SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. અશરણભાવના-ગીત | શ્લોક-૧ ૨૭ તેજવાળા બને છે. વળી મૃત્યુ વડે સંસારીજીવો અત્યંત નિજવશ કરાય છે ત્યારે વૈર્યયોગથી રહિત બને છે; કેમ કે સંસારીજીવોનું માનસ મૃત્યુના ભયથી સદા વ્યાકુળ હોય છે. તેથી કોઈ પ્રકારના ઉત્સાહથી કોઈ કૃત્ય કરી શકતા નથી. પરંતુ વિહ્વળ જ થાય છે. જ્યારે યોગીઓ જિનવચનનું શરણ સ્વીકારીને હંમેશાં જિનવચનથી આત્માને ભાવિત કરે છે. તેથી જીવન-મૃત્યુ પ્રત્યે સમભાવના પરિણામવાળા હોય છે અને તેના કારણે હંમેશાં વૈર્યનું અવલંબન લઈને મોહનો નાશ કરવામાં ઉદ્યમ કરનારા હોય છે. મૃત્યુકાળની ઉપસ્થિતિ થાય છે ત્યારે વિશેષ પ્રકારના વૈર્યનું અવલંબન લઈને આત્માને જિનવચનથી તે રીતે ભાવિત કરે છે કે તેઓ માટે મૃત્યુ પણ વિશેષ કલ્યાણનું કારણ બને છે. વળી, સંસારીજીવો મૃત્યુને વશ થાય છે ત્યારે પૂર્વના પુષ્ટ શરીરથી શિથિલ થઈ જાય છે. તેથી કોઈ પ્રવૃત્તિ કરવા માટે સમર્થ રહેતા નથી. પરંતુ જિનવચનનું શરણ લેનારા મહાત્માઓ દેહથી શિથિલ થાય ત્યારે પણ અંતરંગ પરાક્રમથી પૂર્વ કરતાં પણ અધિક બલવાન થાય છે. તેથી શ્રુતનું દઢ અવલંબન લઈને શરીરની વિષમ સ્થિતિ કાળમાં પણ સતત શ્રતના બળથી આત્માને વાસિત કરવા યત્ન કરે છે. જેથી તેમનો આત્મા મોહની સામે સુભટની જેમ લડવા માટે અત્યંત સામર્થ્યવાળો બને છે, પરંતુ શિથિલતાને પ્રાપ્ત કરતો નથી. વળી, સંસારી જીવ જ્યારે મૃત્યુને વશ થાય છે ત્યારે તેના બંધુજનો તેના દ્રવ્યના ગ્રહણના વિષયમાં બહુલતાએ પ્રવૃત્ત થતા દેખાય છે. પરંતુ જે મહાત્માઓ ભગવાનના વચનથી ભાવિત છે તેઓને બંધુજનોની તે પ્રવૃત્તિ જોઈને પણ ચિત્તમાં ક્લેશ થતો નથી. પરંતુ જેઓએ ભગવાનના વચનથી આત્માને ભાવિત કર્યો નથી તેઓ બંધુજનોની તે પ્રકારની પ્રવૃત્તિ જોઈને પણ મૃત્યુકાળમાં અધિક વ્યાકુળ થાય છે. આ પ્રકારે સંસારીજીવોની મૃત્યુ વખતની અશરણતાનું ભાવન કરીને મહાત્માઓ સદા શરણભૂત એવા જિનધર્મનો આશ્રય કરવા યત્ન કરે છે. જેથી જીવન-મૃત્યુ આદિ સર્વ ભાવો પ્રત્યે સમભાવના પરિણામને ધારણ કરતું ઉત્તમ ચિત્ત ક્લેશને પામ્યા વગર ઉત્તરના ઉત્તમ જન્મને પ્રાપ્ત કરે છે. III ૨. અશરણભાવના-ગીત) શ્લોક : स्वजनजनो बहुधा हितकामं, प्रीतिरसैरभिरामम् । मरणदशावशमुपगतवन्तं, रक्षति कोऽपि न सन्तम् ।। विनय ! विधीयतां रे, श्रीजिनधर्मः शरणम् । अनुसन्धीयतां रे, शुचितरचरणस्मरणम् ।।विनय० १।। શ્લોકાર્ચ - સ્વજનજન સ્વજનનો સમુદાય, બહુધા હિતની કામવાળો હોય છે-તે જીવના હિતની કામનાવાળો
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy