SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. સંસારભાવના-ગીત | શ્લોક-૮ શ્લોક : सकलसंसारभयभेदकं, जिनवचो मनसि निबधान रे । विनय परिणमय निःश्रेयसं, विहितशमरससुधापान रे ।।कलय० ८।। શ્લોકાર્ય : મનમાં સકલ સંસારના ભયના ભેદક એવા જિનવયનને નિબંધન કરનાર એવા હે જીવ! અને કરાયેલા સમરસસુધાપાનવાળા હે વિનય! તું નિઃશ્રેયસને પરિણમન પમાડ. llcli ભાવાર્થ : અત્યારસુધી સંસારના સ્વરૂપને બતાવનાર અનેક પ્રકારની ભાવનાઓથી આત્માને ભાવિત કર્યા પછી મહાત્માઓ આત્માના સ્વવીર્યને ઉલ્લસિત કરવા આત્માને સંબોધીને કહે છે – સંસારના સર્વ ભયોનો ભેદ કરનાર જિનવચન છે. એ જિનવચનને મનમાં ધારણ કરનાર હે જીવ! તું નિઃશ્રેયસને પરિણમન પમાડ. વળી પોતાને સંબોધીને કહે છે કે કર્યું છે શમરસસુધાનું પાન એવા હે જીવ ! આત્માને નિઃશ્રેયસ પરિણમન પમાડ. વળી પોતે કર્મોનો વિનયન કરવાની કામનાવાળો છે. તેની ઉપસ્થિતિ કરવા માટે કહે છે તે વિનય ! તું નિઃશ્રેયસને પરિણમન પમાડ. આ પ્રકારે વિચારવાથી તેના ચિત્તમાં ત્રણ વસ્તુ સ્થિર થાય છે. (૧) સંસાર અનેક પ્રકારના ભયવાળો છે અને તે સંસારના ભયનું ભેદક જિનવચન છે; કેમ કે સંસાર રાગભાવનાથી ઉત્પન્ન થાય છે અને જિનવચન જિનતુલ્ય થવા માટે વીતરાગ ભાવનાથી આત્માને વાસિત કરે છે તેથી તે જિનવચન સંસારના સર્વ ભયોનું ભેદક છે તેવી બુદ્ધિ આત્મામાં સ્થિર થાય છે. (૨) વળી, જિનવચનથી પોતાનો આત્મા ભાવિત થવાને કારણે પોતે શમરસરૂપ સુધાપાન કરનારો થયો છે. તેથી પોતે સંસારની નિષ્પત્તિના કારણભૂત ભાવનાથી વિમુખ થયો છે અને શાંતરસને અભિમુખ થયો છે તેવી પસ્થિતિ થાય છે. (૩) વળી, કર્મનું વિનયન કરવાને અભિમુખ પોતે થયો છે, તેથી ત્રણ સંબોધન દ્વારા પોતાના આત્માને જાગ્રત કરીને કહે છે કે તું નિઃશ્રેયસને પરિણમન પમાડ અર્થાત્ સર્વ ઉદ્યમથી મોહના પરિણામનો વિનાશ થાય તે પ્રકારે દૃઢ યત્ન કરીને આત્મામાં મોક્ષને અભિમુખ ઉત્તર-ઉત્તર ભાવોનું પરિણમન થાય તેવો યત્ન કરે જેથી વિષમ એવા સંસારનો સદા માટે વિયોગ થાય.IIII II ત્રીજો પ્રકાશ પૂર્ણ II
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy