SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. આશ્વવભાવના | શ્લોક-૩-૪ ભાવાર્થ : આશ્રવનું પારમાર્થિક સ્વરૂપ શું છે તેને સ્પષ્ટ ઉપસ્થિત કરવા અર્થે મહાત્માઓ વિચારે છે કે – જીવ પ્રતિસમય કાંઈ ને કાંઈ ઉપયોગના પરિણામવાળો છે અને તે ઉપયોગને અનુરૂપ તેના મન, વચન અને કાયાના યોગો પ્રવર્તે છે, જે કર્મબંધનાં કારણ છે. તે મન, વચન અને કાયાના યોગો વિપર્યાસ કૃત મિથ્યાત્વ, અવિરતિ અને કષાય યુક્ત હોય ત્યારે સર્વ પ્રકારના આશ્રવો સતત ચાલુ છે. જ્યારે એ ચારે આશ્રવવાળો જીવ કોઈક નિમિત્તે તત્ત્વને અનુકૂળ સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવાના ઉપયોગવાળો થાય છે ત્યારે તે જ આશ્રવ અંશમાંથી મિથ્યાત્વ અંશ કાંઈક કાંઈક ન્યૂન થાય છે અને જીવ સમ્યક્તને સન્મુખ થાય છે, તેટલા અંશમાં તે આશ્રવનો રોધ થાય છે. વળી, સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવાની નિર્મળ પ્રજ્ઞા જિનવચનાનુસાર સ્પષ્ટ પ્રગટ થાય ત્યારે મિથ્યાત્વ અંશ સર્વથા જાય છે, તોપણ અવિરતિ, કષાય અને યોગરૂપ આશ્રવ વર્તે છે અને જ્યારે જીવ સમ્યક્તના અવલંબનથી જેટલા જેટલા અંશથી અવિરતિને ન્યૂન કરવા પ્રયત્ન કરે છે, ત્યારે તેટલા તેટલા અંશથી અવિરતિરૂપ આશ્રવ પણ ક્ષણ-ક્ષીણતર થાય છે. જ્યારે સંપૂર્ણ અવિરતિરૂપ આશ્રવ દૂર થાય છે ત્યારે તે મહાત્મામાં વર્તતા રાગ-દ્વેષના પરિણામો જિનવચનથી નિયંત્રિત થાય છે તેથી તે મહાત્માઓનો રાગ વીતરાગ પ્રત્યે છે, વીતરાગ થવાના ઉપાયો પ્રત્યે છે, દ્વેષ અવીતરાગ પ્રત્યે અને અવીતરાગ થવાના ઉપાયો પ્રત્યે છે અને બાહ્યપદાર્થો પ્રત્યે સંશ્લેષ નહીં હોવાથી જગતના ભાવો પ્રત્યે ઉપેક્ષા છે. આ રીતે અપ્રમત્તપણે યત્ન કરીને જ્યારે મહાત્મા વિતરાગ થાય છે ત્યારે કષાયરૂપ આશ્રવનો છેદ થાય છે તેથી તે મહાત્મા વીતરાગ થઈને શેષ ઘાતિકર્મોનો ક્ષય કરે છે અને કેવલી થાય છે અને ઉચિત કાળે યોગ નિરોધ કરીને સર્વથા આશ્રવ રહિત બને છે. માટે આશ્રવના નિરોધના અર્થીએ તત્ત્વાતત્ત્વનો માર્ગાનુસારી ઊહ કરીને સદા તત્ત્વને સન્મુખ ચિત્તવૃત્તિ પ્રવર્તે તે રીતે સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરવી જોઈએ. જેથી ક્રમસર આશ્રવનો ઉચ્છેદ થાય અને આ આશ્રવો જ પ્રતિસમય સ્પષ્ટ રીતે કર્મને બાંધીને જીવને સંસારમાં ભમાવે છે. તેથી સંસારના પરિભ્રમણના નિવર્તનના અર્થી જીવે સર્વ યત્નથી મિથ્યાત્વાદિ આશ્રવોના નિરોધને અનુકૂળ ક્રમસર યત્ન કરવો જોઈએ. તેમ ભાવન કરીને મહાત્માઓ આશ્રવરોધને અનુકૂળ સદ્વર્યને ઉલ્લસિત કરે છે. Ilal અવતરણિકા : પૂર્વમાં એક દૃષ્ટિકોણથી ચાર પ્રકારનો આશ્રવ છે તેમ બતાવ્યું, હવે અન્ય દૃષ્ટિથી આશ્રવને તેના ઉત્તરભેદો સહિત બતાવે છે – શ્લોક - इन्द्रियाव्रतकषाययोगजाः, पञ्चपञ्चचतुरन्वितास्त्रयः । पञ्चविंशतिरसत्क्रिया इति, नेत्रवेदपरिसङ्ख्ययाऽप्यमी ।।४।।
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy