SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શાંતસુધારસ છે ( ૨. અશરણભાવના શ્લોક : ये षटखण्डमहीमहीनतरसा, निर्जित्य बभ्राजिरे, ये च स्वर्गभुजो भुजोऽर्जितमदा, मेदुर्मुदा मेदुराः । तेऽपि क्रूरकृतान्तवक्त्ररदनैर्निर्दल्यमाना हठादत्राणाः शरणाय हा दशदिशः, प्रेक्षन्त दीनाननाः ।।१।। શ્લોકાર્ધ : જેઓ અહીનતરસથી અત્યંત મોટા થવાની તૃષાથી, પખંડની પૃથ્વીને જીતીને શોભી રહ્યા છે અને જેઓ ભુજાથી અજિત મરવાળા, મેદુર સ્વર્ગને ભોગવનારા આનંદપ્રમોદમાં રહેનારા સ્વર્ગના સુખોને ભોગવનારા, મુદા મેદુ આનંદથી શોભી રહ્યા છે, તે પણ હઠથી ક્રૂરકૃતાંતના મુખના દાંતો વડે નિર્દેશન કરાતા, અત્રાણ, દીન મુખવાળા શરણ માટે દશે દિશાને જુવે છે. IIII ભાવાર્થ : જેઓ ભૂતકાળના પુણ્યના ઉદયથી મહાશક્તિસંપન્ન થયા છે અને જગતમાં મહાસમ્રાટ થવાની અત્યંત તૃષાવાળા છે, તેના કારણે પખંડની પૃથ્વીને જીતીને પોતે જગતમાં અત્યંત સમર્થ છે, તે રીતે શોભી રહ્યા છે. વળી, જેઓએ પોતાના પરાક્રમના મદથી સ્વર્ગના ભોગોને પ્રાપ્ત કર્યા છે=ભૂતકાળમાં તે પ્રકારનાં તપ, ત્યાગાદિ અનુષ્ઠાન કરીને સ્વર્ગના ભોગોને પામ્યા છે અને સતત આનંદપ્રમોદ કરતા જગતમાં શોભી રહ્યા છે તેઓ પણ જ્યારે મૃત્યુના મુખમાં આવે છે ત્યારે કોઈ પ્રયત્નથી રક્ષણ પામી શકતા નથી, તેથી અત્રાણ બને છે અને મૃત્યુના ભયથી ભયભીત થઈને દીનમુખવાળા દશ દિશાઓમાં જોનારા બને છે. આ પ્રકારે સંસારીજીવોની અશરણતા વિચારીને મહાત્મા વિચારે છે કે બાહ્ય સંપત્તિથી કોઈ રક્ષણ પામી શકતું નથી. મૂઢતાને કારણે જ જીવો પોતાના ભુજાબળથી પ્રાપ્ત થયેલા બાહ્ય વૈભવના બળથી પોતે સુરક્ષિત છે તેમ માનીને નિશ્ચિત થઈ જીવે છે. વસ્તુતઃ મૃત્યુના મુખ આગળ પડેલા એવા તેઓને કોઈ શરણ નથી. ફક્ત ભગવાનનું શ્રુતજ્ઞાન જ શરણ છે. માટે સંસારના વાસ્તવિક સ્વરૂપને જોઈને પોતાની અશરણતાનો યથાર્થ વિચાર કરીને વિવેકસંપન્ન જીવે જગતમાં શરણ લેવા યોગ્ય એવા ભગવાનના ધર્મનું સદા શરણ લેવું જોઈએ. જેઓનું ચિત્ત ભગવાનના ધર્મથી સદા વાસિત છે. તેઓ મૃત્યુ વખતે પણ દીન બનતા નથી પરંતુ સંસારના વાસ્તવિક સ્વરૂપનું અત્યંત ભાવન કરીને મહાપરાક્રમવાળા એવા તેઓ પોતાના શત્રુભૂત એવા મોહની સામે સુભટની જેમ લડે છે. તેવા પરાક્રમશીલ મહાત્માઓ જિનવચનના ભાવનથી ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈને મરણ સમયે કેવલજ્ઞાનને પણ પ્રાપ્ત કરે છે. કદાચ તેવા પરિણામનો ઉત્કર્ષ ન થાય તોપણ ઉત્તમ દેવભવ પામીને અલ્પભવોમાં સંસારસાગરથી તરે છે. આથી જ અશરણભાવનાથી ભાવિત થયેલા
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy