SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભૂતિના આચાર્ય છે. તેઓ એક સ્થળે ટાંકે છે – वादाँश्च प्रतिवादाँश्च, वदन्तोऽनिश्चितान् यथा । तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ॥ કેવળ તન-નયમાં અટવાયા કરતા શુષ્ક દાર્શનિકો ફરે છે ઘણું પણ પ્રગતિ જરાય કરતા નથી. આચાર્યશ્રી તેમને ઘાણીના બળદ કહે છે. દિગ્ગજ ગણાતા દાર્શનિકો પણ સંવેદન ક્ષમતાના અભાવે આત્મ – અનુભૂતિથી વંચિત રહી જતા હોય છે. પૂજ્યશ્રી દાર્શનિકક્ષેત્રમાં શિરમોર રહ્યા જ છે. અનુભૂતિના ક્ષેત્રમાં પણ શિરમોર બની રહ્યા. ષોડશક, વિંશતિવિશિકા, યોગશતક, યોગબિંદુ, યોગદૃષ્ટિ સમુચ્ચય, લલિતવિસ્તરા, બ્રહ્મપ્રકરણ વગેરે પૂજ્યશ્રીએ રચેલા યોગગ્રંથો છે. સાધારણતયા ષોડશકને યોગગ્રંથ ન ગણતાં પ્રકરણગ્રંથ ગણે છે. હકીકતમાં ષોડશક તો પ્રારંભિક-પ્રાથમિક-યોગગ્રંથ છે. પૂજ્યપાદશ્રીના તમામ યોગગ્રંથોને સમજવા ષોડશકગ્રંથ ભણવો જ પડે. પૂ.ઉપા.શ્રી યશોવિજયજી મહારાજે ષોડશક પર ટીકા રચી છે. તેનું નામ “યોગદીપિકા” છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ, પૂજ્ય હરિભદ્ર સૂ.મ.ના ભાવબોધની ખૂબ નિકટ છે. તેમણે ષોડશકને યોગગ્રંથનું મહત્ત્વ આપ્યું છે. | સોળ આર્યાનું એક પ્રકરણ, એવાં સોળ પ્રકરણ આ ગ્રંથમાં છે. તેથી આ ગ્રંથ ષોડશકના નામે પ્રચલિત છે. સોળ અધિકારમાં આત્મ-વિકાસના આગમિક અને આનુભૂતિક વિકાસક્રમને આ ગ્રંથમાં ઘણી સહેલાઇથી નિરૂપ્યો છે. | ધર્મ એમ ને એમ મળતો નથી. ધર્મ શોધવો પડે છે. ધર્મને ઓળખતાં પહેલાં અધર્મને ઓળખવો પડે છે. ધર્મને નામે ચાલતા અધર્મને ઓળખવો પડે છે. ધર્મનું લક્ષ્ય રાગ-દ્વેષનો હોય છે. જેને ધર્મ પામાવાની ઇચ્છા છે તે તેને મળેલા ધર્મને ચકાસશે કે તે રાગ-દ્વેષનો ક્ષય કરવા સક્ષમ છે કે નહીં? અહીં પરીક્ષાને અવકાશ છે. ધર્માર્થી જન પરીક્ષક હોય એ જરૂરી છે. આ પૂજ્ય આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનો અભિમત છે. માટે જ ષોડશકગ્રંથની શરૂઆત ધર્મપરીક્ષક અધિકારથી થાય છે. - લલિત વિસ્તરા વગેરે સૂત્રોમાં પૂજ્યશ્રીએ અપુનબંધક જીવોને ધર્મના અધિકારી કહ્યા છે. ષોડશકમાં ધર્મની પરીક્ષા કરવા આવનારા જીવોની ત્રણ કક્ષા દર્શાવવામાં આવી છે. બાલ, મધ્યમ અને પંડિત. જેની દ્રષ્ટિ વેશ સુધી જ જાય તે બાલ, વર્તન સુધી પહોંચે તે મધ્યમ, વચનોની પરીક્ષા કરે તે પંડિત. ધર્મની પ્રાપ્તિની બાબતમાં બાહ્ય વેષ અકિંચિકર છે. ચારિત્રમાર્ગ પણ અંતરના પરિણામ શદ્ધ હોય તો ધર્મ બને છે. જે ચારિત્ર સાથે આંતરિકદોષો (પરદોષદર્શન-હીનગણદ્વૈષ, આત્મશ્લાઘાની ઇચ્છા વગેરે) દૂર કરવાના પ્રયત્ન જ ન હોય અને બાહ્યદોષોના ત્યાગનો અતિ આગ્રહ હોય તે ચારિત્ર-પરિશુદ્ધ નથી. નિંદા અપરિશુદ્ધ ચારિત્રથી જન્મતો બીજો દોષ છે. આમ તાત્ત્વિક કોટિના ધર્મની પ્રાપ્તિ બાલદ્રષ્ટિ અને મધ્યમદ્રષ્ટિ દ્વારા કરવી પ્રાય: અસંભવ છે. વચનપરીક્ષા તાત્ત્વિક ધર્મ પ્રાપ્તિનો રાજમાર્ગ છે. * જે વચનો પ્રમાણથી બાધિત ન થતાં હોય. * જેમાં ઉત્સર્ગ અપવાદનો ઉચિત સમન્વય હોય. * જેનું ઐદંપર્ય = તાત્પર્ય શુદ્ધ હોય તે વચનો ઉપાદેય છે. ધર્મની પરીક્ષા કરવા આવતા જીવની કક્ષા મુજબ તેને-આત્મવિકાસનો માર્ગ દર્શાવવો એ ધર્મદેશકનું કર્તવ્ય છે. બાલ-મધ્યમ-બુધ જીવોનાં લક્ષણ – વ્યાપારાદિનું વિવેચન પ્રથમ ષોડશકમાં છે. બીજા ષોડશકમાં ધર્મદશકનું કર્તવ્ય, ધર્મદશકના ગુણો અને ધર્મદેશનાનું ફળ વર્ણવાયું છે.
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy