SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪. શાંતસુધારસ શ્લોક : ज्ञानदर्शनचरणपर्यवपरिवृतः परमेश्वरः । एक एवानुभवसदने, स रमतामविनश्वरः ।।विनय० ७।। શ્લોકાર્ચ - જ્ઞાન, દર્શન, ચારિત્ર પર્યાયથી પરિવૃત એવો પરમેશ્વર પરમ ઐશ્વર્યવાળો એક જ એવો મારો આત્મા છે. અવિનશ્વર એવો તે અનુભવસદનમાં અનુભવ રૂપ મહેલમાં, રમો. llણા ભાવાર્થ આત્માને એકત્વભાવનામાં સ્થિર કરવા અર્થે મહાત્મા વિચારે છે કે પદાર્થના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન એ જ્ઞાન છે. અને તે પદાર્થ પ્રત્યે તે પ્રકારની રુચિ અર્થાત્ જે પ્રકારે જ્ઞાન થયું તે પ્રકારે જ રુચિ તે દર્શન છે અને આત્માના યથાર્થ સ્વરૂપનો બોધ અને રુચિ થયા પછી તે સ્વરૂપમાં વિશ્રાંત થવાને અનુકૂળ અંતરંગ વ્યાપારરૂપ ચારિત્ર છે. એ ત્રણ પર્યાયથી પરિવૃત, પરમ ઐશ્વર્યવાળો, એક મારો આત્મા છે. આ પ્રકારે ઉપસ્થિત કરવાથી શ્રુતના બળથી સિદ્ધ સદશ પોતાના આત્માની ઉપસ્થિતિ થાય છે અને તેવો મારો આત્મા ક્યારેય વિનાશ પામનાર નથી પરંતુ તે સ્વરૂપે સદા અવિનશ્વર છે. આવો મારો આત્મા વર્તમાનમાં કર્મના દોષને કારણે આત્માના પોતાના સ્વરૂપના અનુભવને બદલે પુદ્ગલ સાથે સંશ્લેષનેત્રવિકૃત અનુભવને, કરનારો છે તે આત્મા ત્યાંથી નિવર્તન પામીને પોતાના શુદ્ધ આત્માના સ્વરૂપના અનુભવમાં રમનારો થાય. આ પ્રકારે મૃતવચનો દ્વારા શુદ્ધ આત્મા પ્રત્યેના ભાવોમાં રમવાના વિકલ્પો કરીને તે ભાવ પ્રત્યેના રાગભાવની વૃદ્ધિ કરવા માટે મહાત્માઓ યત્ન કરે છે, જેથી પોતાનામાં રહેલો એકત્વસ્વભાવ પ્રગટ થાય.IIળા શ્લોક - रुचिरसमतामृतरसं क्षणमुदितमास्वादय मुदा । विनय! विषयातीतसुखरसरतिरुदञ्चतु ते सदा ।।विनय० ८।। શ્લોકાર્ચ - હે વિનય !=કર્મના વિનયનના અથ, ક્ષણભર ઉદિત થયેલા પ્રગટ થયેલા, સુંદર એવા સમતારૂપ અમૃતરસનું તું, પ્રમોદપૂર્વક આસ્વાદન કર. તને સદા વિષયાતીત સુખના રસમાં રતિ પ્રગટ થાઓ. llcil ભાવાર્થ - એકત્વભાવનાને સ્થિર કરવા અર્થે મહાત્મા વિચારે છે કે જ્યારે જ્યારે પોતે એકત્વભાવનાથી ભાવિત
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy