SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ ઉપદેશપદ : ભાગ-૧ - ધર્મમાં સમ્યગૂ પ્રયત કરવો જોઈએ એમ કહ્યું, આથી હવે સમ્યગૂ ભાવને (=સમ્યગ કોને કહેવાય તેને) વિચારતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ– અહીં સૂત્રાનુસારે જ જે પ્રવૃત્તિ થાય તે સમ્યભાવ (=સમ્યકપણું) છે. તેથી અહીં પહેલાં સૂત્રગ્રહણ કરવામાં પ્રવૃત્તિ કરવી જોઈએ. ટીકાર્થ– અહીં– ધર્મપ્રયતમાં. સૂત્રાનુસારે- સર્વજ્ઞના આગમને અનુસરવા વડે. પ્રવૃત્તિ- ચૈત્યવંદન આદિ ક્રિયા. સમ્યભાવ- સત્યપણું. અહીં - ધર્મમાં પ્રયત્ન કરવો જોઈએ એવો જે ઉપદેશ આપ્યો તેમાં. સૂત્રગ્રહણ કરવામાં- મોક્ષપુરુષાર્થને અનુકૂલ ભાવસમૂહને જણાવનાર, અસાર સંસારરૂપ કારાવાસમાંથી બહાર કાઢવાનો સંકેત આપનાર કાલઘંટા સમાન, તથા આવશ્યક અને અંગપ્રવિષ્ટ વગેરે ભેજવાળા શ્રુતને કોઈની ચક્ષુ નાશ પામી હોય અને ફરી તેનો લાભ થતાં જે પ્રસન્નતા થાય એ દાંતથી (અર્થાત્ અતિશય પ્રસન્નતાથી) ગ્રહણ કરવામાં પ્રવર્તવું જોઈએ. કારણ કે “પ્રથમ જ્ઞાન અને પછી દયા (સંયમ) એ રીતે સર્વ કાર્યોમાં સંયમી રહી શકે. અજ્ઞાની શું કરશે? અથવા હિતને અને અહિતને શું જાણશે ?” સાંભળીને હિતને જાણે અને સાંભળીને અહિતને જાણે, હિત-અહિત ઉભયને પણ સાંભળીને જાણે, તેમાં જે હિતકર હોય તેને આચરે.” (દશ વૈ.અ.૪.ગા. ૧૦-૧૧) ભાવાર્થ– સર્વજ્ઞના આગમના અનુસારે થતી ધર્મપ્રવૃત્તિ સાચી ધર્મપ્રવૃત્તિ છે. (આથી સર્વજ્ઞના આગમને-સર્વજ્ઞની આજ્ઞાને સમજવી જોઈએ.) એ માટે પહેલાં સૂત્ર ગ્રહણ કરવામાં= આગમનો અભ્યાસ કરવામાં પ્રવૃત્તિ કરવી જોઇએ. (૧૯) तच्च सूत्रग्रहणं विनयादिगुणवतैव शिष्येण क्रियमाणमभीप्सितफलं स्यान्नान्यथेति समयसिद्धदृष्टान्तेन स्पष्टयन्नाह देवीदोहल एगत्थंभप्पासाय अभयवणगमणं । - रुक्खुवलद्धहिवासण वंतरतोसे सुपासाओ ॥२०॥ अथ संग्रहगाथाक्षरार्थः- 'देवीदोहल'त्ति देव्याश्चेल्लनाभिधानायाः कश्चित् समये दोहदः समपादि । 'एगत्थंभप्पासायं' त्ति एकस्तम्भप्रासादक्रीडनाभिलाषरूपः । ततो
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy