SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ માષતુષ મુનિમાં વિશેષ જ્ઞાન ન હોવા છતાં માતુષ મુનિ એટલું તો અવશ્ય જાણતા હતા કે, સંસાર ભયંકર જ છે. તેનું ઔષધ શુદ્ધ (ચારિત્ર) ધર્મ જ છે. શુદ્ધધર્મ પરમાર્થથી ગુરુકુલ સંવાસમાં પ્રાપ્ત થાય છે. (૧૯૪) પ્રશ્ન - માપતુષ વગેરે મુનિઓમાં આ પ્રમાણે જ્ઞાન હતું એનો નિર્ણય શાના આધારે કરી શકાય ? ઉત્તર - કોઈ કારણથી એકલા મૂકવામાં આવે તો પણ ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા ન હતા. ચંદ્રગુપ્તને ચાણક્ય ઉપર જેટલો વિશ્વાસ હતો તેનાથી અધિક વિશ્વાસ તેમને ગુરુ ઉપર હતો. (૧૫) માષતુષ આદિને ગુરુ સિવાય બીજા વિષયમાં માત્ર વિશેષજ્ઞાનનો અભાવ હતો, પણ વિપર્યય ન હતો. કારણ કે તેમનામાં નિયમા મિથ્યાત્વ આદિનો અભાવ હતો. (૧૯૭) સમ્યક્ બોધ થવામાં વિપર્યય, અનધ્યવસાય અને સંશય એ ત્રણ દોષો બાધક છે. આ ત્રણથી યથાર્થ બોધ થતો નથી. આ ત્રણમાં વિપર્યય મહાન દોષ છે. કારણ કે વિપર્યયથી આલોક સંબંધી અને પરલોકસંબંધી કાર્યોમાં અનર્થ ફળવાળી અસત્ પ્રવૃત્તિ થાય છે. (૧૯૮). જે માર્ગાનુસારી, શ્રાદ્ધ, પ્રજ્ઞાપનીય, ક્રિયાતત્પર, ગુણરાગી અને શક્ય આરંભ સંગત હોય તેને (શાસ્ત્રજ્ઞાતાઓ) સાધુ કહે છે. માપતુષ મુનિમાં આ બધા ગુણો હતા. માતુષ આદિ મુનિ ચારિત્રી હતા તેનું લક્ષણ શું ? એ વિષયમાં અહીં કહ્યું કે ગુરુસંબંધી ભ્રમનો અભાવ એ ચારિત્રનું લક્ષણ તો તેમનામાં છે જ, કિંતુ માર્ગાનુસારિતા વગેરે બધું ય પણ માપતુષ વગેરે મુનિના ચારિત્રનું લક્ષણ છે. માષતુષ વગેરે મુનિમાં માર્ગનુસારિતા વગેરે ગુણો હતા તેને જણાવનાર ચિહ્ન શું છે? એવા પ્રશ્નના જવાબમાં ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે કે – માષતુષ વગેરે મુનિ ગુરુના સાનિધ્યમાં પ્રતિલેખના-પ્રમાર્જના વગેરે સાધુસામાચારીનું પાલન કરવારૂપ ગુર્વાજ્ઞાનું સંપાદન કરતા હતા. ગુરુના સાનિધ્યની જેમ ગુરુના વિરહમાં પણ ગુર્વાજ્ઞાનું સંપાદન કરવું એ જ માપતુષ વગેરે મુનિમાં માર્ગાનુસારિતા વગેરે ગુણો હતા એનુ જ્ઞાપક ( જણાવનાર) લિંગ છે. (200) પરસ્પર બે વિરુદ્ધ વસ્તુનું જ્ઞાન તે સંશય. જેમકે આ દોરડું છે કે સાપ ? યથાર્થ વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ હોય તેવું. “આ આમ જ છે” એવું એક પ્રકારનું જ્ઞાન તે વિપર્યય. જેમકે દોરડામાં આ સર્પ છે એવું જ્ઞાન. નિશ્ચયરહિત “આ કંઈક છે” એવું જ્ઞાન તે અનધ્યવસાય. જેમકે અંધારામાં “અહીં કાંઈક છે” એવું જ્ઞાન.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy