SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. એકત્વભાવના | શ્લોક-૪-૫ શ્લોકાર્થ: હે ચેતન ! હવે, તું ચારેબાજુથી અવગુંઠિત ઘેરાયેલી, પરભાવની સંવૃતિને હર-દૂર કર, વળી, આત્મવિચારના ચંદનરૂપી વૃક્ષોમાંથી આવતા વાયુની ઊર્મિના રસો મને ક્ષણભર સ્પર્શ કરો. II૪ll ભાવાર્થ - આત્માને એકત્વભાવનાથી સ્થિર કરવા મહાત્મા વિચારે છે કે પરમાર્થથી આત્મા એક હોવા છતાં, અનેકત્વની ભાવનાથી જ ભાવિત છે તેથી જ પોતાના આત્મામાં ચારે બાજુથી ઘેરાયેલી પરભાવની સંવૃતિ વર્તે છે. આના કારણે મનોયોગ પ્રતિક્ષણ કોઈ ને કોઈ બાહ્ય પદાર્થને સ્પર્શીને તે તે ભાવોમાં વર્તે છે પરંતુ આત્મામાં વિશ્રાંતિને અનુકૂળ ઉદ્યમવાળો થતો નથી. જો પરભાવોની સંવૃતિનું હરણ પ્રાપ્ત થાય તો જ આત્મા પોતાના મૂળભૂત સ્વભાવમાં સ્થિર થવા પ્રયત્ન કરી શકે. તેથી આત્માને સંબોધન કરીને કહે છે કે હે આત્મા ! ચારેબાજુથી ઘેરાયેલી પરભાવની પરિણતિનું તું હરણ કર=દૂર કર, જેથી ચિત્ત બાહ્ય પદાર્થો પ્રત્યે સંશ્લેષ વગરનું બને. વળી, તેના માટે ભાવન કરે છે કે મોહ રહિત એવા આત્મપરિણામના વિચારરૂપ જે ચંદનવૃક્ષ છે તેને સ્પર્શીને વાતો એવો જે મનરૂપી પવન તેની ઊર્મિના રસો ક્ષણભર મને સ્પર્શ કરો, જેથી તેમાં મગ્ન થઈને હું પરભાવની વિશ્રાંતિને પામું. આશય એ છે કે આત્માની પરભાવની પરિણતિ આત્માને સંતપ્ત કરે તેવી છે અને આત્માની સ્વાભાવિક પરિણતિ આત્માને શીતલ કરે તેવી ચંદન જેવી છે. આવી શીતલ પરિણતિને અભિમુખ જો ચિત્તનું ગમન થાય તો તે પવનની ઊર્મિના રસો આત્માને શીતલતા આપે, જે શીતલતાના બળે પોતે પોતાના આત્મ ભાવોમાં સ્થિર થવા પ્રયત્ન કરી શકે જેથી આત્મામાં એકત્વભાવના સ્થિર સ્થિરતર થાય. જા શ્લોક - एकतां समतोपेतामेनामात्मन् विभावय । - लभस्व परमानन्दसम्पदं नमिराजवत् ।।५।। શ્લોકાર્ચ - હે આત્મન ! સમતાથી યુક્ત એવી આ એકતાનું પરભાવની સંવૃતિને હરણ કરવાથી પ્રગટ થયેલી એકત્વ પરિણતિરૂપ આ એકતાનું, તું વિભાવન કર અને નમિરાજાની જેમ પરમાનંદની સંપદાને તું પ્રાપ્ત કર. /પl ભાવાર્થ : એકત્વભાવનાના પરમાર્થને જાણનાર મહાત્મા પોતાનામાં એકત્વભાવનાને સ્થિર કરવા માટે પોતાના આત્માને કહે છે – સમતાના પરિણામથી યુક્ત એવી આ એકતાનું હે આત્મા ! તું વિભાવન કર. આનાથી
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy