SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રારુતાવિમg૦૦૦૦૦૦૦૦૦૦ // ૐ જે સરસ્વચૈ નમ: // શ્રી આચારાંગમાં સૂત્ર છે, “૩ નો”..... લોક દુઃખી છે.. આપણે દુ:ખી છીએ. આપણાં દુઃખનું કારણ આપણે સરજેલો સંસાર છે. આપણા સંસારનું કારણ આપણાં કર્મ છે. આપણાં કર્મનું કારણ આપણા રાગ-દ્વેષ છે. આપણાં દુઃખનું મૂળભૂત કારણ આપણા રાગ-દ્વેષ છે. આપણી દરેક પ્રવૃત્તિ, આપણી દરેક લાગણી, આપણા દરેક વિચાર પર રાગદ્વેષની ઘેરી અસર છે. છતાં આપણે આપણા રાગ-દ્વેષને ઓળખી શકતા નથી. આપણે રાગ-દ્વેષનો અનુભવ કરીએ છીએ પણ રાગ-દ્વેષને ઓળખતા નથી. મીઠાઇ ખાધી, એ ભાવી, તેનો સ્વાદ ગમ્યો એ રાગનો અનુભવ થયો, પણ મીઠાઇ ખાતી વખતે રાગના અનુભવની ઓળખ નથી થતી. એ ખ્યાલ નથી આવતો કે મને મીઠાઇ ભાવી તે રાગ થયો. તેવું જ દ્વેષનું છે. તમારું ધાર્યું ન થયું) મને કારેલાં ન ભાવ્યાં, તેનો સ્વાદ ન ગમ્યો એ અનુભૂતિ થઇ, પણ અણગમો થયો તે ખ્યાલ ન આવ્યો. - આપણા રાગ-દ્વેષ આપણને બેહોશ બનાવે છે. શરીર કાપતાં પહેલાં ડોક્ટર એનેસ્થેસિયા આપે તેમ રાગ-દ્વેષ પોતાની ઓળખ છૂપી રહે તે માટે ઇન્દ્રિયોમાં ઉત્તેજના સર્જીને આપણને બેહોશ બનાવી દે છે. આપણે જો આપણા રાગ-દ્વેષને ઓળખી શકીએ તો (બેહોશની કારણે) આપણાં દુઃખોને બહુ જ આસાનીથી દૂર કરી શકીએ. આપણા રાગ-દ્વેષની ઓળખ જ આપણી દુ:ખ મુક્તિનો ઉપાય છે. શી રીતે ઓળખવા આ રાગ-દ્વેષને ?....... આપણા રાગ-દ્વેષની ત્રણ ખાસિયતો છે. એક, રાગ અને દ્વેષ હંમેશા સાથે જ હોય છે. બે, રાગ અને દ્વેષ સંકુલેશ કરાવે છે. ત્રણ, રાગ અને દ્વેષ પોતાના સંસ્કારને જન્મ આપે છે. દરેક ખાસિયતોને સમજીએ. સાધારણ રીતે સહુની ધારણા એવી છે કે જ્યારે રાગ હોય ત્યારે દ્વેષ નથી હોતો. જ્યારે દ્વેષ હોય ત્યારે રાગ નથી હોતો. આ અધૂરી ધારણા છે. આપણે ક્યારેય એકલો રાગ નથી કરતા. એકલો દ્વેષ નથી કરતા. આપણે હંમેશા રાગ-દ્વેષ કરીએ છીએ. કોઇ પદાર્થનો રાગ તેના પ્રતિપક્ષી પદાર્થના દ્વેષ વગર સંભવતો નથી, ટકતો પણ નથી. તે જ રીતે પદાર્થનો દ્વેષ તેના પ્રતિપક્ષી પદાર્થના રાગ વિના સંભવતો નથી, ટકતો પણ નથી. | પહેલી ખાસિયત :- સંસારના સુખનો રાગ હશે તો આત્માના સુખનો દ્વેષ છે જ. અનુકૂળતાનો રાગ છે તો પ્રતિકૂળતાનો દ્વેષ છે જ. અવિરતિમાં આનંદ આવે છે. તો વિરતિમાં ઉદ્વેગ થવાનો જ. સિક્કાની બે બાજુની જેમ રાગ-દ્વેષ સાથે જ હોય છે. રાગ વધે છે તે સાથે દ્વેષ વધતો જ હોય છે. દ્વેષ વધે તો સાથે રાગ પોષાતો જ હોય છે. બીજી ખાસિયતઃ સંકુલેશ. રાગ-દ્વેષનો આધાર આત્મા છે. માધ્યમ મન છે તો આલંબન-પાત્ર કે પદાર્થ, આલંબન વિના રાગ-દ્વેષ થવા અશક્ય છે. બાહ્ય જગતના આલંબન સાથે જ્યારે ભાવનાત્મક સંબંધ જોડાય ત્યારે જ રાગ-દ્વેષ થાય. આ ભાવનાત્મક સંબંધો બાંધવા તે પદાર્થોમાં
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy