SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતસુધારસ પ્રાપ્તિમાં મદ કરવો ઉચિત નથી. અને હીનતાને કારણે દીનતા પણ કરવી ઉચિત નથી પરંતુ સંસારની વિષમ સ્થિતિનો વિચાર કરીને માનકષાય ઊઠે નહીં અને સદા કષાયના ઉચ્છેદને અનુકૂળ વ્યાપાર થાય તે માટે મહાત્માઓ સંસારભાવનાથી આત્માને ભાવિત કરે છે. III શ્લોક : जातु शैशवदशापरवशो, जातु तारुण्यमदमत्त रे । जातु दुर्जयजराजर्जरो, जातु पितृपतिकरायत्त रे ।।कलय० ४।। શ્લોકાર્ધ : હે જીવ ! તું ક્યારેક શૈશવદશાને પરવશ થયો, ક્યારેક તારુણ્ય મદથી મત્ત થયો, ક્યારેક દુર્જય એવી જરાથી જર્જર થયો, તો ક્યારેક પિતૃપતિના=યમરાજના, કરને આધીન થયો અર્થાત્ મૃત્યુ પામ્યો. Imall ભાવાર્થ : સંસારની આ અવસ્થા સર્વ જીવને સ્વઅનુભવસિદ્ધ છે છતાં અજ્ઞાન અને મોહવશ જીવો તત્કાળ વર્તતા ભવ અનુસાર પરિણામો કરીને મૂઢની જેમ યત્ન કરે છે, દુ:ખને દૂર કરવા માટે યત્ન કરીને મનુષ્યભવ નિષ્ફળ કરે છે. એનાથી આત્માને જાગ્રત કરવા માટે મહાત્માઓ ભાવન કરે છે કે સંસારની સર્વદશા ઉન્માદ અને પરવશતાવાળી છે. આથી જ બાલ્યઅવસ્થામાં જીવ માતાદિને પરવશ પુણ્યનો સહકાર હોય તો જીવી શકે છે, નહિતર અકાળે મૃત્યુ પામે. વળી, તરુણ અવસ્થા આવે ત્યારે મદનો ઉન્માદ ચઢે છે અને ઇન્દ્રિયોના વિકારોમાં જ મનુષ્યભવ પૂર્ણ કરે છે. વળી, યૌવનકાળમાં વૃદ્ધાવસ્થા ન આવે તે માટે ઔષધ આદિ કરે તોપણ, દુર્જય જરાદિના સ્વભાવવાળું શરીર જરાને પ્રાપ્ત કરે છે અને અંતે યમરાજને વશ થઈ મૃત્યુને પામે છે. આ પદાર્થને સમ્યગુ પ્રકારે સમાલોચન કરીને ચિત્ત એનાથી ભાવિત થાય તો સંસારથી વિરક્ત થયેલું ચિત્ત યોગમાર્ગમાં દઢ યત્ન કરીને સંસારની આવી વિષમ સ્થિતિમાં પણ સદા યોગમાર્ગના સેવનરૂપ સ્વસ્થતાનો અનુભવ કરે છે અને મૃત્યુ વખતે લેશ પણ ખેદ વગર અપ્રમાદપૂર્વક પંડિતમરણ વરે છે. જો શ્લોક : व्रजति तनयोऽपि ननु जनकतां, तनयतां व्रजति पुनरेष रे । भावयन्विकृतिमिति भवगतेः त्यजतमां वैभवशुभशेष रे ।।कलय० ५।। શ્લોકાર્થ :પુત્ર પણ ખરેખર જનકતાને પિતૃત્વને પામે છે. વળી, આ પિતા, પુત્રતાને પામે છે એ
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy