SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૫૯ પર્વતના શિખર ઉપર લઇ જઇ દેવે દશે દિશામાં ફુંકીને વેર્યું. આ દૃષ્ટાંત છે, તેનાથી પણ મનુષ્યભવ દુર્લભ છે. આનાથી શું કહેવાનું થાય છે ? તઘડોવાળુય એટલે તે વિખરાયેલા પરમાણુઓ ભેગા થઇ ફરી થાંભલરૂપે રૂપાંતર પામે તે જેમ દુર્લભ છે તેમ ગુમાવેલો મનુષ્યભવ ફરી મળવો દુર્લભ છે. તથા અન્નથ્થુવરિયો ìળ– કંઇક અદ્ભૂત નવું કરીએ એવા કુતૂહલથી આ ૫૨માણું દૃષ્ટાંત પણ આવશ્યક ચૂર્ણિમાં બીજા પ્રકારે કહેલો જણાય છે. તે આ પ્રમાણે—. અહીં અનેક સેંકડો થાંભલાથી કોઇ એક સભા રચાયેલી છે. કાળથી અગ્નિની ભયંકર જવાળાઓથી સળગી ગઇ. શું એવો કોઇ ઇન્દ્ર, ચંદ્ર કે ચક્રવર્તી છે જે તે જ અણુઓથી પૂર્વની જેમ અતિદુર્ઘટ સભાને બનાવી શકે ? જેમ તે જ અણુઓથી ફરી તે સભા ઘડવી દુષ્કર છે તેમ જીવોનો નિષ્ફળ થયેલ મનુષ્યભવ જાણવો. દૃષ્ટાંતરૂપે રજૂ કરેલા દશે પણ દૃષ્ટાંતો કદાચ ફરીથી થાય એ શક્ય છે પણ દાષ્યંતિક ભાવને પામેલ મનુષ્યભવ પ્રાપ્ત થવો હે સૌમ્ય ! શક્ય નથી. આમ દુર્લભ મનુષ્યભવને પામીને જે જીવ પરલોકનું હિત કરતો નથી તે મૃત્યુકાળે શોક કરે છે. પાણીમાં પડેલા હાથીની જેમ, ગલમાં ફસાયેલા માછલાની જેમ, જાળમાં ફસાયેલ હરણની જેમ તથા ઝંઝાવાતમાં સપડાયેલ પક્ષીની જેમ તે શોક કરે છે. મૃત્યુ અને જરાના સામર્થ્યની ચોથી નિદ્રામાં ધકેલાયેલો (મૃત્યુના મુખમાં ધકોલાયેલો) એવો પોતાને જાણતો જુએ છે. કર્મોના સમૂહથી પ્રેરાયેલો જીવ અનેક સેંકડો જન્મ મરણના ફેરા કરીને દુઃખથી મનુષ્યભવને મેળવે છે. દુઃખે કરીને મેળવી શકાય તેવા વિદ્યુતલતા જેવા ચંચળ મનુષ્યભવને મેળવીને જે પ્રમાદ કરે છે તે કાયર છે પણ સત્પુરુષ નથી. अथ यदुक्तं—भावार्थसारयुक्तान्युपदेशपदानि वक्ष्ये इति, तत्प्रस्तुतमनुजत्वदुर्लभत्वमधिकृत्यागमसिद्धोपपत्त्या दर्शयन्नाह एयं पुण एवं खलु, अण्णाणपमायदोसओ नेयं । जं दीहा कायठिई, भणिया एगिंदियाईणं ॥ १६ ॥ ‘તાત્‘મનુષત્વ, પુનઃશો વિશેષાર્થ:। તતશ્ચાયમર્થ:—પ્રા સામાન્યેન મનુનત્વदुर्लभत्वमुक्तं, साम्प्रतं तदेवोपपत्तिभिः साध्यत इति । ' एवं खलु 'त्ति एवमेव दुर्लभमेव, कुत इत्याह- 'अज्ञानप्रमाददोषतः ' अज्ञानदोषात् सदसद्विवेचनविरहापराधात् प्रमाददोषाच्च विषयासेवनादिरूपाज्ज्ञेयमवगन्तव्यम् । एतदाविष्टो हि जीव एकेन्द्रियादिजातिषु दूरं मनुजत्वविलक्षणासु अरघट्टघटीयन्त्रक्रमेण पुनःपुनरावर्त्तते । एतदपि कथं सिद्धमित्याह - यत्कारणाद् 'दीर्घा' द्राघीयसी 'कायस्थितिः ' पुनः पुनः
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy