SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ મણિમ0000 જેઓશ્રી પૂજયપાદ કારુણ્યસિંધુ, કર્મસાહિત્ય-નિપુણમતિ, સિદ્ધાંતમહોદધિ, મરુધરરત્ન, સુવિશાલગચ્છનિર્માતા, વાત્સલ્યના મહાસાગર, આચાર્યભગવાન શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના કૃપાપાત્ર હતા. જેઓશ્રી પૂજ્યપાદ તપાગચ્છાધિપતિ, દીક્ષાયુગપ્રવર્તક, સંઘસ્થવિર, અનુપમપુણ્યનિધિ, પ્રૌઢપ્રતાપી, શાસ્ત્રમર્મજ્ઞ, આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવતી હતા. જેઓશ્રી પૂજ્યપાદ “મા” થી અધિક વાત્સલ્યદાતા, સમતાસિંધુ, જ્ઞાનનિધિ, ચારિત્રરત્ન, પરિણતિમતુ જ્ઞાનના સ્વામી, છેદગ્રંથોના મર્મજ્ઞ, અનુયોગાચાર્ય પદ્મવિજ્યજી ગણિવર્યના પ્રથમ સુશિષ્ય હતા. જેઓશ્રી બાળક જેવું સરળ હૃદય ધરાવતા હતા. જેઓશ્રી યુવાન જેવી ફૂર્તિ ધરાવતા હતા. જેઓશ્રી પ્રૌઢ પુરુષ જેવી પ્રજ્ઞા અને ગંભીરતા ધરાવતા હતા. જેઓશ્રી વૃદ્ધાવસ્થા જેવી સાલસતા અને વાત્સલ્યતા ધરાવતા હતા. - જેઓશ્રીમાં બાળક જેવી અન્નતા અને ચંચળતા નહોતી, જેઓશ્રીમાં યુવાન જેવો ઉન્માદ નહોતો. જેઓશ્રીમાં પ્રૌઢાવસ્થા જેવું અભિમાન નહોતું. જેઓશ્રીમાં વૃદ્ધાવસ્થા જેવી શિથિલતા નહોતી. જેઓશ્રી હંમેશા જ્ઞાનાદિની આરાધનાનો અખંડ ઉત્સાહ ધરાવતા હતા. અપ્રમત્તપણે જ્ઞાનદાનનું કાર્ય કરતા હતા. અસાધ્ય અને દીર્ઘકાળની બીમારીમાં પણ સમતા અને સમાધિના ભંડાર બની રહ્યા હતા !! જેઓશ્રીએ પોતાના જીવનમાં સંસ્કૃત - હિન્દી-ગુજરાતી - મરાઠી ભાષામાં વિપુલ સાહિત્યનું સર્જન કર્યું હતું. કેટલાય સંસ્કૃત – પ્રાકૃત ગ્રંથોના અનુવાદ કર્યા હતા, એવા અખંડબાલબ્રહ્મચારી, સિદ્ધાંતસંરક્ષક, ગચ્છસ્થવિર, મધટપકતી મીઠી વાણીના સ્વામી, મધુર કંઠી, ભવોદધિતારક, ગુરુદેવ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજાના પવિત્ર કરકમલમાં તેઓશ્રીના જ વરદહસ્તે અનુવાદ થયેલા આ ગ્રંથને અર્પણ કરતાં આનંદ અનુભવું છું. પં. ભવ્યદનચ્છિJણી
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy