસના દીક્ષાપર્યાયવાળાને તેઅગ્ગિનિસગ્ગ, ઓગણીસ વરસના દીક્ષાપર્યાયવાળાને બારમું અંગ દષ્ટિવાદ અને સંપૂર્ણ વીસ વરસના દીક્ષાપર્યાયવાળાને સર્વ આગમની વાચના આપવાનું શ્રી જિનેશ્વર ભગવંતોએ કહેલું છે.” (વ્યવહાર ભા. ઉ. ૧૦ સૂત્ર ૨૦ વગેરે. મુદ્રિતપ્રત પૃ. ૧૦૭) સાધ્વીઓને આશ્રયીને “અકાલચાર' આદિનો ત્યાગ વગેરે સૂત્રોનુસાર છે. અકાલચારનું લક્ષણ આ છે – “આઠમ, પાક્ષિક (ચૌદશ) અને વાચના કાલને છોડીને સાધુની પાસે આવનારી સાધ્વીઓ અકાલચારિણી (=અવસર વિના આવનારી) જાણવી.” સિદ્ધાચાર્ય– સૂત્રાનુસાર સૂત્ર આપવામાં સિદ્ધ નામના આચાર્યનું દૃષ્ટાંત છે. ગાથામાં આવેલા “આહરણ' શબ્દનો અર્થ આ પ્રમાણે છે- જેના વડે દાન્તિક ( દૃષ્ટાંત સંબંધી) અર્થ પ્રતીતિના માર્ગમાં ઉતારાય, અર્થાત્ જેનાથી પ્રસ્તુત વિષય બુદ્ધિમાં બેસાડી શકાય તે આહરણ. આહરણ એટલે દૃષ્ટાંત. “ગુરુએ પણ” એ સ્થળે રહેલા પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે– માત્ર શિષ્ય જ વિધિથી અને વિયનથી સૂત્રને ગ્રહણ કરવું જોઈએ એમ નહિ, કિંતુ ગુરુએ પણ યોગ્ય જીવોને જ વિધિથી અને સૂત્રાનુસાર જ સૂત્રદાન કરવું જોઇએ. (૨૯) तदेवाहचंपा धण सुंदरि तामलित्ति वसुणंद सड्ढ संबंधो । संदरि णंदे पीई, समए परतीरमागमणे ॥३०॥
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy