SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ૩. સંસારભાવના શ્લોક ઃ इतो लोभः क्षोभं, जनयति दुरन्तो दव इवोल्लसल्लाभाम्भोभिः कथमपि न शक्यः शमयितुम् । इतस्तृष्णाऽक्षाणां तुदति मृगतृष्णेव विफला, થં સ્વસ્થે: સ્થેય, વિવિધમયમીને.મવવને ।।।। શાંતસુધારસ શ્લોકાર્થ : વિવિધ ભયોથી ભયકંર એવા ભવરૂપી વનમાં આ બાજુ દુરન્ત દાવાનળ જેવો લોભ ક્ષોભને ઉત્પન્ન કરે છે. ઉલ્લસિત પામતા એવા લાભરૂપી પાણી વડે કોઈ રીતે પણ શમન કરવું શક્ય નથી. આ બાજુ=બીજી બાજુ, મૃગતૃષ્ણા જેવી વિફલ એવી ઇન્દ્રિયોની તૃષ્ણા પીડા કરે છે. તેથી સ્વસ્થપણાથી કેવી રીતે રહેવું=આ ભવરૂપી વનમાં સ્વસ્થપણાથી રહેવું દુષ્કર છે. [૧] ભાવાર્થ: મહાત્માઓ સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણનારા છે છતાં તે વાસ્તવિક સ્વરૂપના ભાવોને સ્પષ્ટ ઉપસ્થિતિ ક૨વા અર્થે સંસારની સ્થિતિનો વિચાર કરતાં કહે છે કે આ ભવરૂપી વન વિવિધ પ્રકારના ભયોથી ભયંક૨ છે; કેમ કે વનમાં ચારેબાજુ હિંસક પ્રાણીઓનો સતત ભય વર્તે છે. તેમ સંસારરૂપી વનમાં અંતરંગ કષાયો અને વિષયો કૃત વિડંબનાઓનો સતત ભય વર્તે છે. જેમ જંગલમાં રહેલો જીવ કોઈ રીતે સ્વસ્થ બેસી શકતો નથી તેમ અંતરંગ કષાયોથી સંસારીજીવો ક્યારેય સ્વસ્થ થઈ બેસી શકતા નથી. તેથી મહાત્મા વિચારે છે કે સંસારમાં સ્વસ્થતાથી કેવી રીતે રહેવું ? કેમ સ્વસ્થતાથી પોતે રહી શકતા નથી ? તેનું ભાવન કરતાં વિચારે છે કે એક બાજુ ખરાબ અંતવાળા દાવાનળની જેમ લોભ આત્મામાં ક્ષોભને પેદા કરે છે તેથી લોભને વશ જીવ સ્વસ્થતાથી રહી શકતો નથી. પરંતુ ઇચ્છાથી આકુળ થઈને સતત ધનઉપાર્જનના ઉપાયો, શાતાના ઉપાયો માટે પ્રવૃત્તિ કરીને સદા વ્યાકુળ ચિત્તવાળો રહે છે. વળી, જેમ કેટલાક દાવાનળો અત્યંત ખરાબ અંતવાળા હોય છે તેવા દાવાનળને બૂઝવવા માટે પાણી નાખવામાં આવે તોપણ તે દાવાનળ શાંત થતો નથી. તેથી સતત તે દાવાનળ વૃદ્ધિ પામીને જીવોનો સંહાર જ કરે છે. તેમ સંસારીજીવોમાં બહુલતાએ દુરન્ત દાવાનળ જેવો લોભનો ક્ષોભ વર્તતો હોય ત્યારે ધનપ્રાપ્તિ માટે ગમે તેટલો યત્ન કરે તોપણ ધનપ્રાપ્તિ થવા છતાં તે શાંત થતો નથી. પરંતુ તે લોભ વૃદ્ધિ જ પામે છે તેથી સંસારીજીવો ધનની પ્રાપ્તિ કે ભોગની સામગ્રીની પ્રાપ્તિ કરીને પણ સ્વસ્થતાથી રહી શકતા નથી. વળી, બીજી બાજુ ઇન્દ્રિયોના વિષયોની તૃષ્ણા જીવને સતત પીડા કરે છે. વળી તે તૃષ્ણા પણ મૃગતૃષ્ણા જેવી વિફલ છે. તેથી તૃષ્ણાથી તે વ્યાકુળ થયેલો જીવ કોઈક રીતે સ્વસ્થ રહી શકતો નથી. આશય એ છે કે સંસારીજીવોને પાંચ ઇન્દ્રિયોના
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy