SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શાંતસુધારસ શ્લોક :विद्यामन्त्रमहौषधिसेवां, सृजतु वशीकृतदेवाम् । रसतु रसायनमुपचयकरणं, तदपि न मुञ्चति मरणम् ।।विनय० ४।। શ્લોકાર્ચ - વશ કર્યા છે દેવોને જેણે તેવી વિધા, મંત્ર કે મહાઔષધિનું સેવન કરો, શરીરના ઉપચયને કરનારું રસાયન વાપરો તોપણ મરણ મૂકતું નથી. llll ભાવાર્થ : મહાત્મા અશરણભાવનાને સ્થિર કરવા વિચારે છે કે જગતમાં એવી વિદ્યાઓ, મંત્રો અને મહાઔષધિઓ છે જે દેવતાઓને પણ વશ કરે તેવી શક્તિવાળી છે. કોઈ સત્ત્વશાળી પુરુષ તેવા વિદ્યા, મંત્રાદિને સાધે કે તે ઔષધિઓને પ્રાપ્ત કરે તો પણ મૃત્યુ તેને મૂકતું નથી. વળી, કોઈ દેહને પુષ્ટ કરવા અર્થે અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત ન થાય તેના માટે રસાયણનું સેવન કરે તો પણ મૃત્યુ મૂકતું નથી. કદાચ રસાયણાદિના સેવનને કાળે વૃદ્ધાવસ્થા સુધી દેહ પુષ્ટ-પુષ્ટતર રહે તોપણ આયુષ્ય પૂર્ણ થતાં અવશ્ય મૃત્યુની પ્રાપ્તિ થાય છે તેથી કર્મને વશ જીવને કોઈ શરણ નથી, માટે વિદ્યાના બળથી કે દેહના પુષ્ટિના બળથી જીવ રક્ષિત થઈ શકતો નથી. પરંતુ ભગવાનના વચનથી ભાવિત હોય તેને મૃત્યુ કર્થના કરનારું બનતું નથી પરંતુ આ ભવમાં પ્રાપ્ત થયેલી અલ્પશક્તિ કરતાં અધિક શક્તિવાળા સ્થાનને પ્રાપ્ત કરાવીને જીવન માટે સુખનું જ કારણ બને છે. માટે સુખના અર્થી જીવે સદા જિનવચનથી જ આત્માને ભાવિત કરવા યત્ન કરવો જોઈએ. આ પ્રકારે અશરણભાવનાનું ભાવન કરીને મહાત્મા ધર્મ સેવવાને અનુકૂળ બળનો સંચય કરે છે. જો શ્લોક : वपुषि चिरं निरुणद्धि समीरं, पतति जलधिपरतीरम् । शिरसि गिरेरधिरोहति तरसा, तदपि स जीर्यति जरसा ।।विनय० ५।। શ્લોકાર્ચ - ચિરકાળ સુધી પવનને શરીરમાં કોઈ નિરોધ કરે, દરિયાની પેલે પાર જઈને રહે, અથવા પર્વતના શિખર ઉપર શીઘતાથી ચડી જાય તોપણ તે જરાથી જીર્ણ થાય છે. પા. ભાવાર્થ જરાથી પોતે અવશ્ય પરાભવ પામનારા છે તેનાથી કોઈ રક્ષણ કરી શકતું નથી તે ભાવન કરવા અર્થે કોઈ મહાત્મા વિચારે છે કે કોઈ પુરુષ જરારૂપ શત્રુથી પોતાનું રક્ષણ કરવા અર્થે પ્રાણાયામ કરીને શરીરમાં
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy